ગુજરાત પોલીસની ચિંતન શિબિર:વલસાડના ધરમપુરના રાજચંદ્ર આશ્રમ ખાતે 11થી 13 ઓગષ્ટ દરમિયાન યોજાશે, CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજર
વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આગામી 11, 12 અને 13 ઓગષ્ટના રોજ ગુજરાત પોલીસની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં રાજ્યના તમામ એસપી અને તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ચિંતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજરી આપશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન અંગે દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી પ્રેમ વીર સિંગે વલસાડની મુલાકાત લીધી હતી. આઈજી પ્રેમ વીર સિંગે વલસાડ જિલ્લા પોલીસ વડા પાસેથી ચિંતન શિબિરના આયોજન માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે શિબિરના સફળ આયોજન માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા. વલસાડ એસપી કચેરી ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં આ ત્રિદિવસીય આઈપીએસ મીટના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ જિલ્લાના એસપી અને ડીવાયએસપી પણ હાજર રહ્યા હતા. આ ચિંતન શિબિર દ્વારા પોલીસ વિભાગના કામકાજ અને પડકારો અંગે ચર્ચા કરવામાં આવશે.

What's Your Reaction?






