ભારત-ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ ડ્રો:માન્ચેસ્ટરમાં જાડેજા-સુંદરની ઐતિહાસિક ઇનિંગ્સે ઇંગ્લેન્ડને હંફાવ્યું; બંનેએ અંત સુધી લડત આપી સેન્ચુરી ફટકારી
ટીમ ઈન્ડિયાએ બીજી ઇનિંગમાં 143 ઓવર બેટિંગ કરીને માન્ચેસ્ટર ટેસ્ટને હારમાંથી ડ્રોમાં ફેરવી દીધી. ટીમ તરફથી શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે સદી ફટકારી. કેએલ રાહુલે 90 રનની ઇનિંગ રમી. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ભારતે પહેલી ઇનિંગમાં 358 અને ઇંગ્લેન્ડે 669 રન બનાવ્યા. ભારતે બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવીને 425 રન બનાવ્યા અને મેચ ડ્રો કરી. એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ચોથી ટેસ્ટ ડ્રો થઈ હોવા છતાં, ઇંગ્લેન્ડ સિરિઝમાં 2-1થી આગળ છે. સિરિઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે. જો ઇંગ્લેન્ડ અહીં જીતશે, તો ટીમ સિરિઝ જીતશે, જ્યારે જો ભારત જીતશે, તો ટીમ અહીં સતત બીજી ટેસ્ટ સિરિઝ ડ્રો કરશે. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે 150, બેન સ્ટોક્સે 141, બેન ડકેટે 94, જેક ક્રાઉલીએ 84 અને ઓલી પોપે 71 રન બનાવ્યા હતા. સ્ટોક્સે 5 વિકેટ અને જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી હતી. ભારત તરફથી પહેલી ઇનિંગમાં સાઈ સુદર્શને 61, યશસ્વી જયસ્વાલે 58 અને રિષભ પંતે 54 રન બનાવ્યા હતા. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ

What's Your Reaction?






