આપઘાતનો મામલો:વિંઝાણના તળાવમાં ડૂબી જતાં વૃદ્ધના મોતથી ગામમાં અરેરાટી
જિલ્લામાં અપમૃત્યુના બે બનાવો સામે આવ્યા હતા.જેમાં અબડાસા તાલુકાના વિંઝાણ ગામના તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત થયું હતું જ્યારે ભુજમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બાબતે મળતી વિગતો મુજબ, વિંઝાણ ગામમાં આવેલા મોટા તળાવમાં ડૂબી જવાના કારણે 61 વર્ષીય શામજીભાઇ કાનજીભાઇ મહેશ્વરીનું મોત થયું હતું. આ બાબતે કોઠારા પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ, હતભાગી પોતાના ઘરેથી મંદિરે જાઉં છું તેમ કહી નીકળ્યા હતા અને બાદમાં ગામના તળાવમાં દેહ મળી આવ્યો હતો.તેમનું ડૂબી જવાથી મોત થયું હતું નલિયા CHCના તબીબ દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું. બનાવ અંગે કોઠારા પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ ભુજના ભાનુશાલી નગરમાં આવેલા ટપકેશ્વરી બિલ્ડિંગમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ટપકેશ્વરી બિલ્ડીંગમાં રહેતા 19 વર્ષીય ચેતનકુમાર ગરવા નામના યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.યુવકે કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભરી લીધું હતું.બનાવને પગલે અરેરાટી ફેલાઇ જવા પામી હતી.પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

What's Your Reaction?






