ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ:નિફટી ફ્યુચર 25008 પોઈન્ટ અતિ મહત્વની સપાટી ગણી શકાય
કોર્પોરેટ ઈન્ડિયાના જૂન 2025ના અંતના ત્રિમાસિક પરિણામો પડાકરજનક પરિસ્થિતિ વચ્ચે સાધારણથી નબળા આવી રહ્યા હોવાની સામે ચોમાસાની સારી પ્રગતિ અને ટેરિફ મામલે પોઝિટીવ સંકેતે આજે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપીયન યુનિયન પર 15% ટેરિફ સાથે ટ્રેડ ડિલ કર્યા બાદ હવે અન્ય દેશો સાથે પણ 15% થી 20%ની રેન્જમાં ટ્રેડ ડિલ કરવાની તૈયારીમાં હોવાના અને ભારત સાથે પણ પોઝિટીવ ટ્રેડ ડિલની શકયતાએ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો. અમેરિકામાં આવનારા સમયમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે એવી શક્યતાને કારણે વૈશ્વિક શેરબજારોમાં સકારાત્મક ભાવનાનું માહોલ સર્જાયો હતો, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો... અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિની બેઠક પૂર્વે ભારત - અમેરિકા વેપાર કરાર અંગે અનિશ્ચિતતાને કારણે બુધવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવવા 50 દિવસના આપેલા સમયમાં ઘટાડો કરવાની આપેલી ચીમકી બાદ રશિયા પર વધુ સખતાઈ લાવવાના અમેરિકાના પ્રમુખના સંકેતે ક્રુડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સેક્ટર મુવમેન્ટ... બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.17% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.17% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, સર્વિસીસ, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, ઓઈલ એન્ડ ગેસ, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં ઘટાડો જોવા માળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4158 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1968 અને વધનારની સંખ્યા 2030 રહી હતી, 160 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 7 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે લાર્સન લિ. 4.87%, સન ફાર્મા 1.41%, એનટીપીસી 1.26%, મારુતિ સુઝુકી 1.19%, ભારતી એરટેલ 0.87%, ટ્રેન્ટ લિ. 0.83%, એક્સિસ બેન્ક 0.63% મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર 0.62% અને એશિયન પેઈન્ટ્સ 0.56% વધ્યા હતા, જ્યારે ટાતા મોટર્સ 3.47%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.38% ઈટર્નલ લિ. 0.93%, બજાજ ફિનસર્વ 0.73%, હિંદુસ્તાન યુનિલિવર 0.68% કોટક બેન્ક 0.67%, રિલાયન્સ 0.57%, બીઈએલ 0.50% અને આઈસીઆઈસીઆઈ બેન્ક 0.31% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 4.38 લાખ કરોડ વધીને 452.24 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 15 કંપનીઓ વધી અને 15 કંપનીઓ ઘટી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ... ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ બજારની ભાવિ દિશા... મિત્રો, ઇક્વિટી બજારમાં વધેલી અસ્થિરતાને કારણે ઇક્વિટી સ્કીમોનું આકર્ષણ મહદ અંશે ઘટી રહ્યું છે. તેના કારણે કેલેન્ડર વર્ષ 2025માં મ્યુચ્યુઅલ ફંડો સાથે નવા રોકાણકારોના જોડાણની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી ગઈ છે. વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં યુનિક મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યામાં માત્ર 5.2% નો વધારો થયો હતો, જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં તેમાં લગભગ 12%નો વધારો થયો હતો. રોકાણકારોના જોડાણની ગતિ મોટાભાગે શેરબજારના પ્રદર્શન સાથે સંબંધિત છે. સપ્ટેમ્બર 2024 પછીના તીવ્ર ઘટાડાએ શેરબજારનું સેન્ટીમેન્ટ નબળું પાડતા આ વર્ષે રોકાણકારોના જોડાણમાં ઘટાડો થયો છે. ન્યૂ ફંડ ઓફરિંગ (એનએફઓ) પણ નવા રોકાણકારો ઉમેરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ આ સેગમેન્ટમાં પણ મંદી જોવા મળી છે. વર્ષ 2025ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મ્યુચ્યુઅલ ફંડોએ 25 એક્ટિવ ઇક્વિટી સ્કીમો શરૂ કરી છે, જે 2024ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 30 હતી. એનએફઓ કલેક્શન આ સમયગાળામાં રૂ.37885 કરોડથી ઘટીને રૂ.10690 કરોડ થયું છે. મંદીના કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઘટાડો થયો છે અને નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેમ છતાં હાલના રિટેલ રોકાણકારોની ભાગીદારી મજબૂત રહી છે અને આગામી સમયમાં મજબૂતી અકબંધ રહેશે તેવી બજાર નિષ્ણાંતોને અપેક્ષા છે.

What's Your Reaction?






