મનરેગામાં ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનના 3 જ દિવસમાં પડઘા:વેરાવળની બે એજન્સીએ ભરૂચમાં રોડ બનાવ્યા વગર બિલ પાસ કરાવ્યાં, સરકારે જ FIR નોંધાવી, 56 ગામમાં રૂ.7.30 કરોડનું કૌભાંડ

ગુજરાતના આદિવાસી પટ્ટામાં થયેલા મનરેગાકૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ છે. ત્રણ દિવસ પહેલાં દિવ્ય ભાસ્કરે ભરૂચ અને નર્મદા જિલ્લામાં મનરેગાનાં કામોમાં કોન્ટ્રેક્ટ એજન્સીઓએ કરેલા કૌભાંડનું ઇન્વેસ્ટિગેશન કરીને પર્દાફાશ કર્યો હતો. હવે આ કૌભાંડમાં ખુદ સરકારી અધિકારી ફરિયાદી બન્યા છે. ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં વેરાવળની એ જ બે કોન્ટ્રેક્ટ એજન્સી અને તેના માલિકોનાં નામ છે, જેમનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં થયો હતો. પીયૂષ નુકાણી અને જોધાભાઈ સભાડ સામે નામજોગ ફરિયાદ ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાસોટમાં તાલુકાનાં વિવિધ ગામડાંમાં પીયૂષ નુકાણીની એજન્સી શ્રી જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધાભાઈ સભાડની એજન્સી શ્રી મુરલીધર એન્ટરપ્રાઇઝને કોન્ટ્રેક્ટ મળ્યો હતો. એ મુજબ મનરેગા યોજના હેઠળનાં વિકાસકામોમાં આ એજન્સીઓએ માલ-સામાન પહોંચાડવાનો હતો, પરંતુ આ બંને એજન્સીએ માલ-સામાન પહોંચાડ્યા વગર જ કરોડો રૂપિયાનાં બિલ પાસ કરાવી લીધાં હતાં. પોલીસ ફરિયાદ પ્રમાણે આ એજન્સીઓએ 56 ગામમાં 7 કરોડ 30 લાખનું કૌભાંડ કર્યાનો આરોપ છે, જેની તપાસ થશે. સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો- DySP ડીવાયએસપી અનિલ સિસારાએ જણાવ્યું, આ એજન્સીઓનું મૂળ કામ રોડ બનાવવાનો સામાન પહોંચાડવનું હતું. પરંતુ એજન્સીઓએ સામાન આપવાની સાથે જ સરકારી કર્મચારીઓ સાથે મેળાપણું રચીને ગેરરીતિ કરી છે. ટેકનિકલ રિપોર્ટથી જાણવા મળ્યું કે રોડ બનાવવાનો માલસામાન હલકી ગુણવત્તાનો હતો. આ ઉપરાંત માનવશ્રમનો પણ યોગ્ય ઉપયોગ થયો નહતો. એજન્સીઓએ ખોટા બિલ બનાવીને સરકાર પાસેથી વધારાના રૂપિયા મેળવ્યા છે. એટલે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો છે. 3 જિલ્લામાં 1600 કિ.મી.ની મુસાફરી અને મોટો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરની ટીમ મનરેગાકૌભાંડનાં મૂળિયા શોધવા માટે દક્ષિણ ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ફરી. 1600 કિલોમીટરની આ સફર ખૂબ રોમાંચક અને ગુપ્ત હતી. અમે મજબૂત પુરાવારૂપે ડોક્યુમેન્ટ મેળવ્યા, પછી વિવિધ ગામડાંની મુલાકાત લીધી, સ્થળ તપાસ કરી. જેમ-જેમ અમે અલગ-અલગ વિસ્તારોમાં ફરતા ગયા એમ-એમ મનરેગાના નામે રૂપિયા છાપવાની આખી મોડસઓપરેન્ડી ખુલ્લી પડતી ગઈ. પોલીસ ફરિયાદમાં જે દાદાપોર, પુરસા વગેરે ગામોમાં થયેલી ગેરરીતિનો ઉલ્લેખ છે. દિવ્ય ભાસ્કરે પણ થોડા દિવસ અગાઉ આ તમામ ગામડાંમાં પહોંચીને ગ્રાઉન્ડ રિયાલિટી જાણી હતી. એ બાદ અધિકારીઓ પણ સફાળા જાગ્યા અને ફરિયાદ નોંધાવી. ભરૂચ-નર્મદા જિલ્લાનાં ગામડાંમાં મનરેગાકૌભાંડ અલગ-અલગ ત્રણેક રીતે કરાયું હતું. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં મનરેગાની ગેરરીતિમાં જે બે એજન્સીનાં નામ ખૂલ્યાં એ બંને ઘણા અંશે એકબીજા સાથે સંકળાયેલી છે, જેમ કે… ઇન્વેસ્ટિગેશન દરમિયાન દિવ્ય ભાસ્કરે પીયુષ નુકાણી અને જોધાભાઈ સભાડનો પણ મત જાણ્યો હતો. એ સમયે તેમણે જે-તે જિલ્લામાં કોન્ટ્રેક્ટ મળ્યો હોવાની કબૂલાત પણ કરી હતી, જોકે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યુ એ અરસામાં જ પીયૂષે પણ ભરૂચ અને નર્મદા જિલ્લામાં આંટાફેરા શરૂ કરીને ડેમેજ કંટ્રોલનો પ્રયાસ કર્યો હોવાનું સૂત્રોએ માહિતી આપી હતી. ભરૂચ અને નર્મદા જિલ્લાનાં વિવિધ ગામોમાં મનરેગાનાં કામમાં થયેલી ગેરરીતિ બાબતે ભાસ્કરનો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Jun 1, 2025 - 02:41
Jun 1, 2025 - 07:55
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow