''ચુનરી ચુનરી' કોઈ મહાન ગીત નથી':સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ હૈયાવરાળ ઠાલવી, કહ્યું, 'ગીતના રીમેક અંગે મને કોઈએ પૂછ્યું નથી'

વરુણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર ટૂંક સમયમાં ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ'માં જોવા મળશે. આ ફિલ્મમાં 'બીવી નંબર 1'નું ગીત 'ચુનરી ચુનરી'નું રીમેક કરવામાં આવી પહ્યું છે, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન, ઑરિજનલ ગીતના સિંગર અભિજીત ભટ્ટાચાર્ય તરફથી એક નિવેદન આવ્યું છે. તેનું કહેવાનું છે કે, કોઇએ તેને જણાવ્યું નથી કે ગીતનું રીમેક બની રહ્યું છે. એચટી સિટી (અખબાર) સાથે વાત કરતા અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું, 'ફિલ્મના ડિરેક્ટર, મ્યૂઝિક કમ્પોઝર કે અન્ય કોઈ વ્યક્તિએ મને નથી જણાવ્યું કે આ ગીતનું રીમેક બનાવી રહ્યા છે. કહેવાની હિંમત પણ નહીં કરી શકે. આમ તો મારા માટે 'ચુનરી ચુનરી' ગીત ક્યારેય કોઈ મહાન ગીત નથી રહ્યું. આ એવા ગીતોમાંનું એક હતું જેને બસ 'જલ્દી ગાવ અને સ્ટૂડિયોમાંથી ભાગો' વાળા અંદાજમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. હું આ ગીતને ક્યારેય મારા શ્રેષ્ઠ ગીતોમાં ગણતો નથી. આ એવું ગીત હતું જેમાં મેકર્સ ઈચ્છતા હતા કે કોઈ પણ રીતે આના શબ્દો હિટ થઈ જાય.' અભિજીતે ઉમેર્યું, 'છેલ્લા 25 વર્ષથી હું આ ગીતને ફંક્શન અને પાર્ટીઓમાં વાગતું સાંભળું છું અને દર વખતે મને આશ્ચર્ય થાય છે કે આ ગીતમાં શું ખાસ છે? મેં તે ક્યારે ગાયું હતું તે વિશે મને કંઈ ખાસ યાદ નથી પરંતુ હવે એ સમજી શકાય છે કે, આ ગીત ચાહકો માટે આઇકોનિક બની ગયું છે.' 'મને આવી નાની-નાની વાતોથી કોઈ ફરક પડતો નથી. હું આ બાબતો પર બહુ ધ્યાન આપતો નથી. બજારમાં મોટાભાગે નકલી વસ્તુઓ વધુ વેચાય છે પરંતુ ફક્ત બુદ્ધિશાળી લોકો જ વાસ્તવિક વસ્તુઓની કિંમત જાણે છે. હું આવી નાની અને નકામી વાતોમાં નથી પડતો.' ઑરિજનલ ગીત અનુ મલિકે લખ્યું હતું ઑરિજનલ ગીત અનુ મલિકે લખ્યું હતું અને અનુરાધા શ્રીરામે અભિજીત સાથે મળીને ગાયું હતું. તે સલમાન ખાન અને સુષ્મિતા સેન પર ફિલ્માવવામાં આવ્યું હતું. ફિલ્મ 'બીવી નંબર 1'નું ડિરેક્શન ડેવિડ ધવને કર્યું હતું, જેમણે 'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ'નું પણ ડિરેક્શન કર્યું છે. આ ઉપરાંત, ફિલ્મનું ટાઇટલ પણ 'બીવી નંબર 1'ના 'ઇશ્ક સોના હૈ' ગીતના શબ્દોથી પ્રેરિત છે. , વરુણની ફિલ્મમાં સલમાનનું આઈકોનિક 'ચુનરી ચુનરી'નું રિમેક, લીક થયેલા ફૂટેજ જોઈ યુઝર્સ ગુસ્સે ભરાયા વરુણ ધવનની આગામી ફિલ્મ 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' ફિલ્મને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ દરમિયાન, બીજો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વરુણ, પૂજા અને મૃણાલ ફિલ્મ 'બીવી નંબર 1' ના ફેમસ સોન્ગ 'ચુનરી ચુનરી' પર ડાન્સ કરતા જોવા મળે છે. જોકે, આ વીડિયો જોયા પછી ઘણા યુઝર્સ ગુસ્સે થઈ ગયા. તેમનું કહેવું છે કે 90ના દાયકાના ક્લાસિક ગીતોને ફરીથી બનાવીને તેનો નાશ કરવામાં આવી રહ્યો છે.​​​​ સંપુર્ણ સમાચાર વાંચો...​​​

Jun 1, 2025 - 02:43
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow