દિલ લે ગઈ કુડી ગુજરાત દી!!:WCLના માલિકે ઓન-કેમેરા એન્કરને પ્રપોઝ કર્યું, ફેશન વર્લ્ડની હિરોઈન, એક્ટિંગમાં ફેલ; જાણો કોણ છે ગુજરાતી કરિશ્મા કોટક

ક્રિકેટ અને ગ્લેમરનો જૂનો સંબંધ રહ્યો છે. આ બાબતને આગળ વધારવામાં હોસ્ટ કરિશ્મા કોટકે પણ ઘણું યોગદાન આપ્યું છે. કરિશ્મા IPL સહિત ઘણી મોટી ક્રિકેટ લીગમાં હોસ્ટ તરીકે જોવા મળી છે. હાલમાં, તેનું નામ સતત હેડલાઇન્સમાં આવી રહ્યું છે. તેનું કારણ મેરેજ પ્રપોઝલ છે, સંભળવામાં સામાન્ય લાગતી વાત સ્પેશિયલ એટલા માટે છે કારણ કે WCL (વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ)ના માલિક હર્ષિતે લીગ પૂર્ણ થયા બાદ ઓન-કેમેરા કરિશ્માને પ્રપોઝ કર્યું હતું. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. બાય ધ વે, WCL એ T20 ક્રિકેટ લીગ છે, જેમાં દુનિયાભરના નિવૃત્ત ખેલાડીઓ ભાગ લે છે. જાણો કોણ છે ગુજરાતી કરિશ્મા કોટક? 'બિગ બોસ 6'માં જોવા મળેલી કરિશ્મા કોટકનાં મૂળ ગુજરાત સાથે જોડાયેલાં છે. વાસ્તવમાં કરિશ્મા એક બ્રિટિશ મોડલ અને ક્રિકેટ હોસ્ટ છે. તેનો જન્મ 1982માં લંડનમાં થયો હતો, પરંતુ તેના પિતા ગુજરાતના છે. એટલા માટે એક્ટ્રેસ ભારતીય ગુજરાતી મૂળની છે. હાલમાં, તે તેના પરિવાર સાથે વિદેશમાં રહે છે. 2005માં કરિશ્મા મુંબઈ શિફ્ટ થઈ ગઈ. કિંગફિશર કેલેન્ડર માટે શૂટિંગ કર્યું. સેલિબ્રિટીઝ સાથે ઘણી જાહેરાતોમાં દેખાઈ. પછી મ્યુઝિક વીડિયોમાં કામ કરવાનું શરૂ કર્યું. કરિશ્માએ પંજાબી સિનેમામાં ફિલ્મ 'કેપ્ટન'થી ડેબ્યૂ કર્યું. પછી ફિલ્મ 'ફ્રીકી અલી' નામની નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ફિલ્મમાં દેખાઈ. તેણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય ટીવી શો, 'ઝલક દિખલા જા 11'માં ભાગ લીધો હતો. પરંતુ કરિશ્માને તેના એક્ટિંગ કરિયરમાં વધુ ઓળખ મળી ન હતી. એક્ટ્રેસ હોવા ઉપરાંત, તે એક સ્પોર્ટ્સ પ્રેઝન્ટર પણ છે. 2024માં, કરિશ્મા બ્રિટિશ-ભારતીય અંગ્રેજી ફિલ્મ ‘IRaH’માં જોવા મળી હતી. કરિશ્માને હંમેશાં ક્રિકેટમાં રસ હતો અને તેથી જ તેણે મોડલિંગ પછી ક્રિકેટ હોસ્ટનું કરિયર પસંદ કર્યું. તેણે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL પણ હોસ્ટ કરી છે. ઉપરાંત, 43 વર્ષીય કરિશ્માએ ઘણી આંતરરાષ્ટ્રીય લીગમાં પણ આ જ કામ કર્યું છે. એટલું જ નહીં, તે સિંગર સોનુ નિગમ અને સપના મુખર્જીના ગીત ‘મદભરી’માં પણ જોવા મળી હતી. કેમ લાઈમલાઈટમાં આવી એક્ટ્રેસ? 2 ઓગસ્ટના રોજ, બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર WCLની ફાઇનલ મેચ રમાઈ હતી. તે સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે રમવાની હતી. જે સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે જીતી હતી. તે 9 વિકેટથી જીત્યા હતા. મેચ પૂરી થયા પછી, એક વીડિયો સામે આવ્યો જેમાં પ્રેઝન્ટર કરિશ્મા જીત પર હર્ષિત (WCLના CEO)નું રિએક્શન લઈ રહી હતી. તેણે પૂછ્યું કે- તે આની ઉજવણી કેવી રીતે કરશે? જવાબમાં, હર્ષિતે કહ્યું - કદાચ આ બધું સમાપ્ત થયા પછી હું તને પ્રપોઝ કરીશ. એક ક્ષણ માટે, કરિશ્મા પણ આ સાંભળીને ચોંકી ગઈ. તે શરમથી પાણી-પાણી થઈ ગઈ હતી. પરંતુ તેણે એન્કરિંગ ચાલુ રાખ્યું. કરિશ્માનું રિએક્શન યુઝર્સને ખૂબ જ ગમી રહ્યું છે અને આ વીડિયો હાલ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

Aug 5, 2025 - 16:47
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow