વ્યારામાં ઓપરેશન શિલ્ડની સિવિલ ડિફેન્સ મોકડ્રિલ:આતંકવાદી હુમલા અને યુદ્ધ જેવી સ્થિતિની તૈયારીઓની સમીક્ષા, 15 મિનિટ બ્લેકઆઉટ
ભારત સરકારના ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર તાપી જિલ્લામાં 'ઓપરેશન શિલ્ડ' નામની દ્વિતીય સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું. વ્યારા શહેરના ઝંડા ચોક ખાતે યોજાયેલી આ મોકડ્રિલમાં આતંકવાદી હુમલા અને યુદ્ધ જેવી તણાવભરી પરિસ્થિતિઓમાં લેવાના પગલાંની સમીક્ષા કરવામાં આવી. મોકડ્રિલ દરમિયાન પોલીસ વિભાગ, 108 એમ્બ્યુલન્સ ટીમ અને ફાયર વિભાગની ટીમોએ વિવિધ આપત્તિઓ સમયે કરવાની કામગીરીની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લીધી. જિલ્લામાં બે સ્થળોએ આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વ્યારા નગરપાલિકા વિસ્તારમાં રાત્રે 8:00 થી 8:15 કલાક દરમિયાન સ્વૈચ્છિક રીતે લાઈટો બંધ કરી બ્લેકઆઉટનું પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. આ મોકડ્રિલ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં તંત્રની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી.

What's Your Reaction?






