અરિજીત સિંહ ઇતિહાસ રચશે:લંડનના સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય સિંગર બનશે
સિંગર અરિજીત સિંહ ટૂંક સમયમાં ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. તે UKના ટોટનહામ હોટ્સપુર સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ ભારતીય સિંગર બનશે. તેમનો લાઇવ શો આ વર્ષે 5 સપ્ટેમ્બરે યોજાશે. આ સમાચાર આવતાની સાથે જ અરિજીત સિંહના ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. અરિજીત સિંહ પહેલા ભારતીય કલાકાર હશે જે UKના મોટા સ્ટેડિયમમાં હેડલાઇન એટલે કે મુખ્ય કલાકાર તરીકે પરફોર્મ કરશે. આ દરમિયાન અરિજીતે કહ્યું, હું ફક્ત એક સામાન્ય માણસ છું જે ગીતો ગાઉં છું. મને ખૂબ જ ખુશી અને ગર્વ છે કે મને ફરીથી લંડનમાં ગાવાની તક મળી રહી છે. જો આ ઇતિહાસ રચાય છે, તો તે મારા માટે ખૂબ મોટી વાત હશે. ફેન્સમાં ખુશીનો માહોલ આ સમાચાર આવ્યા બાદ તેમના ચાહકોમાં ખુશીનો માહોલ છે. લંડનમાં રહેતા તેમના ચાહકો હવે આ કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લંડનમાં સિંગરના કોન્સર્ટ માટે ટિકિટ 6 જૂન 2025ના રોજ બપોરથી બુક થવાનું શરૂ થશે. ગયા વર્ષે એડ શીરન સાથે પરફોર્મ કરી બધાને ચોંકાવી દીધા હતા અરિજીત સિંહે છેલ્લે 2024માં લંડનના O2 એરેનામાં પરફોર્મ કર્યું હતું, જે સંપૂર્ણપણે હાઉસફુલ હતું. તે શોની ખાસ વાત એ હતી કે તેણે બ્રિટિશ પોપ સ્ટાર એડ શીરન સાથે એક આશ્ચર્યજનક પર્ફોર્મન્સ આપ્યું હતું, જેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. સ્ટ્રીટ લંડનના અહેવાલ મુજબ, અરિજીતે એ પણ પુષ્ટિ આપી છે કે તે એડ શીરન સાથે તેના આગામી સિંગલ સેફાયર પર કામ કરી રહ્યો છે. લાઈવ નેશન અનુસાર, અરિજીત સિંહ હાલમાં સ્પોટાઇફ પર વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા કલાકાર છે, જેમના 140 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

What's Your Reaction?






