DRUCCની બેઠકમાં રજૂઆત:ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા-બોરસદ અપ-ડાઉનમાં સમસ્યા, કઠાણા મેમૂની માગ
પાદરાથી બોરસદ વચ્ચે 9મી જુલાઇએ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાદરા અને બોરસદ વચ્ચેનો નિયમિત સડક માર્ગ બંધ થઇ ગયો છે, જેની અસર પાદરાની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પર પડી છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને વડોદરા મંડળના ડીઆરએમ રાજુ ભડકેના અધ્યક્ષપણામાં રેલવે ઉપભોક્તા સલાહકાર સમિતિ (ડીઆરયુસીસીસી)ની ડીઆરએમ સાથે યોજાયેલી બેઠકમાં વડોદરા-કઠાણા મેમૂ ફરીથી ચાલુ કરવા માગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ટ્રેન કોરોના અગાઉ ચાલતી જ હતી. ડીઆરયુસીસીના સભ્ય ઓમકારનાથ તિવારીએ જણાવ્યું કે, પાદરાના સંખ્યાબંધ યુનિટમાં કામ કરતા કર્મીઓ અને વિદ્યાર્થીઓને આ ટ્રેન ઉપયોગી થશે. હાલમાં બોરસદ તરફથી આવતી બસો-વાહનોને લાંબો ફેરો પડતાં સમય પણ વધુ થાય છે. બેઠકમાં તેમણે લાંબા અંતરની વડોદરાથી અયોધ્યાની સીધી ટ્રેન સેવા અને વડોદરા-બરૌની ટ્રેન સેવા શરૂ કરવા માગ કરી હતી. વડોદરા-બરૌની ઉપરાંત વડોદરાથી મુઝ્ઝફરપુર વાયા અયોધ્યા શરૂ કરવાનો પ્રસ્તાવ રેલવે બોર્ડને મોકલી અપાયો હોવાની જાણકારી આપી હતી. ઉપરાંત તેમણે દેહરાદૂન એક્સપ્રેસને ચાંપાનેર ખાતે સ્ટોપેજ આપવાની માગણી પણ કરી હતી. જો કે વડોદરા-બોરસદ વચ્ચે મેમૂ ટ્રેન ચાલુ કરવાની માગ વધુ પ્રબળ રીતે રજૂ થઇ હતી. આ બેઠકમાં અન્ય રજૂઆત પણ કરાઈ

What's Your Reaction?






