'ઘરે ઝઘડો કરું તો દેબીના મને ઢીબી નાખે':ગુરમીત ચૌધરીએ પત્ની સાથે ટીખળ કરી; રિયાલિટી શોમાં પતિ-પત્ની પંગા લેતા જોવા મળશે

ટીવીના 'સીતા-રામ' એટલે કે દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી રિયાલિટી શો 'પતિ, પત્ની ઔર પંગા'માં જોવા મળશે. ત્યારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કપલે આ શો વિશેના તેમના પહેલા રિએક્શન વિશે વાત કરી. ઉપરાંત બંનેની પેરેન્ટિંગની સફર અને અનુભવો ખૂલીને શેર કર્યાં. 'પતિ, પત્ની ઔર પંગા' શોમાં તમે એકબીજા સાથે કેટલા પંગા લેવાના છો? ગુરમીતઃ હું તો ઘણા બધા પંગા લેવાનો (ઝઘડો કરવાનો) છું. મને ઘરે તો તક મળતી નથી. જો હું ઘરે કોઈ ઝઘડો કરું, તો દેબીના મને મારી મારીને ભાંગી નાખશે. માટે હું કેમેરા સામે ઘણો ઝઘડો કરવાનો છું. દેબીનાઃ મને નથી લાગતું કે હું બહુ પંગો લઉં છું, પણ હા, મોં ખોલતાની સાથે જ હું મુશ્કેલી ઉભી કરી દઉં છું. ગુરમીત હંમેશા મને કહે છે કે, બોલતા પહેલા વિચારવાનું રાખ. પણ આ શોનું ફોર્મેટ એવું છે કે, બોલતા પહેલા વિચારવાની જરૂર નથી. એટલા માટે અમે અહીં ખૂબ મજા કરવાના છીએ. જ્યારે તમે શોનું નામ સાંભળ્યું, ત્યારે તમારું પહેલું રિએક્શન શું હતું? દેબીનાઃ જ્યારે મેં પહેલી વાર આ શો વિશે સાંભળ્યું, ત્યારે હું વિચારી રહી હતી કે, કદાચ અમે આ શો નહીં કરીએ. ગુરમીતઃ મારા મનમાં આ વિચાર હતો કે, દેબીના અને હું સાથે એક શો કરીશું. એવું બિલકુલ નથી કે કોઈ અમને જજ કરશે. અહીં ઘણી સ્પર્ધા છે અને તે એટલી જ મજાની રહેશે. ઉપરાંત, મને લાગ્યું કે, જે દર્શકો મને ટીવી પર યાદ કરી રહ્યા છે, તેઓ અમને સાથે જોઈ શકશે. તમારા નામ સાંભળતા જ લોકોના મનમાં રામ અને સીતાની છબી જાગી જાય છે. શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે જો ઘણા બધા સંઘર્ષો થશે, તો આ છબી કલંકિત થઈ શકે છે? દેબીનાઃ ના, મને ક્યારેય એવું લાગ્યું નથી. આજકાલ સોશિયલ મીડિયાનો યુગ છે અને અમે બંને ત્યાં સક્રિય છીએ. જે દર્શકોએ અમને રામ-સીતા તરીકે જોયા હ,તા તેમને ધ્યાનમાં રાખીને, અમે આ શોમાં આવવાનું નક્કી કર્યું, જેથી તેઓ પણ અમને એક મજેદાર અને મનોરંજક અવતારમાં જોઈ શકે. શું તમે ક્યારેય દેબીના સાથે કોઈ કારણ વગર ઝઘડો કર્યો છે? ગુરમીતઃ હા, ઘણી વાર. મને દેબીનાને ચીડવવાનું ગમે છે. જ્યારે તે ગુસ્સે થાય છે, ત્યારે હું ખૂબ હસું છું. હું હંમેશા દેબીના સાથે મજાક કરું છું અને તેને જાતે ચીડવું છું. હવે બાળકોના આવ્યા બાદ હું તેમને પણ ચીડવું છું. જો તમારે એકબીજાનું વર્ણન ફક્ત એક જ શબ્દમાં કરવું પડે, તો તમે શું કહેશો? ગુરમીતઃ દેબીનાનું એક શબ્દમાં વર્ણન કરવું અશક્ય છે. જેમ તમે બ્રહ્માંડને અંદરથી જુઓ છો, તે ખૂબ જ ઊંડું અને રહસ્યમય છે, તેમ દેબીના પણ એવી જ છે. હું દર દસ વર્ષે તેને એક નવા સ્વરૂપમાં શોધું છું અને સમજું છું. તે દર વખતે કંઈક નવું લઈને આવે છે. દેબીનાઃ મારા માટે ગુરમીત એક એવો વ્યક્તિ છે, જે લોકો, ગુસ્સો, લાગણી, તિરસ્કાર કે નકારાત્મકતાથી પ્રભાવિત નથી. તે હંમેશા એવો જ રહ્યો છે, જેવો આજે છે. એક સારા સંબંધમાં સૌથી મહત્વની બાબત શું છે? ગુરમીતઃ મને લાગે છે કે કોઈપણ સંબંધને મજબૂત બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ છે કે, તમે એકબીજાના સારા મિત્રો બનો. લગ્ન કરવાનો અર્થ એ નથી કે તમે હવે બીજી વ્યક્તિ સાથે તમારી ઈચ્છા મુજબ વર્તન કરી શકો. જો તમે એકબીજાને મિત્રોની જેમ સમજો છો અને એકબીજાને ટેકો આપો છો, તો સંબંધ જીવનભર મજબૂત રહેશે. તમે બંને પેરેન્ટિંગ અને પ્રોફેશનલ લાઇફને કેવી રીતે મેનેજ કરો છો? ગુરમીતઃ મને લાગે છે કે પેરેન્ટિંગનો અનુભવ ખૂબ જ સુંદર છે. બાળકોને ધીમે ધીમે મોટા થતા જોવું, તેમની ભોળી વાતો સાંભળવી. આ બધું હૃદયને ઊંડી શાંતિ આપે છે. હું ગમે તેટલો વ્યસ્ત હોઉં, જ્યારે હું બાળકો સાથે હોઉં છું, ત્યારે મને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. દેબીનાઃ મારા માટે પેરેન્ટિંગના કાર્ય પછી મારી આખી દુનિયા બદલાઈ ગઈ છે. જ્યારે હું કામ કરું છું, ત્યારે એક અલગ જ દુનિયા હોય છે, પરંતુ મારું મન હંમેશા બાળકો સાથે હોય છે. એવું લાગે છે કે, મારો અડધો ભાગ હંમેશા તેમની સાથે હોય છે. સંતુલન બનાવવાનો આ વાસ્તવિક પ્રયાસ છે.

Aug 4, 2025 - 12:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow