71મા નેશનલ એવોર્ડની જાહેરાત:શાહરુખને પહેલો નેશનલ અવૉર્ડ, બેસ્ટ એક્ટ્રેસ રાની મુખર્જી, બેસ્ટ ગુજરાતી ફિલ્મ 'વશ', જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો અવૉર્ડ
શુક્રવારે દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. શાહરુખ ખાનને ફિલ્મ 'જવાન' માટે અને વિક્રાંત મેસીને '12મી ફેલ' માટે સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાની મુખર્જીને ફિલ્મ 'મિસેઝ ચેટર્જી વર્સિસ નોર્વે' માટે શ્રેષ્ઠ એક્ટ્રેસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. શાહરૂખ ખાન, વિક્રાંત મેસી અને રાની મુખર્જીને પહેલીવાર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. 'કટહલ'ને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. હિન્દી ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ'ને બેસ્ટ ડાયલોગ પુરસ્કાર મળ્યો છે. આ ફિલ્મના સંવાદો દીપક કિંગરાની દ્વારા લખવામાં આવ્યા છે. નેશનલ એવોર્ડની શરૂઆત ક્યારથી થઈ રાષ્ટ્રીય સ્તરે ફિલ્મઉદ્યોગને લગતા સન્માન આપવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 1954માં નેશનલ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. એનો પાયો ભારતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે નખાયો હતો. નેશનલ એવોર્ડનો પ્રથમ સમારોહ 10 ઓક્ટોબર 1954ના રોજ યોજાયો હતો, જેમાં મરાઠી ફિલ્મ ‘શ્યામચી આઇ’ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ શ્રેણીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.

What's Your Reaction?






