ખાડી કિનારા પર 20 મિલકતોનું ડિમોલિશન:SMCએ વરાછા ઝોનમાં બે વખત નોટિસ આપી ગેરકાયદેસર મિલકતો પર હથોડા ઝીંક્યા

સુરત મહાનગરપાલિકાને ખાડીપૂરમાંથી બહાર લાવવા માટે હવે કમર કસી લેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખાડી ઉપર અને આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું છે તેનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેના આધારે ડિમોલિશનની કાર્યવાહી પણ છેલ્લા એક મહિનાથી શરૂ કરી દેવામાં આવી છે. 10 દિવસ બાદ વધુ એક વખત આજે(5 ઓગસ્ટ) વરાછા ઝોનમાં ખાડી કિનારા પર ઉભી કરવામાં આવેલી ગેરકાયદેસર મિલકતો પર હથોડા ઝીંકવામાં આવ્યા છે. 20 મિલકતો પર JCB ફરી વળ્યું વરાછા ઝોનમાંથી પસાર થતી ખાડીઓના કિનારે ગેરકાયદેસર રહેણાંક અને ઔદ્યોગિક એકમોથી ધમધમતી મિલકતો વિરૂદ્ધ પણ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. આજે(5 ઓગસ્ટ) વરાછા ઝોન વિસ્તારમાં મોટાપાયે મશીનરી સાથે ડિમોલિશનની કામગીરી વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી હતી. હાલમાં જ કરંજમાં કોયલી ખાડી પર જવાહરનગરમાં ઉધના ઝોન દ્વારા 50 પૈકી 6 મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. હજી આ કાર્યવાહી પણ આગળ વધારવામાં આવશે. બે વખત નોટિસ અપાઈ હતી વરાછા ઝોન એના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે અમારા વિસ્તારમાં જે ખાડી પસાર થઈ રહી છે તેની આસપાસ જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તેનો સર્વે કરી લેવાયો હતો. ત્યારબાદ નોટિસો આપી દેવામાં આવી છે. આજે વહેલી સવારથી બુટભવાની રોડ પાસે પસાર થતી ખાડી કિનારા પર તાણી દેવામાં આવેલી 20 મિલ્કતોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. મોટાભાગે આ રહેણાંક વિસ્તાર હતો અને ત્યાં ભાડુંઆતો રહેતા હતા. અમારા દ્વારા તમામ ભાડુઆતોને પણ સૂચના આપી દેવામાં આવી હતી કે 30 તારીખ સુધીમાં તમે આ મકાનો ખાલી કરી દેજો. આજે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે મકાનો ખાલી કરી દેવાતા ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ખાડીપૂર નિવારણ માટે લાંબા-ટૂંકાગાળાનું આયોજન સુરત મહાનગર પાલિકા ખાડીપૂરનાં પ્રકોપ સામે વામણી પુરવાર થતાં વહીવટી તંત્રની સાથે સાથે શાસકો પણ દોડતા થઈ ગયા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ ખાડીપૂરની સમસ્યા પર કાબૂ મેળવવા માટે હાઇલેવલ કમિટીની રચના કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં ખાડીપૂર નિવારણ માટે લાંબા અને ટૂંકા ગાળા માટે અલગ-અલગ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી પ્રારંભિક તબક્કામાં ખાડીઓના કિનારે ઉભા કરાયેલા ગેરકાયદેસર એપાર્ટમેન્ટ અને મિલકતોનાં ડિમોલિશન માટેનો તખ્તો તૈયાર કરાયો હતો.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow