લખપતમાં વોલીબોલ ટુર્નામેન્ટ:વર્માનગર ખાતે 18મી જીસેક વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ વિજેતા
કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન પાનધ્રો સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ દ્વારા લખપત તાલુકાના વર્માનગર ખાતે 18મી જીસેક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ અને વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનની ટીમ વચ્ચે રસાકસી ભર્યો મુકાબલો યોજાયો હતો. આ મુકાબલામાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ વિજેતા બની હતી. કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટના વડા પી.આર. પટેલે વિજેતા ઉકાઈ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ વોલીબોલ ટુર્નામેન્ટમાં બધી ટીમો વિજેતા છે અને દરેક ટીમે ખૂબ સરસ રમત રમી છે. સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબ વર્માનગર ટીમ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી. આ પ્રસંગે બી.બી. પ્રજાપતિ, ડી.એમ. નલવાયા, એમ.કે. હેલૈયા, સુબીના ઈલિયાસ, જે.વી. અપરનાથી, એસ.જે. મહેતા અને રવીભાઈ થાપાના હસ્તે દરેક ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબના પ્રમુખ પ્રકાશભાઈ પુરોહિતે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને આવકાર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્પોર્ટ્સ એન્ડ રીક્રિએશન ક્લબના સભ્યો ડી.એસ. ઠાકોર, વી.પી. જોષી, ડી.જે. પંડેયા અને જી.જી. ઝાલાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે ક્લબના સભ્યોએ આભારવિધિ કરી હતી.

What's Your Reaction?






