'ભારતની ચૂંટણી વ્યવસ્થા મરી પરવારી છે':રાહુલે કહ્યું, જો લોકસભા ચૂંટણીમાં 15 બેઠક પર ગોટાળા ન થયા હોત તો મોદી ભારતના PM ન બન્યા હોત
રાહુલ ગાંધીએ છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું છે. રાહુલે શનિવારે કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી મરી ગઈ છે. અમે આગામી દિવસોમાં તમને સાબિત કરીશું કે લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ શકે છે અને એ થયું પણ છે. ભારતના વડાપ્રધાન પાસે બહુ ઓછી બહુમતી છે. જો 10-15 બેઠક પર પણ ગોટાળા ન થયા હોત તો તેઓ ભારતના વડાપ્રધાન ન બન્યા હોત. રાહુલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત વાર્ષિક કાનૂની સંમેલન-2025માં આ વાતો કહી. આ પહેલાં 1 ઓગસ્ટના રોજ રાહુલે કહ્યું હતું કે અમે ચૂંટણીપંચમાં મત ચોરી કરનારાઓને છોડીશું નહીં. 24 જુલાઈના રોજ રાહુલે કહ્યું હતું કે જો તમારા અધિકારીઓ એવું વિચારે છે કે તેઓ બચી જશે, તો આ તમારી ગેરસમજ છે. અમે તમને છૂટા નહીં થવા દઈએ. રાહુલનું ભાષણ, 4 આરોપ લગાવ્યા ચૂંટણીપંચે એક દિવસ પહેલાં જ જવાબ આપી દીધો હતો... ચૂંટણીપંચે શુક્રવારે રાહુલ ગાંધીને જવાબ આપ્યો, જેઓ સતત ચૂંટણીપંચને નિશાન બનાવી રહ્યા છે. ચૂંટણીપંચે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે આવા પાયાવિહોણા આરોપોને અવગણે છે. સતત ધમકીઓ છતાં અમે બધા ચૂંટણી અધિકારીઓને કહેવા માગીએ છીએ કે તેઓ પહેલાંની જેમ ન્યાયી અને પારદર્શક રીતે કામ કરે. બેજવાબદાર નિવેદનોને અવગણો. રાહુલે ચૂંટણી અધિકારીઓ પર નિશાન સાધ્યું, 2 કેસ... 1 ઓગસ્ટ, 2025: રાહુલે કહ્યું- મારી પાસે ચોરીના 100% પુરાવા છે રાહુલે વધુમાં કહ્યું હતું કે હું આ વાત હળવાશથી નથી કહી રહ્યો, પરંતુ સો ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. અમે એને રિલીઝ કરતાંની સાથે જ આખા દેશને ખબર પડી જશે કે ચૂંટણીપંચ ભાજપ માટે મત ચોરી કરવાનું કામ કરી રહ્યું છે. મધ્યપ્રદેશની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં અમને શંકા હતી, મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન અમારી શંકાઓ વધુ વધી ગઈ. 24 જુલાઈ, 2025: તમને લાગે છે કે તમે બચી જશો, આ તમારી ગેરસમજ છે તેમણે છેલ્લે કહ્યું, કર્ણાટકની એક બેઠક પર ચૂંટણીપંચે છેતરપિંડી કરી છે. અમારી પાસે આના 100% પુરાવા છે. એ જ મતવિસ્તારમાં 50, 60 અને 65 વર્ષની વયના હજારો નવા મતદારોને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. એક સીટની તપાસ કરતી વખતે અમને આ અનિયમિતતા મળી. મને ખાતરી છે કે દરેક સીટ પર આ જ નાટક ચાલી રહ્યું છે. હું ચૂંટણીપંચને સંદેશ આપવા માગું છું. જો તમને લાગે છે કે તમે આનાથી છટકી જશો, તો એ તમારી ગેરસમજ છે.' રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ બિહાર મતદાર ચકાસણી પર હુમલો કરે છે રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ બિહાર મતદાર ચકાસણી અંગે ચૂંટણીપંચની ટીકા કરી રહ્યો છે. વિપક્ષ સંસદની અંદર અને બહાર વિરોધ કરી રહ્યો છે. દરમિયાન બિહારમાં ચૂંટણીપંચે આજે એટલે કે શુક્રવારે રાજકીય પક્ષોને મતદારયાદીનો નવો ડ્રાફ્ટ જારી કર્યો છે. બિહારમાં મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કાના આંકડા બિહારમાં ચૂંટણીપંચના મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કા મુજબ, કુલ મતદારોની સંખ્યા ઘટીને 7.24 કરોડ થઈ ગઈ છે, જ્યારે અગાઉ આ આંકડો 7.89 કરોડ હતો, એટલે કે લગભગ 65 લાખ મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. નામો દૂર કરવા પાછળનું કારણ મતદારયાદીમાંથી દૂર કરાયેલાં નામોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ હવે આ દુનિયામાં નથી. આ ઉપરાંત જેઓ કાયમી રીતે બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા છે અથવા જેમનાં નામ બે વાર નોંધાયેલાં છે. માહિતી અનુસાર, 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા છે, 36 લાખ મતદારો અન્ય જગ્યાએ સ્થળાંતરિત થયા હોવાનું જાણવા મળ્યું છે અને 7 લાખ લોકો નવી જગ્યાના કાયમી રહેવાસી બન્યા છે. આ ખાસ ઝુંબેશ 24 જૂન, 2025થી શરૂ થઈ હતી SIR 24 જૂન, 2025ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. એનો મુખ્ય ઉદ્દેશ નકલી, ડુપ્લિકેટ અને ટ્રાન્સફર થયેલા મતદારોને યાદીમાંથી દૂર કરવાનો અને નવા પાત્ર મતદારો ઉમેરવાનો હતો. આ કાર્ય હેઠળ 7.24 કરોડ મતદારો પાસેથી ફોર્મ લેવામાં આવ્યાં હતાં. પ્રથમ તબક્કો 25 જુલાઈ, 2025 સુધીમાં પૂર્ણ થયો હતો, જેમાં 99.8% કવરેજ પ્રાપ્ત થયું હતું. આ પણ વાંચો બિહાર મતદારયાદીમાંથી 65 લાખ નામો દૂર કરવામાં આવ્યાં: 22 લાખ લોકોનાં મોત; SIR ડેટા જાહેર, રાજ્યમાં 7.24 કરોડ મતદારો ચૂંટણીપંચે મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના પ્રથમ તબક્કાનો ડેટા જાહેર કર્યો છે. આ મુજબ બિહારમાં હવે 7.24 કરોડ મતદારો છે. અગાઉ આ આંકડો 7.89 કરોડ હતો. મતદારયાદી સુધારણા પછી 65 લાખ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. દૂર કરાયેલાં નામોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ હવે આ દુનિયામાં નથી અથવા બીજે ક્યાંક કાયમી રીતે રહી રહ્યા છે અથવા જેમનું નામ બે મતદારયાદીમાં નોંધાયેલું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો

What's Your Reaction?






