બેટરીની ચોરી:માંડવીમાં ફરી બેટરી ચોરી થઈ ત્રણ મહિનામાં સાતમી ઘટના

માંડવીના ટોપણસર તળાવ ગેટની સામે, ભાટિયા યજ્ઞશાળા પાસે અને લક્ષ્મી ટોકીઝની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં છેલ્લા ત્રણ મહિનામાં પાંચથી સાત વાહનોમાંથી રાત્રિના સમયે તસ્કરો બેટરી ચોરી ગયા હતા. આ બનાવો સતત વધતાં રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાય તેવી માગ ઉઠી છે. શુક્રવારની મધરાતે ચોરોએ પાર્ક કરેલી કારના આગળના બોનેટનું લોક સળિયાનો સહારો લઈને ખોલી બેટરી સ્ટેન્ડ પરથી બેટરી કાઢી તસ્કરી કરી હતી. આ બનાવ અંગે અર્જુન પરમારે પોલીસને જાણ કરી હોવાનું દરજી સમાજના પ્રમુખ ભુપેન્દ્ર પરમારે જણાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ વધતા બનાવોને ધ્યાનમાં લઈને રાત્રિ પેટ્રોલિંગ વધારી વિસ્તારની સુરક્ષા મજબૂત કરવાની માંગ ઉઠાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે, તસ્કરોએ મેઘમંગલ નગરમાં ઘરના દરવાજાના તાળા તોડીને પ્રવેશ કર્યો હતો અને કબાટ ખોલી દિવાલમાંથી આખી તિજોરી ઉઠાવી ગયા હતા. જો કે તિજોરીમાં કંઈ નહિ હોવાથી તસ્કારોને મહેનત માથે પડી હતી. આ બનાવમાં કંઈ નહિ જવાથી ઘર માલિક પોલીસ ફરિયાદથી દૂર રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે કચ્છમાં ચોરીના બનાવો સતત બનતા હોય છે. ચોરીના બનાવોમાં કચ્છ રાજ્યના મહાનગરોની સમક્ષ થાય એટલા આંકડા હોય છે.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow