ગોધરામાં ભાજપનો પ્રશિક્ષણ વર્ગ:BAPS સ્વામિનારાયણ મંદિરે ત્રિદિવસીય કાર્યક્રમમાં શક્તિકેન્દ્ર સંયોજકોને તાલીમ, ધારાસભ્યો સહિત હોદ્દેદારો ઉપસ્થિત

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રશિક્ષણ વર્ગ 2 ઓગસ્ટથી શરૂ થયો છે. શનિવારે ગોધરા શહેરના રામનગર સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે શક્તિકેન્દ્ર સંયોજન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં આવેલ મોરવા હડફ, ગોધરા, શહેરા, કાલોલ અને હાલોલ વિધાનસભાના શક્તિકેન્દ્રના સંયોજકોના તબક્કાવાર વર્ગ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શક્તિ કેન્દ્રની રચના અને તેની કામગીરી વિશે ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ગોધરા ધારાસભ્ય સી.કે. રાઉલજી, મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર તેમજ જિલ્લા ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગમાં સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સક્રિય ભાગ લઈ પ્રશિક્ષણ મેળવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow