સટ્ટાબાજીની કુટેવથી અરબાઝનું જીવન ડામાડોળ થયું:મલાઇકા સાથે છૂટાછેડા બાદ નવી ગર્લફ્રેન્ડ બનાવી, ચાર વર્ષમાં કંટાળી ગયો; અંતે 23 વર્ષ નાની શૂરાને પરણ્યો
'ભાઈજાન'નો ભાઈ અરબાઝ ખાન પોતાના એક્ટિંગ કરિયર કરતાં પણ વધુ પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહ્યો છે. પછી ભલે તે મલાઇકા સાથે પ્રેમ અને લગ્ન હોય કે છૂટાછેડા હોય. એટલું જ નહીં, સટ્ટેબાજીમાં ફસાવાને કારણે ન માત્ર એક્ટરના ફિલ્મી કરિયરને અસર પહોંચી છે, પણ તેનું લગ્નજીવન પણ બરબાદ થઈ ગયું છે. તેને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર પણ ઘણો વિરોધ થયો, પણ આ સંકટ સમયમાં સલમાન હંમેશાં તેની ઢાલ બનીને ઊભો રહ્યો. આર્થિક રીતે પણ તેની ઘણી મદદ કરી. આજે અરબાઝ ખાનના જન્મદિવસ પર આવો... જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... ડેબ્યૂ ફિલ્મમાં જ એવોર્ડ મળ્યો, પણ સલમાન ખાન જેવું સ્ટારડમ ન મળ્યું અરબાઝ ખાને 1996માં ઋષિ કપૂર-જુહી ચાવલા અભિનિત ફિલ્મ 'દરાર'થી બોલિવૂડમાં એક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી, જેના માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ વિલનનો એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મ પછી અરબાઝે એક્શન, કોમેડી અને રોમેન્ટિક ફિલ્મો દ્વારા દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું, પરંતુ તે તેના મોટા ભાઈ સલમાન ખાન જેવું સ્ટારડમ હાંસલ કરી શક્યો નહીં. ફિલ્મોથી વધુ અરબાઝ તેની અંગત જિંદગીને કારણે પણ ચર્ચામાં રહ્યો છે. પછી તે મલાઈકા સાથે પ્રેમ, લગ્ન અને છૂટાછેડા જ કેમ ન હોય? મલાઈકા સાથે પહેલી મુલાકાત અને લગ્ન અરબાઝ અને મલાઈકાની પહેલી મુલાકાત 1993માં એક કોફી એડ શૂટ દરમિયાન થઈ હતી. શૂટિંગ દરમિયાન સેટ પર બંનેની મિત્રતા થઈ હતી. એ સમયે મલાઈકા પણ મોડલ તરીકે પોતાની ઓળખ બનાવી રહી હતી. બંનેની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને 5 વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી અરબાઝે તેની સાથે 12 ડિસેમ્બર 1998ના રોજ ક્રિશ્ચિયન અને મુસ્લિમ રિવાજો અનુસાર લગ્ન કર્યા. મલાઈકા અરબાઝ કરતાં 6 વર્ષ નાની છે. લગ્નનાx 19 વર્ષ પછી છૂટાછેડા લીધા લગ્નનાં 19 વર્ષ પછી અરબાઝ ખાન અને મલાઈકાએ 2017માં તેમના સંબંધોનો અંત લાવ્યો. છૂટાછેડાનું કારણ પરસ્પર મતભેદો અને બંને વચ્ચે વધતું અંતર હોવાનું કહેવાય છે. મલાઈકાએ કરીના કપૂરના ચેટ શો 'વોટ વુમન વોન્ટ'માં પહેલીવાર પોતાના છૂટાછેડા વિશે ખૂલીને વાત કરી હતી. તેણે એ પણ જણાવ્યું કે કોર્ટમાં છૂટાછેડાની અરજી પર સુનાવણીની આગલી રાત્રે તેની સ્થિતિ શું હતી. મલાઈકાએ કહ્યું હતું- 'છૂટાછેડાની આગલી રાતે આખો પરિવાર મારી સાથે બેઠો અને ફરી એકવાર પૂછ્યું, શું તને ખાતરી છે? શું તું તારા નિર્ણય પર 100 ટકા અડગ છો? હું લાંબા સમયથી આ સાંભળી રહી હતી અને મને લાગતું હતું કે આ એ લોકો છે, જેઓ મારી ચિંતા કરે છે અને કાળજી રાખે છે, તેથી જ તેઓ દેખીતી રીતે આ કહેશે જ.' 'સૌથી સારી સલાહ એ હતી કે લોકોએ કહ્યું કે તે જે નિર્ણય લીધો છે એના માટે અમને તારા પર ગર્વ છે. તું એક મજબૂત સ્ત્રી છો. મને લાગે છે કે હું ખરેખર એવી જ છું. જ્યારે તમે તમારા વિવાહિત જીવનમાં ખુશ ન હોવ, ત્યારે તમારે તમારા ગૌરવ, સ્વાભિમાન માટે, તમે જે કરી શકો એ કરવું જોઈએ. મેં આ વિશે પહેલાં ક્યારેય વાત કરી ન હતી.' જ્યારે મલાઈકાને પૂછવામાં આવ્યું કે શું બ્રેકઅપ પછી બીજો સંબંધ શરૂ કરવો શક્ય છે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું- 'હા, કેમ નહીં? સંબંધ તૂટ્યા પછી આગળ વધવું જરૂરી છે. બ્રેકઅપ પછી કોઈને ફરીથી ડેટ કરવું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી.' છૂટાછેડા પછીના જીવન વિશે મલાઈકાએ કહ્યું હતું- 'પહેલીવાર તમે એક પ્રકારની સ્વતંત્રતાનો અર્થ અનુભવો છો. તમે નવા લોકોને મળો છો. તમે પલંગ પર એકલા સૂવો છો. આ પણ એક રીતે નવી વાત હોય છે. એ રિફ્રેશિંગ હોય છે કે તમારે તમારી પથારી, તમારી જગ્યા કોઈની સાથે શેર કરવાની જરૂર નથી.' મલાઈકાથી છૂટાછેડાનું કારણ પણ સટ્ટાબાજી હતી મલાઈકા અને અરબાઝ ખાનના છૂટાછેડા માટે સટ્ટાબાજીને પણ એક કારણ માનવામાં આવે છે. કહેવાય છે કે એક્ટરના હારી ગયા બાદ મલાઈકાને રિકવરીના ફોન આવવા લાગ્યા હતા. આ કારણે મલાઈકા ખૂબ જ પરેશાન હતી. અરબાઝની સટ્ટાબાજીની ટેવથી સલમાન ખાન પણ નારાજ હતો અરબાઝ ખાનની સટ્ટાબાજીની ટેવથી સલમાન ખાન પરેશાન થઈ ગયો હતો. તેણે અરબાઝને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. જુગારને કારણે અરબાઝ પર ઘણું દેવું થઈ ગયું હતું. તેના કારણે મલાઈકા પણ પરેશાન હતી અને બંને વચ્ચે ઝઘડા વધવા લાગ્યા. અરબાઝ અને મલાઈકાના તૂટતા સંબંધોને બચાવવા માટે સલમાને ઘણા પ્રયાસ કર્યા, પરંતુ સફળતા ન મળી. કંટાળી ગયેલો સલમાન અરબાઝને લાંફો ઝીંકી દેવાનો હતો અરબાઝની સટ્ટાબાજીની લતથી સલમાન ખાન ઘણો નારાજ હતો. દિવાળી દરમિયાન સલમાન આ મામલે અરબાઝ પર હાથ ઉપાડવાનો હતો, પરંતુ માતા સલમાએ દરમિયાનગીરી કરીને તેને રોક્યો હતો. કહેવાય છે કે, સલમાન અરબાઝની હરકતોથી એટલો કંટાળી ગયો હતો કે તેણે અરબાઝ પાસેથી 'દબંગ 3'નું ડિરેક્શન ઝૂંટવીને પ્રભુ દેવાને આપી દીધું. નોંધનીય છે કે અરબાઝે 'દબંગ 2' ડિરેક્ટ કરી હતી. એવી અપેક્ષા હતી કે 'દબંગ 3'નું ડિરેક્શન પણ તેના હાથમાં હશે. એક શોખ તરીકે સટ્ટાબાજીની રમતમાં જોડાયો હતો વર્ષ 2018માં અરબાઝ ખાન સટ્ટાબાજીના કારણે ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો. તેણે સ્વીકાર્યું હતું કે તે છેલ્લાં 5 વર્ષથી IPL પર સટ્ટો રમી રહ્યો હતો. આ દરમિયાન તે 2.80 કરોડ હારી ગયો હતો. એક્ટરે ખુલાસો કર્યો હતો કે તેનો પરિવાર હંમેશાં તેને સટ્ટો લગાવવાથી રોકતો હતો, કારણ કે પરિવારજનો આ કામને ખોટું માનતા હતા, પરંતુ તે શોખ માટે ક્રિકેટ મેચમાં કરોડો રૂપિયાનો જુગાર રમતો હતો. મલાઈકા હંમેશાં તેને આવું કરવાની ના પાડતી હતી, જેના કારણે પરિવારમાં હંમેશાં તણાવ રહેતો હતો. છૂટાછેડા પછી અરબાઝના જીવનમાં જ્યોર્જિયાની એન્ટ્રી જોકે મલાઈકાથી છૂટાછેડા લીધા પછી અરબાઝના જીવનમાં એક્ટ્રેસ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની એન્ટ્રી થઈ. અરબાઝ અને જ્યોર્જિયા તેમના ડેટિંગને કારણે ખૂબ હેડલાઈન્સમાં રહ્યાં હતાં. અરબાઝ અને જ્યોર્જિયાના સંબંધો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. એક્ટ્રેસ ઘણીવાર ફેમિલી ફંક્શનમાં પણ જોવા મળી હતી. ડેટ પર દીકરા અરહાનને સાથે લઈ ગયો હતો અહેવાલો અનુસાર, એકવાર અરબાઝ ખાન તેના દીકરા અરહાન અને જ્યોર્જિયા સાથે લંચ ડેટ પર પણ ગયો હતો

What's Your Reaction?






