જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં કૌભાંડના ઈટાલીયાના આક્ષેપો:મૃતક ખેડૂતોના નામે લોન, જીવતા ખેડૂતોને ખોટી નોટિસ; આત્મહત્યા અને હાર્ટ એટેકના કિસ્સા સામે આવ્યા

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ આ મામલે ગંભીર આરોપો મૂક્યા છે. બેંકના ચેરમેન કિરીટ પટેલના કાર્યકાળમાં જિલ્લાના 7-8 તાલુકાના 100થી વધુ ગામોમાં કરોડો રૂપિયાનું ખોટું ધિરાણ કરવામાં આવ્યું છે. મૃતક ખેડૂતોના નામે લોન મંજૂર કરવામાં આવી છે. જે ખેડૂતોનું બેંકમાં ખાતું પણ નથી, તેમના નામે પણ લોન આપવામાં આવી છે. 2-3 લાખની લોન પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાંથી 15-20 લાખ સુધીની રકમ ઉપાડી લેવામાં આવી છે. વાંદરવડ ગામના છગન સોલંકીએ લોન ન લીધી હોવા છતાં 5.5 લાખ રૂપિયાની નોટિસ મળતાં આઘાતમાં આવી આત્મહત્યા કરી લીધી. ગુંદાળી ગામના એક ખેડૂતને લોન કૌભાંડના કારણે હાર્ટ એટેક આવ્યો હતો. મૃતક ખેડૂત વિપુલ કપુરીયાના પુત્રના જણાવ્યા મુજબ, તેમના પિતાએ લોન ચૂકવી દીધા બાદ પણ બે વાર 8-8 લાખની નોટિસ આવી હતી. પુત્રના નામે પણ લોન નોટિસ આવી છે, જ્યારે તેઓ ક્યારેય સહકારી બેંકમાં ગયા જ નથી. આ નોટિસો આજે પણ તેમની પાસે છે અને બેંક તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે,“વાંદરવડ ગામમાં કિરીટ પટેલની ચૂંટણી સભા ચાલી રહી હતી ત્યારે ખેડૂતો શાંતિપૂર્વક પ્રશ્ન પૂછવા ગયા હતા – કે અમારા પરિવારજનોના મોત માટે કોણ જવાબદાર છે? પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ખેડૂતોને અટકાવ્યા, તેમના મોબાઇલમાંથી વીડિયો ડિલિટ કરાવ્યા અને ધમકાવ્યા. ખેડૂતોને રજૂઆત કરવાની પણ તક આપવામાં આવી નહોતી.” જમીન પરના પ્રશ્નો સામે રાજકીય મૌન? – ઇટાલીયાનો સવાલ ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે, “જ્યારે લોન કૌભાંડના કારણે લોકો જીવ ગુમાવે છે ત્યારે પ્રશ્ન પૂછનાર ખેડૂતો સામે દમન થાય છે અને ચેરમેન ખેડૂતોને મળવા પણ તૈયાર નથી. ચૂંટણી લોકશાહીની પ્રક્રિયા છે – નેતા અને જનતા વચ્ચે સંવાદ થવો જોઈએ. પરંતુ ભાજપના નેતાઓ પોલીસના ઘેરામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે – એથી સાબિત થાય છે કે કૌભાંડ કરનારા જનતાની આંખમાં આંખ નાખીને જવાબ આપી શકતા નથી.”

Jun 6, 2025 - 20:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow