મોકડ્રિલનું આયોજન કરાયું:વઘઇ નેરોગેજ ટ્રેનના 3 ડબ્બા પલટી ગયાનો મેસેજ મળ્યો

વલસાડ રેલવે યાર્ડમાંથી હુટરનું સાયરન સતત વાગી ઉઠતાં રેલવે વિભાગના તમામ અધિકારીઓ,કર્મચારીઓ દોડતા થઇ ગયા હતા.જેને લઇ વલસાડ રેલવે સ્ટેશન પર યાત્રીઓમાં પણ ભારે આશ્ચર્યની લાગણી ફેલાઇ ગઇ હતી.જો કે આ સાયરન દ્વારા બચાવ કામગીરી માટે રેલવે વિભાગના કર્મચારીઓની ક્ષમતાને ક્રિયાશીલ રાખવા માટે મોકડ્રિલનું આયોજન કરાયું હતું. બીલીમોરાથી ઉપડતી વઘઇ નેરોગેજની ટ્રેનના 3 ડબ્બા ડુંગરગઢ રેલવે સ્ટેશન નજીક પલટી ગયા હોવાનો રેલવેને મેસેજ મળ્યો અને તે માટે બચાવ કામગીરી માટે વલસાડ રેલવે મથકના અધિકારીઓ અને કર્મચારીઓને પહોંચવા હુટર વગાડવામાં આવ્યું હતું,જેને સાદી ભાષામાં સાયરન સમજવામાં આવે છે.આ હુટર સતત વાગતાં રેલવેના દરેક ટેક્નિકલ વિભાગ,રાહત અને બચાવ કામગીરીના સ્ટાફના કર્મીઓ સહિત સ્ટેશન પર દોડી આવ્યા હતા.મેડિકલ રીલિફના સ્ટાફ પણ વલસાડ રેલવે યાર્ડમાં ટ્રેક પર પહોંચી ગયા હતા. દરમિયાન વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોમાં પણ થોડીવાર તો ગભરાટ ફેલાઇ ગયો હતો.બાદમાં રેલવે વિભાગે સ્પષ્ટતા કરી મોકડ્રિલ હોવાનું જણાવતા રાહત અનુભવાઇ હતી. કર્મીઓની પ્રતિક્રિયા, સમયસર કામગીરી, સંકલન, આકસ્મિ ક પરિસ્થિતિમાં રેલવે તંત્રની તૈયારીઓની ચકાસણી કરવા મોકડ્રિલ કરવામાં આવ્યું હતું.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow