પાર્ટ-ટાઇમ મહિલા સ્વિમિંગ કોચની હડતાળ:અમદાવાદમાં હજારો મહિલાઓ સ્વિમિંગથી વંચિત, હડતાળને કારણે સ્વિમિંગ ન કરી શક્તી મહિલાઓએ હોબાળો મચાવ્યો

અમદાવાદ શહેરમાં એક તરફ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે શહેરના તમામ સ્વિમર્સની સ્વિમિંગ કોમ્પિટિશન ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અમદાવાદના વિવિધ સ્વિમિંગ પૂલોમાં પાર્ટ-ટાઇમ મહિલા કોચ હડતાળ પર ઉતરી ગઈ છે. જેના કારણે હજારો મહિલાઓ સ્વિમિંગ જેવી શારીરિક પ્રવૃત્તિથી વંચિત રહી છે. 20 હજાર મહિલાઓ સ્વિમિંગથી વંચિત અમદાવાદના સ્વિમિંગ પૂલોમાં છેલ્લા બે દિવસથી લગભગ 14થી 15 જેટલી મહિલા પાર્ટ-ટાઇમ કોચ હડતાળ પર છે. આ હડતાળને કારણે શહેરના એ-ગ્રેડના સ્વિમિંગ પૂલ જેવા કે વાસણા, કાંકરિયા, રાણીપ, સીટીએમ, વાડજ, ઓઢવ, સાબરમતી અને નવરંગપુરા, તેમજ બી-ગ્રેડના હાજીપુરા, લાલ દરવાજા અને સી-ગ્રેડના ખોખરા સહિત આશરે તેર જેટલા સ્વિમિંગ પૂલોમાં દરરોજ બે શિફ્ટમાં અંદાજે 18 થી 20 હજાર મહિલાઓ સ્વિમિંગ કરવાથી વંચિત રહી છે. સ્વિમિંગની 400થી લઈ 25 સુધીની ફી મહત્વનું છે કે, ફિઝિકલ ફિટનેસ માટે સ્વિમિંગ કરતી આ મહિલાઓ વિવિધ કેટેગરીમાં ફી ચૂકવે છે. જેમાં જાણકાર મહિલાઓ માટે એ-ગ્રેડમાં ત્રણ મહિનાના ₹ 1800, છ મહિનાના ₹ 2200 અને એક વર્ષના ₹2600. જ્યારે બી-ગ્રેડમાં ત્રણ મહિનાના ₹ 800, છ મહિનાના ₹ 1200 અને એક વર્ષના ₹ 1500 નો સમાવેશ થાય છે. જ્યારે સ્વિમિંગ શીખવા આવતી મહિલાઓ માટે એ-ગ્રેડમાં ₹ 700, બી-ગ્રેડમાં ₹ 500 અને સી-ગ્રેડમાં ₹ 400 ફી લેવામાં આવે છે. સ્વિમિંગ ન કરી શક્તી મહિલાઓએ હોબાળો મચાવ્યો હડતાળને કારણે સ્વિમિંગ ન કરી શકતા મહિલાઓએ અલગ-અલગ સ્વિમિંગ પૂલ પર હોબાળો મચાવ્યો હતો, જેના પગલે ઉચ્ચ અધિકારીઓને ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું. એક તરફ સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, ત્યારે આ પાર્ટ-ટાઇમ મહિલા કોચ છેલ્લા 18 થી 20 વર્ષથી સેવાઓ આપી રહી હોવા છતાં તેમને ફક્ત ₹ 9000 જેટલો નજીવો પગાર આપી શોષણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓને વારંવાર લેખિત-મૌખિક રજૂઆતો આ મહિલા કોચ છેલ્લા દસ વર્ષથી પગાર વધારા માટે સંઘર્ષ કરી રહી છે. તેમણે કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના જવાબદાર સભ્યો, મેયર અને લાગતા-વળગતા વિભાગના તમામ HODsને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તેમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા ગઈકાલથી તેમણે અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. આ ઘટના ખરેખર નિંદનીય અને મહિલાઓ માટે મોટી મોટી વાતો કરતી સરકાર અને કોર્પોરેશન માટે શરમજનક છે. 25 દિવસથી કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો નથી નોંધનીય છે કે, આ મહિલા કોચનો કોન્ટ્રાક્ટ દર છ મહિને રિન્યુ થાય છે, પરંતુ છેલ્લો કોન્ટ્રાક્ટ 6 મે, 2025 ના રોજ પૂરો થઈ ગયો હોવા છતાં, 25 દિવસથી તે રિન્યુ કરવામાં આવ્યો નથી. તેમ છતાં તમામ કોચ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અગાઉ, તંત્ર દ્વારા ટેન્ડર દ્વારા પ્રાઇવેટ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ટેન્ડરની શરતો મુજબ, ફૂલ-ટાઇમ અધિકારીને ₹ 36000, આસિસ્ટન્ટને ₹ 33000 અને પાર્ટ-ટાઇમ લેડીઝ કોચને ₹ 18000 નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા ફૂલ-ટાઇમ અધિકારીને ₹ 20000, આસિસ્ટન્ટને ₹ 18000 અને પાર્ટ-ટાઇમ લેડીઝ કોચને માત્ર ₹ 9000 જ ચૂકવવામાં આવતા હતા, જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારનો સ્પષ્ટ સંકેત આપે છે. અધિકારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી આ સંદર્ભે, તત્કાલીન કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં આઉટસોર્સિંગ ટેન્ડર મુદ્દે વિવિધ પ્રકારની ગેરરીતિઓના કારણે લકી મેનેજમેન્ટનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું. તફાવતની રકમ વસૂલ કરવા આદેશ આપવામાં આવ્યો હતો અને ચાર સિનિયર મોસ્ટ અધિકારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. 20 વર્ષની સેવાનો લાભ આપી કાયમી કરવા જોઈએ આ તમામ વિગતોને લઈને ગોમતીપુરના સિનિયર મ્યુનિસિપલ કાઉન્સિલર ઈકબાલ શેખ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે માંગણી કરી છે કે, છેલ્લા 20 વર્ષથી નજીવી રકમમાં સેવા આપતી પાર્ટ-ટાઇમ લેડીઝ કોચનો પગાર વધારવો જોઈએ. શક્ય હોય તો તેમને 20 વર્ષની સેવાનો લાભ આપી કાયમી કરવા જોઈએ અને દર વર્ષે પગારમાં વધારો પણ કરવો જોઈએ. આ ઉપરાંત, પ્રોવિડન્ટ ફંડ દર મહિને આપવો જોઈએ અને પેટ્રોલ એલાઉન્સ, કોસ્ચ્યુમ અને કેપની રકમ જે અગાઉ પ્રાઇવેટ એજન્સી દ્વારા આપવામાં આવતી હતી, તે નિયમો અનુસાર કોર્પોરેશન દ્વારા પણ આપવી જોઈએ. જેથી તેઓ પૂરા દિલથી શહેરના નાગરિકોની સેવા કરી શકે અને સરકારનો "બેટી બચાવો, બેટી પઢાવો" અને "મહિલા સશક્તિકરણ"નો અભિગમ સાર્થક થાય.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow