મેસ્સી ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે:14 ડિસેમ્બરે મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, ત્રણ શહેરોનો પ્રવાસ કરશે

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. મેસ્સી 14 વર્ષના લાંબા ગાળા પછી ભારત આવી રહ્યો છે. તે 13 થી 15 ડિસેમ્બર સુધી ભારતમાં રહેશે અને કુલ ત્રણ શહેરોની મુલાકાત લેશે. રિપોર્ટ અનુસાર, મેસ્સી 13 થી 15 ડિસેમ્બર દરમિયાન કોલકાતા, દિલ્હી અને મુંબઈની મુલાકાત લેશે. તે 14 ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે. મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ના એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, કેટલાક ક્રિકેટરો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની પણ મુલાકાત લેશે આ ઉપરાંત, મેસ્સી કોલકાતાની પણ મુલાકાત લેશે અને ઈડન ગાર્ડન્સમાં તેનું સન્માન કરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. મેસ્સી કોલકાતામાં બાળકો માટે ફૂટબોલ વર્કશોપનું પણ આયોજન કરશે અને ફૂટબોલ ક્લિનિક પણ લોન્ચ કરશે. ફ્રેન્ડલી મેચ પણ રમશે અગાઉ, 6 જૂનના રોજ, કેરળના રમતગમત મંત્રી વી. અબ્દુરહિમાને પુષ્ટિ આપી હતી કે લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિના ફૂટબોલ ટીમ ઓક્ટોબર અથવા નવેમ્બરમાં એક ફ્રેન્ડલી મેચ રમવા માટે કેરળની મુલાકાત લેશે. આ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે. આ અંગે કેરળ સરકાર સાથે સલાહ લેવામાં આવી છે. મેસ્સી 2011માં ભારત આવ્યો હતો મેસ્સી સહિત આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમે છેલ્લે 2011માં વેનેઝુએલા સામે ઈન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ માટે ભારતની મુલાકાત લીધી હતી. આર્જેન્ટિના અને વેનેઝુએલા વચ્ચેની આ મેચ 2 સપ્ટેમ્બરના રોજ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં નિકોલસ ઓટામેન્ડીએ મેસ્સીની સહાયથી બીજા હાફમાં હેડર ગોલ કરીને આર્જેન્ટિનાને 1-0થી જીત અપાવી હતી. આર્જેન્ટિના વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે આર્જેન્ટિના વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન છે. ટીમે 2022 ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવીને ટાઇટલ જીત્યું હતું. આર્જેન્ટિનાએ અગાઉ 1986માં ટાઇટલ જીત્યું હતું. આ આર્જેન્ટિનાનું એકંદરે ત્રીજું ટાઇટલ હતું. ટીમ 1978માં પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow