પ્રમુખ સસ્પેન્ડ થતાં આજે સરકારી શિક્ષક સંઘ મેદાને!:સસ્પેન્ડેડ મદદનીશ શિક્ષક સદાદીયાએ કહ્યું- મહિલા કેળવણી નિરીક્ષકની ભ્રષ્ટાચારથી ખોટી ભરતી સામે અવાજ ઉઠાવ્યો એટલે આ થયું

રાજકોટમાં સરકારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને મદદનીશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમની પાસેથી CRC કો-ઓર્ડિનેટરનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. ફરજમાં બેદરકારી અને મહિલાકર્મી સાથે ગેરવર્તણૂંકના કારણોથી 2 ઓગષ્ટના ફરજ મોકૂફ થયેલા સદાદીયાએ આ મામલે મહિલા કેળવણી નિરીક્ષક સામે આક્ષેપો કર્યા છે કે, વર્ષ 2014માં આ મહિલાને મધ્યાહન ભોજન યોજનાના કેળવણી નિરીક્ષકમાંથી રાજકોટની શિક્ષણ સમિતિમાં ડેપ્યુટેશન ઉપર લાવવામાં આવ્યા હતા. જોકે તેને લીધે રાજકોટના સિનિયર શિક્ષક કેળવણી નિરીક્ષક ન બની શકતા મંડળના પ્રમુખ તરીકે રજૂઆત કરી હતી. જેનો રાગદ્વેષ રાખી ખોટી અરજીઓ કરવામાં આવતા સસ્પેન્ડ કરાયો. આ મામલે આજે (4 ઓગસ્ટ)ના સમગ્ર પ્રાથમિક શિક્ષક સંઘ મેદાને આવી ગયો છે અને બપોરે 3 વાગ્યે જિલ્લા શિક્ષણ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીને તમામ સરકારી શિક્ષક ભાઈઓ અને બહેનો આવેદન આપી ન્યાયિક તપાસની માંગ સાથે વિરોધ કરવાના છે. રાજકોટ મહાનગર સરકારી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદીયાએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વેલનાથ પ્રાથમિક શાળા નંબર -71 ના મદદનીશ શિક્ષક અને સમગ્ર શિક્ષા અભિયાનમાં સી.આર.સી. - 15 ના કો - ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. શિક્ષણ સમિતિના સાશનાધિકારી દ્વારા 2 ઓગસ્ટના સસ્પેન્શનનો ઓર્ડર આપવામાં આવેલો છે. કાયમી શાસનાધિકારી હાલ રજા ઉપર છે ત્યારે તેનો ચાર્જ સંભાળ્યાને એક અઠવાડિયામાં જ ઇન્ચાર્જ શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણા દ્વારા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે ગેરવ્યાજબી છે. જેથી આ બાબતે અમે શિક્ષણ સમિતિના શાસનાધિકારી ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેકટરને આવેદન આપી રજૂઆત કરવાના છીએ. 'પૂર્વીબેન ઓર્ડર વિના તેઓ અહીં ફરજ બજાવી રહ્યા છે' મારા સસ્પેન્શન ઓર્ડરમા જે સંદર્ભો લખવામાં આવેલા છે તે શિક્ષણ સમિતિના કેળવણી નિરીક્ષક પૂર્વીબેન ઉચાટની રજૂઆતના સંદર્ભમાં છે. જેઓ વર્ષ 2014માં શિક્ષણ સમિતિમાં ડેપ્યુટેશન ઉપર ત્રણ વર્ષ માટે આવ્યા હતા. જેમનું ડેપ્યુટેશન પૂર્ણ થયા બાદ કોઇ પણ પ્રકારના ઓર્ડર વિના તેઓ અહીં ફરજ બજાવી રહ્યા છે. તેમની વિરુદ્ધ સ્ટેટ લેવલે ફરિયાદ થઈ છે અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ તેમના વિરૂધ્ધ તપાસ ચાલુ છે. જેમનું ડેપ્યુટેશન પૂર્ણ થાય અને પરત જિલ્લામાં જાય તેવી અમારી માગણી છે. અગાઉ અમારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ કેળવણી નિરીક્ષકની ખોટી રીતે નિમણૂક કરવામાં આવી છે. જેના કારણે રાગ દ્વેષ રાખી શાસનાધિકારીને બ્લેક મેઇલ કરી મારો સસ્પેન્શનનો ઓર્ડર કરાવવામાં આવેલો છે. અગાઉ પૂર્વીબેન રાજકોટ જિલ્લામાં મઘ્યાહન ભોજનની કામગીરી સંભળાતા હતા. જ્યાંથી ભ્રષ્ટાચાર કરી તેમને અહીં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017થી સમગ્ર શિક્ષામાં કામ કરી રહ્યો છું. જે બાદ કેળવણી નિરીક્ષક દ્વારા અંદાજે 50થી વધુ અરજીઓ કરવામાં આવી છે. હું તેમની સાથે જોબ પણ નથી કરતો અને તેમના કાર્યક્ષેત્રમા પણ નથી છતાં મારું નામ જોડી અને વારંવાર શાસનાધિકારીને અરજી કરવામાં આવે છે. આ જ રીતે વર્ષ 2017 - 18 માં મારા વિરુધ્ધ ખોટી અરજીઓ થતા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે વડી કચેરીએ મારા હિયરીંગ બાદ મને નિર્દોષ મુક્ત કરવામાં આવ્યો હતો. જેથી મને ફરી CRC (ક્લસ્ટર રિસોર્સ સેન્ટર)-15 ના કો-ઓર્ડિનેટર બનાવવામાં આવેલો હતો. 'એક પણ આક્ષેપો જો સાબિત થાય તો હું રાજીનામું આપવા તૈયાર' મારી જાણ મુજબ કોઇ વ્યક્તિ જ્યારે શાસનાધિકારીના ચાર્જમાં હોય ત્યારે ફરજ મોકૂફી નથી કરી શકતા અને પ્રતિ નિયુક્તિ પણ નથી કરી શકતા. જોકે અગાઉ વર્ષ 2014માં જ્યારે પૂર્વીબેનને કેળવણી નિરીક્ષક તરીકે લાવવામાં આવ્યા ત્યારે નરેન્દ્ર આરદેશણા શાસનાધિકારીના ચાર્જમાં હતા અને હાલ જ્યારે કાયમી શાસનાધિકારી કિરીટસિંહ પરમાર મેડીકલ રજા ઉપર છે ત્યારે પાછળથી તે જ અધિકારી દ્વારા ચાર્જમાં હોવા છતા મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, મારી પરના એક પણ આક્ષેપો જો સાબિત થાય તો હું રાજીનામું આપવા તૈયાર છું. અમારી જૂની પેન્શન યોજનાની માંગ સાથેની લડતને મારા સસ્પેન્શનથી કોઈ અસર નહીં થાય તેમ જણાવ્યું હતું. ખાતાકીય તપાસ શરુ કરી છે: ઇન્ચાર્જ શાસનાધિકારી આ બાબતે ઇન્ચાર્જ શાસનાધિકારી નરેન્દ્ર આરદેશણાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, દિનેશ સદાદીયાએ ગેરવર્તણૂક કર્યાની મહિલા કેળવણી નિરીક્ષકની બે દિવસ પહેલા લેખિત ફરિયાદ આવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પણ પત્ર આવેલો હતો કે સદાદીયા દ્વારા ફરજમાં બેદરકારી દાખવવામાં આવે છે અને મહિલા સાથે ગેરવર્તણૂક કરી છે. જેના આધારે સસ્પેશનનો ઓર્ડર કરવામાં આવેલો છે. આ પ્રકારના સસ્પેન્શનમાં નોટિસની જરુર હોતી નથી. હવે આ CRC કો - ઓર્ડીનેટરના સ્થાને અન્યને ચાર્જ અપાયો છે તો મદદનીશ શિક્ષક તરીકેની ફરજમાંથી મોકૂફ રાખી ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે. રાજકોટ સમગ્ર શિક્ષા અભિયાનના એડિશનલ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર અને શાસનાધિકારી કરેલા કાર્યાલય આદેશમાં જણાવ્યું છે કે, સી.આર.સી. નં. 15 ના કો-ઓર્ડિનેટર દિનેશભાઈ એસ. સદાદિયાની પ્રતિનિયુક્તિ સંદર્ભદર્શિત પત્રથી રદ થવાનો આદેશ થઈ આવેલ છે. જે અન્વયે તા.2 ઓગસ્ટના તાત્કાલિક અસરથી સી.આર.સી. કો - ઓર્ડિનેટર તરીકેની ફરજમાંથી મુક્ત કરી છૂટા કરવામાં આવે છે. આ પત્ર અંતર્ગતની તમામ સૂચનાનુ પાલન કરવાનુ રહેશે.સી.આર.સી. - 15 ના ક્લસ્ટરની કામગીરીનો તમામ ચાર્જ તાત્કાલિક અસરથી સી.આર.સી.-23 ના કો.ઓડીનેટર વિમલભાઈ રૈયાણીને સોંપવામાં આવે છે. વિમલભાઈ રૈયાણીએ તાત્કાલિક અસરથી સી.આર.સી.-15 ક્લસ્ટરનો ચાર્જ સંભાળવાનો રહેશે.

Aug 4, 2025 - 12:20
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow