ફરાર આરોપી ઝડપાયો:NDPS એક્ટમાં વોન્ટેડ આરોપી સોયેબ શેખને SOGએ સુરતમાંથી ઝડપી પાડ્યો

નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) નવસારી દ્વારા સુરત શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહના આદેશ અને પોલીસ અધિક્ષક, નવસારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં આર્મ્સ એક્ટ, એક્સપ્લોઝિવ, અને એન.ડી.પી.એસ. એક્ટના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધવાની કામગીરી ચાલી રહી હતી. SOG નવસારીની ટીમને ખાનગી બાતમીદારો પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી હતી. તા. 04/08/2025ના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ વોન્ટેડ આરોપી સોયેબ મુસ્તકીમ શેખ સુરતમાં હોવાનું જાણવા મળ્યું. આ ગુનો નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985ની કલમ 8(સી), 22(બી) હેઠળ નોંધાયેલો હતો. બાતમીના આધારે, SOG નવસારીની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી સોયેબ મુસ્તકીમ શેખને સુરત શહેરમાંથી પકડી પાડ્યો. 28 વર્ષીય આરોપી સોયેબ મુસ્તકીમ શેખ મહેમુદા મંઝિલ શેખની ગલી, મોટી દરગાહની સામે, દરગાહ રોડ, નવસારીનો રહેવાસી છે. આરોપીની વધુ પૂછપરછ માટે તેને નવસારી SOG કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ, આરોપીને આગળની કાર્યવાહી માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow