રજૂઆત છતાં નિરાકરણ નહીં:પટેલ ફ.ના યુવાનોએ સ્વખર્ચે 1200 મી.નો મેટલ રસ્તો બનાવ્યો

વાંસદા તાલુકાના સિણધઈ ગામના પટેલ ફળિયાને મુખ્ય રસ્તા સાથે 60 ઘરને જોડતો 1200 મીટરનો એકમાત્ર રસ્તો આઝાદીના સમયથી બિસ્માર હોય ગ્રામજનો દ્વારા અનેકવાર ગ્રામ પંચાયતને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ગામના યુવાનો અને આગેવાનો દ્વારા સ્વખર્ચે મેટલ પાથરી રસ્તો બનાવ્યો હતો. સિણધઈ ગામના પટેલ ફળિયામાં વસતા આશરે 60 જેટલા ઘરોના પરિવારો તેમજ આજ રસ્તે અનેક ખેડૂતોના ખેતરો આવ્યા છે. જેને લઈ આ રસ્તે મોટાપાયે રોજિંદી અવરજવર રહેતી હોય છે તેમજ અહીંના રહીશો માટે આવાગમન કરવા આ એકમાત્ર રસ્તો છે, જે મુખ્ય રસ્તાને જોડે છે. જે અહીંના સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે આઝાદી બાદ આ રસ્તાનું નવિનીકરણ કરવામાં તંત્રએ ઉદાસીન વલણ અપનાવ્યું હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. આ રસ્તાને લઈ અહીંના રહીશો ચોમાસા દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ચોમાસા દરમિયાન આ રસ્તો એટલો બિસ્માર થઈ જતો હોય છે કે અહીંના રહીશો પોતાના વાહનો ઘર સુધી લઈ જઈ શકતા નથી અને એ વાહનો બીજાના ઘરે મૂકી જવા મજબુર બને છે. જેના કારણે અહીંના ખેડૂતો પોતાનો પાક મુખ્ય રસ્તા સુધી લઈ જવામાં મહામુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આ રસ્તે કાદવ અને કીચડને લઈ વિદ્યાર્થી અને નોકરિયાતવર્ગ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ફળિયાના રહીશોએ અનેકવાર સિણધઇ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના સત્તાધિશો રસ્તો બનાવવા કોઈપણ પ્રકારનો રસ ન દાખવતા આખરે પટેલ ફળિયાના યુવાનો અને આગેવાનોએ 1200 મીટરના રસ્તામાં સ્વખર્ચે મેટલ અને ગ્રાવલ નાંખી રસ્તો બનાવી દીધો હતો. સ્વખર્ચે રસ્તો બનાવ્યો એ ‘વિકાસના ગાલ પર લપડાક’ સમાન પટેલ ફળિયામાં વર્ષોથી રસ્તાને લઈ અનેક રજૂઆતો કરી પરંતુ તંત્રના પાપે લોકોને સુવિધાને બદલે સમસ્યા મળી રહી છે. રસ્તાને લઈ ગામમાં લાખોની ગ્રાન્ટ આવે છે છતાં રસ્તો બનાવ્યો ન હતો. જેને લઈ રસ્તાઓ બનાવામાં ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાનું માલુમ પડી રહ્યું છે. રસ્તાની સમસ્યાને લઈ ગામના યુવાનોએ સ્વખર્ચે રસ્તો બનાવ્યો એ "વિકાસના ગાલ પર લપડાક’ સમાન છે. > મયુરભાઈ પટેલ (kgf), સામાજિક કાર્યકર, સિણધઈ {યુવાનોએ બનાવેલો મેટલનો રસ્તો.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow