શોપિંગ એપ Myntra સામે ₹1654 કરોડની છેતરપિંડીનો કેસ:EDએ વિદેશી રોકાણના દુરુપયોગનો આરોપ લગાવ્યો, નાણાકીય રેકોર્ડની તપાસ શરૂ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Myntra અને તેના સહયોગીઓ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન બદલ કેસ નોંધ્યો છે. આ કેસ લગભગ 1,654 કરોડ રૂપિયાના ફોરેન એક્સચેન્જ ઉલ્લંઘન સાથે સંબંધિત છે. EDને માહિતી મળી હતી કે મેસર્સ Myntra ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહયોગી કંપનીઓ હોલસેલ કેશ એન્ડ કેરીના નામે મલ્ટી-બ્રાન્ડ રિટેલ બિઝનેસ કરી રહી છે. આ વિદેશી રોકાણ (FDI) નીતિની વિરુદ્ધ છે. સૂત્રો કહે છે કે EDએ કંપનીના કેટલાક દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડની પણ તપાસ શરૂ કરી છે. એ જોવામાં આવી રહ્યું છે કે Myntra એ વિદેશી ભંડોળનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો કે નિયમોને બાયપાસ કર્યા હતા. શું છે FEMA એક્ટ? FEMA હેઠળ, એ વાત પર નજર રાખવામાં આવે છે કે કોઈ કંપની કે વ્યક્તિ વિદેશી નાણાંનો દુરુપયોગ ન કરે, જેમ કે મની લોન્ડરિંગ અથવા કરચોરી. તે વિદેશી રોકાણ અને વેપારને સરળ બનાવે છે, પરંતુ તેને નિયમોના દાયરામાં રાખે છે. FEMA ભારતમાં તમામ વિદેશી વિનિમય વ્યવહારો માટેની પ્રક્રિયાઓની રૂપરેખા આપે છે. આ કાયદા હેઠળ, EDને વિદેશી વિનિમય કાયદા અને નિયમોના શંકાસ્પદ ઉલ્લંઘનની તપાસ કરવાની, ઉલ્લંઘન કરનારાઓ સામે પગલાં લેવાની અને તેમના પર દંડ લાદવાની જવાબદારી સોંપવામાં આવી છે. ફ્લિપકાર્ટ Myntraની પેરેન્ટ કંપની ફ્લિપકાર્ટ Myntraની પેરેન્ટ કંપની છે. 2014માં Myntraને ફ્લિપકાર્ટ દ્વારા 2,000 કરોડ રૂપિયામાં ખરીદી લેવામાં આવી હતી. જ્યારે ફ્લિપકાર્ટએ Myntra ખરીદી હતી, ત્યારે તેની પાસે 1,000 બ્રાન્ડની કુલ 150,00 પ્રોડક્ટ હતી. કંપનીનું માળખું બદલાયું નથી, તે હજુ પણ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. Myntra પાસે 4 કરોડ ટ્રાન્જેક્શન કરવાવાળા કસ્ટમર્સ Myntra પાસે મજબૂત યુઝર બેઝ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની પાસે લગભગ 4 કરોડ ગ્રાહકો છે જે વ્યવહાર કરે છે. નાણાકીય વર્ષ 2021-22માં Myntraની કામગીરીમાંથી આવક રૂ. 3,501 કરોડ હતી. નાણાકીય વર્ષ 2023માં, તે વાર્ષિક ધોરણે 25% વધીને રૂ. 4,375 કરોડ થઈ ગઈ.

What's Your Reaction?






