મર્સિડીઝ સળગાવનારા બે આરોપી ઝડપાયા, એક મોડેલના પૂર્વ પ્રેમીનો મિત્ર:પૂર્વ પ્રેમીએ એસિડ-એટેકની ધમકી આપી, કહેલું- મારી નહીં તો કોઈની નહીં; મારી ગાડીઓમાં GPS પણ લગાવ્યું: મોડલ

સુરતના પોશ વિસ્તારમાં 29 મેના રોજ એક જાણીતી મોડેલની મર્સિડીઝને આગ ચાંપવાનો મામલો સામે આવ્યો હતો. આ કેસમાં હવે નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મોડેલે આ મામલે બે પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવી હતી. વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝને અજાણ્યા શખસો દ્વારા આગ ચાંપવાની અને અલથાણ પોલીસ સ્ટેશનમાં મિતેશ જૈન નામના વેપારીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના નામથી ફેક એકાઉન્ટ બનાવી તેના પર્સનલ ફોટો અપલોડ કરવાની ફરિયાદ કરી હતી. મર્સિડીઝને આગ ચાંપવા મામલે વેસુ પોલીસે ગણતરીના કલાકમાં વડોદરાથી મિતેશ જૈન અને તેના મિત્ર સચ્ચુ રાયને ઝડપી પાડ્યા છે. આ વિવાદ બાદ હવે મોડેલ મીડિયા સમક્ષ આવી છે. તેણે મર્સિડીઝ સળગાવવાનો આક્ષેપ એક્સ બોયફ્રેન્ડ મિતેશ જૈન પર કર્યો છે. માત્ર એટલું જ નહીં, કારમાં GPS લગાવવાથી લઈ એસિડ-એટેકની ધમકી આપી હોવાના આક્ષેપો કર્યા છે. આ પણ વાંચો: મોડેલની મર્સિડીઝ સળગાવવાનો કેસ શું છે? '2017માં દોસ્તી થઈ ને 2024માં રેપનો કેસ કર્યો' મોડેલે મિતેશ જૈન પર ગંભીર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે 2017માં અમારી દોસ્તીની શરૂઆત થઈ હતી. તે પરિણીત હોવાનું તેણે જણાવ્યું નહોતું. 2018માં તે પરિણીત હોવાની મને જાણ થઈ હતી. જેથી મેં આ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તે સંબંધનો અંત લાવવા માગતો નહોતો, એટલે તે હેરાન કરવા લાગ્યો, જેને કારણે મેં તેના પર 2024માં રેપની ફરિયાદ કરી હતી. ત્યારથી લઈ આજ સુધી તેણે મને અને મારા પરિવારને બ્લેકમેઇલિંગ કરવાનું તથા મારો પીછો કરવાનું ચાલું રાખ્યું છે. 'મિતેશ દર બે મહિને મારી ગાડીઓમાં GPS લગાવતો રહ્યો છે' 'તમામ ગાડીમાં ટ્રેકિંગ ડિવાઇસ લગાવે છે. ગાડીઓમાં આગ લગાવવાના પ્રયાસો કર્યા છે. મિતેશ દર બે મહિને મારી ગાડીઓમાં GPS લગાવતો રહ્યો છે. અમારી પહેલી ગાડી હોન્ડા સિટી પર પથ્થર ફેંકાવી હુમલો કરાવ્યો હતો. જ્યારે મારા જીજાજીની ગાડીમાં પણ આગ લગાવી હતી. ત્યાર બાદ મારી મર્સિડીઝમાં પણ આગ લગાવી દીધી. ઘરની બે ગાડીમાં પણ કાલે ડિવાઇસ મળ્યાં છે'. મોડેલ આગળ કહે છે કે... મને અને મારા પરિવારને હેરાન કરી રહ્યો છે. મને ધમકી આપે છે કે તું મારી નહીં રહે તો હું તને કોઈની થવા નહીં દઉં. તને ઘમંડ છે તો હું તારા પર એસિડ-એટેક કરાવી દઇશ. એકવાર વીકેન્ડમાં મારા મિત્રો સાથે બેઠી હતી ત્યારે તે ગન લઈને આવ્યો હતો અને ગનથી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. અમે બચાવ માટે ગન ઝૂંટવવાનો પ્રયાસ કર્યો તો તેમાંથી ફાયરિંગ થઈ ગયું હતું. તેણે મારવાની ધમકી પણ આપી હતી. મારા અને પરિવાર પર જીવનું જોખમ છે. મોડેલનું ફેક આઇડી બનાવી અંગત ફોટો પોસ્ટ કર્યા અલથાણ પોલીસ મથકે નોંધાવેલી બીજી ફરિયાદ અનુસાર, મિતેશ જૈને ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું, જેમાં તેમના અગાઉના અંગત ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા. મોડેલે આ ઘટનાને પીડાદાયક અને માનસિક રીતે તોડી નાખે એવી ગણાવી છે. ફોરેન્સિક તપાસ ચાલુ હાલમાં વેસુ પોલીસ મથક તથા અલથાણ પોલીસ બંને ઘટનાસ્થળો પરની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એનાલિસિસ અને મોડેલના તમામ આરોપોની સઘન તપાસમાં લાગી ગઈ છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે સ્પષ્ટ કર્યું છે કે બંને પોલીસ ટીમ ગંભીરતાથી સંબંધિત તમામ વ્યક્તિની ભૂમિકાની છણાવટ કરી રહી છે. ફોરેન્સિક મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી ગુનો સાબિત થાય. મોં પર રૂમાલ બાંધી મર્સિડીઝ પર જ્વલનશીલ પદાર્થ રેડી આગ ચાંપી આ પહેલાં ગેલ કોલોની નજીક એક સોસાયટીમાં મોડેલે પોતાની મર્સિડીઝ પાર્કિંગમાં ઊભી રાખી હતી. આ દરમિયાન રાત્રે લગભગ 8:30 વાગ્યે મોપેડ પર બે લોકો આવ્યા હતા, જેમાંથી એકના મોઢે રૂમાલ બાંધેલો હતો. ત્યાર બાદ જ્વલીનશીલ પદાર્થની બોટલ કાર પર ઠાલવી આગ ચાંપી દીધી હતી. પોલીસે બે આરોપીઓને વડોદરાથી ઝડપી પાડ્યા સુરતમાં મર્સિડીઝ સળગાવવાના ગુનાના બે આરોપી મિતેષ જૈન અને સચ્ચુ રાયને વડોદરાની સયાજીગંજ પોલીસે એપેક્ષ હોટલમાં ઝડપી પાડ્યા હતા. એપ્રિલમાં વેપારીની પત્નીએ પણ મોડેલ સામે ફરિયાદ કરી હતી ગત 22 એપ્રિલે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પત્નીના નામે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ એકાઉન્ટ બનાવવામાં આવ્યાં હતાં. વેપારીની પત્નીએ મોડેલ પર સોશિયલ મીડિયા મારફત ચરિત્રહનન કર્યાનો ગંભીર આક્ષેપ કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર વેપારીની પત્ની તથા તેના પતિ મિતેશના ફોટો સાથે સોશિયલ મીડિયામાં બીભત્સ પોસ્ટ કરી મોડેલે ત્રણ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફત વાઇરલ કર્યા હતા. મોડેલના જીજાજીની કાર પણ બે વ્યક્તિએ સળગાવી હતી, ત્રણેય કેસની તપાસ ચાલુ : ડીસીપી સમગ્ર મામલે ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે હાલમાં વેસુ પોલીસ CCTVના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. આગ ચાંપનાર યુવકની ઓળખ કરવા ટેક્નિકલ સોર્સિસ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના પાછળ શંકાસ્પદ એજન્ડા કે જૂની અદાવત છે કે નહીં એ બાબતે પોલીસ તપાસમાં લાગી છે. આ જ રીતે મોડેલના જીજાની પણ કાર બે અજાણી વ્યક્તિ દ્વારા સળગાવવામાં આવી હતી.. બન્ને ઘટનાની તપાસ ચાલુ છે, સાથે મોડેલે આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે કે જ્યારે તેમના સંબંધ હતા ત્યારના ફોટો ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને અપલોડ કરવામાં આવ્યા છે. ત્રણેય કેસની તપાસ કરવામાં આવી રહી છે. મોડેલે અગાઉ મિતેશ જૈન પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી, જોકે હાઇકોર્ટમાં તેના નિવેદન પર ક્વોશિંગની પ્રક્રિયા થઈ હતી.

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow