બિહારમાં ચૂંટણી માથે આવી ને નેતાનું જ પત્તું કપાઈ ગયું:તેજસ્વી યાદવે કહ્યું, મારું અને પત્નીનું નામ મતદારયાદીમાં નથી; ચૂંટણીપંચે કહ્યું, ધ્યાનથી જુઓ
વિપક્ષના નેતા તેજસ્વી યાદવનું નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. તેજસ્વી યાદવે શનિવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં પોતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, 'BLOએ આવીને અમારી ચકાસણી કરી છતાં નામ મતદારયાદીમાં નથી.' જ્યારે ભાસ્કરે પૂછ્યું કે તેમની પત્નીનું મતદાર ઓળખપત્ર બન્યું છે કે નહીં. ત્યારે તેમણે કહ્યું, 'જ્યારે મેં નથી બનાવ્યું તો મારી પત્નીનું કેવી રીતે બનશે.' તેમણે કમિશનને પણ પૂછ્યું, 'હવે હું ચૂંટણી કેવી રીતે લડીશ?' તેજસ્વી યાદવે પ્રેસ-કોન્ફરન્સમાં પોતાનું મતદાર ઓળખપત્ર જાહેર કર્યું. તેમણે મતદારયાદીમાં પોતાનું નામ જોવા માટે EPIC નંબર દાખલ કર્યો, જેના પરિણામમાં લખ્યું હતું- કોઈ રેકોર્ડ મળ્યો નથી. તેજસ્વીએ સ્ક્રીન પર આ સમગ્ર પ્રક્રિયા બતાવી, જોકે પટનાના DM એસએન ત્યાગરાજને તેજસ્વીના દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે બૂથ યાદી જાહેર કરી છે, જેમાં તેજસ્વી યાદવનું નામ અને તેમનો ફોટો 416 નંબર પર છે. ડીએમએ જણાવ્યું હતું કે 'કેટલાંક સમાચાર માધ્યમોમાંથી જાણવા મળ્યું છે કે તેજસ્વી પ્રસાદ યાદવનું નામ ખાસ સઘન સુધારણાના ડ્રાફ્ટ મતદારયાદીમાં નથી. આ સંદર્ભમાં પટના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે વિરોધપક્ષના નેતાનું નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નોંધાયેલું છે.' 'હાલમાં તેમનું નામ બિહાર એનિમલ સાયન્સ યુનિવર્સિટીના મતદાન મથક નંબર 204, લાઇબ્રેરી બિલ્ડિંગ, સિરિયલ નંબર 416 પર નોંધાયેલું છે. અગાઉ તેમનું નામ બિહાર એનિમલ સાયન્સ યુનિવર્સિટીના મતદાન મથક નંબર 171, લાઇબ્રેરી બિલ્ડિંગ, સિરિયલ નંબર 481 પર નોંધાયેલું હતું.' તેજસ્વીએ કહ્યું- જેમનાં નામ કાઢી નાખ્યાં તેમની માહિતી આપવામાં આવી નથી ચૂંટણીપંચની નવી મતદારયાદી પર સવાલ ઉઠાવતાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું, 'લગભગ દરેક વિધાનસભામાંથી 20થી 30 હજાર નામ કાઢી નાખવામાં આવ્યાં છે. લગભગ 65 લાખ મતદારો એટલે કે કુલ મતદારોના લગભગ 8.5% નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે.' 'જ્યારે પણ ચૂંટણીપંચ કોઈ જાહેરાત આપતું હતું ત્યારે ઉલ્લેખ કરવામાં આવતો હતો કે ઘણા લોકો સ્થળાંતરિત થયા છે, ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકોનાં ડુપ્લિકેટ નામ છે, પરંતુ ચૂંટણીપંચ દ્વારા અમને આપવામાં આવેલી યાદીમાં તેમણે ચાલાકીપૂર્વક કોઈપણ મતદારનું સરનામું આપ્યું નથી.' '2 ગુજરાતી જે કહેશે એ આયોગ કરશે' તેજસ્વી યાદવે કહ્યું, 'ચૂંટણીપંચ ગોટાળા કરી રહ્યું છે. એ એક ગોદી કમિશન બની ગયું છે. આ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યું હતું. પંચે અમારી માગણીઓ સાંભળી નહીં.' 'સુપ્રીમ કોર્ટના સૂચનને પણ અવગણવામાં આવ્યું. અમે શરૂઆતથી જ કહ્યું હતું કે ગરીબોનાં નામ કાઢી નાખવામાં આવશે. ચૂંટણીપંચે પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.' કમિશન પોતાના શબ્દો પર પાછું ફરી ગયું. એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકોનાં નામ કાઢી નાખવામાં આવશે તેમનાં નામોની માહિતી પૂરી પાડવામાં આવશે. આ માહિતી ચૂંટણીપંચ દ્વારા રાજકીય પક્ષોને આપવાની હતી. શુક્રવારે મહાગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણીપંચ પાસે ગયું, પરંતુ કોઈ માહિતી આપવામાં આવી નહીં. તેજસ્વીએ વધુમાં કહ્યું હતું કે '2 ગુજરાતી જે કહે એ ચૂંટણીપંચ કરશે.' તેજસ્વીનો ચૂંટણીપંચને પડકાર તેજશ્વીએ કહ્યું, 'જો ચૂંટણીપંચે 65 લાખ લોકોનાં નામ કાઢી નાખ્યાં છે તો શું તેમને કમિશન દ્વારા કોઈ નોટિસ જારી કરવામાં આવી હતી? શું ચૂંટણીપંચે તેમને સમય આપ્યો હતો? ચૂંટણીપંચ લક્ષ્યાંકિત કાર્ય કરી રહ્યું છે.' '65 લાખ લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ બાબતમાં સ્વતઃ નોંધ લેવી જોઈએ અને ચૂંટણીપંચ પાસેથી જવાબ માગવો જોઈએ. આ પ્રક્રિયામાં મોટે પાયે ગોટાળા થયા છે.' 'હું મુખ્ય ચૂંટણી કમિશનરને પડકાર ફેંકું છું કે જો તમારામાં હિંમત હોય તો તમારે બૂથવાર ડેટા આપવો જોઈએ અને જે લોકોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે તેમને શા માટે કાઢી નાખવામાં આવ્યા છે એ જણાવવું જોઈએ. મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પર નિયુક્ત થયેલા જ્ઞાનેશ કુમાર ગુપ્તા પાસેથી અમે જાણવા માગીએ છીએ કે તેઓ પારદર્શિતા કેમ જાળવી રાખતા નથી.' 65 લાખ મતદારનાં નામ કાઢી નાખવામાં આવ્યાં ચૂંટણીપંચે બિહારમાં મહિનાભર ચાલેલા સઘન સુધારણા અભિયાન (SIR) એટલે કે મતદાર ચકાસણીના પ્રથમ તબક્કાનો ડેટા જાહેર કર્યો છે. ડ્રાફ્ટ મતદારયાદી અનુસાર, બિહારની નવી મતદારયાદીમાંથી 65 લાખ 64 હજાર મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટ મતદારયાદીમાં 7 કરોડ 24 લાખ 5 હજાર 756 લોકોનાં નામ છે. અગાઉ આ આંકડો 7 કરોડ 89 લાખ હતો. 1 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા ડેટામાં કમિશને કહ્યું છે કે '22 લાખ 34 હજાર મતદારો મૃત્યુ પામ્યા છે, 36 લાખ 28 હજાર મતદારો કાયમી ધોરણે અન્ય જગ્યાએ સ્થળાંતરિત થયા છે. એ જ સમયે બે સ્થળે 7 લાખ 1 હજાર મતદારોનાં નામ નોંધાયાં હતાં. આ કારણે આ લોકોનાં નામ દૂર કરવામાં આવ્યા છે.' ચૂંટણીપંચના આંકડા મુજબ, મુસ્લિમ બહુમતી ધરાવતા સીમાંચલ અને દરભંગાના 4 જિલ્લામાં 9 લાખ 65 હજાર મતદારનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. જ્યારે NDAનો મજબૂત કિલ્લો ગણાતા તિરુટના 6 જિલ્લા અને દરભંગાના 3 જિલ્લામાં 21 લાખ 29 હજાર મતદારનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. એ જ સમયે પટના અને મગધ કમિશનરેટના 11 જિલ્લામાં 16 લાખ 57 હજાર મતદારનાં નામ યાદીમાં નથી, જે મહાગઠબંધનના મજબૂત વિસ્તારો છે. મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં પટનામાં સૌથી વધુ નામો કાઢવામાં આવ્યાં જો આપણે એવા જિલ્લાઓની વાત કરીએ, જ્યાં સૌથી વધુ મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે, તો પટનામાં 3 લાખ 95 હજાર અને સૌથી ઓછા 26 હજાર મતદારનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોની વાત કરીએ તો કિશનગંજમાં સૌથી વધુ મુસ્લિમ વસતિ 68% છે. કટિહારમાં 43% મુસ્લિમ વસતિ છે, અરરિયામાં 42% મુસ્લિમ વસતિ છે, પૂર્ણિયામાં 38% મુસ્લિમ વસતિ છે અને દરભંગામાં 25% મુસ્લિમ વસતિ છે. જો આપણે વિધાનસભા મુજબના આંકડાઓની વાત કરીએ તો કિશનગંજ વિધાનસભા મતવિસ્તારમાં ડ્રાફ્ટ યાદીમાંથી સૌથી વધુ 49,340 મતદારનાં નામ કાઢી નાખવામાં આવ્

What's Your Reaction?






