સુરત ક્રાઇમ ન્યૂઝ:સગીરા ગર્ભવતી થતાં સુરત મૂકીને આરોપી નાસી ગયો, ખમણવાળાને સોનું સસ્તામાં આપવાની લાલચ આપી ઠગ ટોળકીએ 3 લાખ પડાવ્યા

સુરતના ગોડાદરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ઉત્તર પ્રદેશથી પોતાના સંબંધીના ઘરે આવેલી ૧૫ વર્ષીય સગીરાને તેના જ ગામના યુવકે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, સગીરા માર્ચ મહિનામાં ગોડાદરામાં સંબંધીના ઘરે ત્રણ દિવસ માટે આવી હતી. તેણે પોતાના પ્રેમી રવિન્દ્ર ગૌતમને આ વાતની જાણ કરી, જેના પગલે રવિન્દ્ર પણ સુરત આવ્યો હતો. 2 માર્ચના રોજ સાંજે ચાર વાગ્યાના સુમારે રવિન્દ્ર સગીરાને ભગાડીને મુંબઈ અને દિલ્હી લઈ ગયો હતો. ત્યાં તેણે રૂમ ભાડે રાખી અને સગીરા સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, જેના પરિણામે સગીરા ગર્ભવતી બની હતી.સગીરા ગર્ભવતી હોવાની જાણ થતાં જ રવિન્દ્રએ તેનો પીછો છોડાવવા માટે થોડા દિવસો પહેલાં તેને સુરતમાં એકલી મૂકીને નાસી ગયો હતો. સગીરાએ પોતાના માતા-પિતાને ફોન કરીને આ ઘટનાની જાણ કરતાં, તેના સંબંધીઓ તેને ઘરે લઈ આવ્યા હતા. બાદમાં જાણ થઈ કે સગીરાને 13 અઠવાડિયાનો ગર્ભ છે. સગીરાના પિતાએ રવિન્દ્ર અને તેના ભાઈ ધર્મેન્દ્રને ફોન કરીને વાત કરતાં, બંનેએ ગાળો આપી અને ધમકી આપી હતી. આખરે, સગીરાના પિતાએ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ખમણવાળાને સોનું સસ્તામાં આપવાની લાલચ આપી ઠગ ટોળકીએ 3 લાખ પડાવ્યા સુરતના ગોડાદરા વિસ્તારમાં ખમણની લારી ચલાવતા એક યુવક સાથે ઠગ ટોળકીએ છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. લીંબાયત શાંતિનગર સોસાયટીમાં રહેતા અને ગોડાદરામાં રસાવાળા ખમણની લારી ચલાવતા રાહુલ નિંબાભાઈ બોરસે સાથે આ ઘટના બની હતી. 6 જૂનના રોજ બે અજાણ્યા શખ્સો તેની લારી પર નાસ્તો કરવાના બહાને આવ્યા હતા અને ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાનું જણાવી સસ્તા ભાવે વેચવાની લાલચ આપી હતી. તેમણે રાહુલને ચાંદીના સિક્કા બતાવ્યા અને સોના જેવો હાર આપીને ચેક કરવા કહ્યું. રાહુલે સોનીની દુકાને ચેક કરાવતાં તે સાચું સોનું હોવાનું માલુમ પડ્યું, જેથી રાહુલને વિશ્વાસ બેસી ગયો હતો. આ ઠગ ટોળકીએ રાહુલને 12 લાખનું સોનું 5 લાખમાં આપવાની લાલચ આપી હતી. રાહુલ પાસે આટલા પૈસા ન હોવાથી થોડા દિવસ બાદ ટોળકીએ જેટલા પૈસા હોય તેટલા આપવાનું કહ્યું. લાલચમાં આવીને રાહુલે ૩ લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. 9 જુલાઈ, 2024ના રોજ ઠગ ટોળકીએ રાહુલને સારોલી લેન્ડમાર્ક પાસે બોલાવ્યો. રાહુલ પોતાની પત્ની અને ભાઈ સાથે ત્યાં ગયો અને ઠગ ટોળકીને પૈસા આપ્યા. બદલામાં ટોળકીએ તેને ઘરેણાં ભરેલી થેલી આપી અને નાસી ગઈ. ઘરે જઈને ચેક કરતાં જાણ થઈ કે ઘરેણાં ડુપ્લીકેટ છે. રાહુલે ઠગ ટોળકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમના ફોન બંધ આવ્યા હતા. આખરે, રાહુલે ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow