હૃતિક-હોમ્બલ ફિલ્મ્સ આગામી પ્રોજેક્ટ માટે તૈયાર!:'KGF'ના નિર્માતાઓ બોલિવૂડના 'કબીર' સાથે ફિલ્મ બનાવશે, ફેન્સે કહ્યું- ખૂબ જ મજા પડશે!
હૃતિક રોશન આ દિવસોમાં ફિલ્મ 'વોર 2' ને લઈને સમાચારમાં છે. હોમ્બલ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસે હૃતિક રોશન સાથે એક નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. જોકે, આ પ્રોજેક્ટ સંબંધિત કોઈ માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી અને આ ફિલ્મમાં હૃતિક રોશન કઈ ભૂમિકામાં જોવા મળશે તે પણ સ્પષ્ટ નથી. પરંતુ એક્ટરના ચાહકો ખૂબ ખુશ છે. હોમ્બલે ફિલ્મ્સના માલિકે જણાવ્યું હતું કે, અમે આ જોડાણથી ખૂબ જ ખુશ છીએ. હોમ્બલે ફિલ્મ્સનો ઉદ્દેશ્ય એવી સ્ટોરી કહેવાનો છે જે પ્રેરણા આપે અને દરેક સુધી પહોંચે. હૃતિક રોશન સાથે કામ કરવું એ અમારા મોટું પગલું છે. અમે એક એવી ફિલ્મ બનાવવા માંગતા હતા જેમાં મજબૂત સ્ટોરી અને કલ્પના બંને હોય. અમે એવી ફિલ્મ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું જે દિલને સ્પર્શે અને યાદગાર બની જાય. હૃતિક રોશન કહ્યું, 'હોમ્બેલે ફિલ્મ્સે અત્યાર સુધીમાં ઘણી અલગ અને રસપ્રદ સ્ટોરીઓ બનાવી છે. મને તેની સાથે કામ કરવાનો ખૂબ આનંદ છે. અમે સાથે મળીને દર્શકો સમક્ષ એક શાનદાર ફિલ્મ લાવવા માંગીએ છીએ. અમારું સ્વપ્ન મોટું છે અને અમે તેને સાકાર કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ફેન્સે ખુશી વ્યક્ત કરી KGF 1, KGF 2, સલાર પાર્ટ 1 અને કંતારા જેવી ફિલ્મો બનાવી ચૂકેલી હોમ્બલ ફિલ્મ્સ હવે હૃતિક રોશન સાથે ફિલ્મ બનાવશે. ફેન્સ પણ આ વાતથી ખૂબ ખુશ છે. 'વોર 2' 14 ઓગસ્ટે આવશે હૃતિક રોશન અને સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRની ફિલ્મ 'વોર 2' રિલીઝ થશે. આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ જોવા મળશે. આ ઉપરાંત 'ક્રિશ 4' વિશે પણ ચર્ચા ચાલી રહી છે.

What's Your Reaction?






