ચોમાસામાં આ વસ્તુઓ ખાશો તો બીમારીના ભરડામાં આવી જશો:જાણો ઊર્જાવાન રહેવા માટે શું કરવું, આ 4 પ્રકારના ફૂડ્સ તમને હેલ્ધી રાખશે
ઝરમર વરસાદ વરસતા જ આપણે ભજીયા, દાળવડાં, મન્ચુરિયન સહિતના તળેલાં અને સ્ટ્રીટ ફૂડ્સ ખાવાનું મન થઈ જાય છે. ત્યારે વાતાવરણમાં બદલાવથી ગરમીથી તો રાહત મળી જાય છે, પણ ભારે ખોરાક આરોગી લેવાથી અનેક બીમારીઓના ભરડામાં આવી શકાય છે. હવામાં ભેજ વધવાથી અને તાપમાનમાં વધઘટ થવાથી, આ સમય દરમિયાન વાયરલ તાવ, શરદી, પેટમાં દુખાવો, ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. તેનું સાચું કારણ આપણી નબળી પડતી રોગપ્રતિકારક શક્તિ છે. જો સમયસર ખોરાક પર ધ્યાન આપવામાં ન આવે તો, એક નાનો ચેપ પણ મોટી સમસ્યા બની શકે છે. તેથી, આ ઋતુમાં એવું કંઈક ખાવું જરૂરી છે, જે કુદરતી, પચવામાં સરળ અને શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે. તો ચાલો, આજના 'કામના સમાચાર'માં જાણીએ કે ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે મજબૂત કરવી? સાથે જ આપણે એ પણ જાણીશું કે- નિષ્ણાત: અમૃતા મિશ્રા, સિનિયર ડાયટિશિયન, નવી દિલ્હી પ્રશ્ન- બદલાતા હવામાનની આપણી રોગપ્રતિકારક શક્તિ પર શું અસર પડે છે? જવાબ- ચોમાસામાં ઘટતા તાપમાન અને વધતા ભેજને કારણે શરીરનું ચયાપચય (મેટાબોલીઝમ) ધીમું પડી જાય છે. એટલે કે ખોરાકના પાચનની ગતિ ઓછી થઈ જાય છે. પરિણામે, શરીરને જેટલી ઊર્જા જોઈએ, તેટલી મળતી નથી. તેનાથી થાક, ભારેપણું, ગેસ, અપચો અને ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થાય છે. નબળા ચયાપચયની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ પર પણ પડે છે, જેના કારણે શરીરમાં ઝડપથી ચેપ લાગી શકે છે. ઉપરાંત આ ઋતુમાં બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી વધે છે, જે સરળતાથી ચેપ ફેલાવે છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે થોડી બેદરકારીને કારણે શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અથવા ત્વચાની એલર્જી જેવી સમસ્યાઓ ઝડપથી થઈ શકે છે. પ્રશ્ન- ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કયા ખોરાક ફાયદાકારક છે? જવાબ- કેટલાક ફળો, શાકભાજી, અનાજ, કઠોળ અને ડ્રાયફ્રુટ્સ (સુકામેવા) એવા છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ખાસ ભૂમિકા ભજવે છે. તેમાં જરૂરી વિટામિન, ખનિજો (મિનરલ્સ), એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર હોય છે. તે શરીરને અંદરથી શક્તિ આપે છે અને બીમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. તેમને રોજિંદા આહારમાં સામેલ કરવાથી ન માત્ર પાચન સારું રહે છે, પરંતુ બદલાતી ઋતુઓને કારણે થતી શરદી, તાવ અને પેટની સમસ્યાઓથી પણ રક્ષણ મળે છે. નીચે આપેલા ગ્રાફિકથી સમજીએ- પ્રશ્ન- આ ફૂડ્સને ડાયટમાં લેવાની સાચી રીત કઈ છે? જવાબ- ચોમાસામાં ખોરાક લેવો જેટલો મહત્વપૂર્ણ છે, તેટલો જ તેને યોગ્ય રીતે ખાવો પણ જરૂરી છે. ભેજ અને ગરમીને કારણે આ ઋતુમાં ખોરાકમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે. તેથી, દરેક વસ્તુને સ્વચ્છ અને સુપાચ્ય બનાવીને ખાવી જોઈએ. પ્રશ્ન- ચોમાસા દરમિયાન કયા ખોરાક ટાળવા જોઈએ? જવાબ- ચોમાસા દરમિયાન ખાવા-પીવા પ્રત્યે થોડી બેદરકારી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક બની શકે છે. આ ઋતુમાં ભેજ અને ગંદકીને કારણે ખાદ્ય પદાર્થો ઝડપથી બગડે છે અને તેમાં હાનિકારક બેક્ટેરિયા વધવા લાગે છે. આવી સ્થિતિમાં, કેટલીક વસ્તુઓ ખાવાથી ન માત્ર પાચનક્રિયા બગડી શકે છે, પરંતુ ફૂડ પોઈઝનિંગ અને ચેપ (ઇન્ફેક્શન)નું જોખમ પણ વધી શકે છે. તેથી, આ ઋતુમાં કયા ખોરાકથી દૂર રહેવું યોગ્ય છે, તે સમજવું પણ જરૂરી છે. પ્રશ્ન: બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે કઈ ખાસ કાળજી લેવી જોઈએ? જવાબ- બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય લોકો કરતાં નબળી હોય છે, તેથી ચોમાસા દરમિયાન તેમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે નીચે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવું જોઈએ. બાળકો માટે વૃદ્ધો માટે પ્રશ્ન: યોગ્ય ખોરાક ખાવા સિવાય કઈ ટેવો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે? જવાબ- ફક્ત સારો ખોરાક જ નહીં, પરંતુ કેટલીક રોજિંદી ટેવો પણ આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ કે-

What's Your Reaction?






