ગેરકાયદે રેતી ખનન દરમિયાન ભારજ નદીમાં ટ્રેક્ટર ફસાયું:પાવી જેતપુરના મોટી રાસલી ખાતે એક કલાકની જહેમત બાદ બીજા ટ્રેક્ટર વડે બહાર કઢાયું
છોટા ઉદેપુર જિલ્લામાં રેતી ખનનની પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ સેંકડો ટ્રેક્ટર દ્વારા રેતી ખનન કરવામાં આવે છે. આજે પાવી જેતપુર તાલુકાના મોટી રાસલી ખાતે આવેલી ભારજ નદીમાં રેતી ભરવા આવેલું એક ટ્રેક્ટર નદીના પાણીમાં ફસાઈ ગયું હતું. આ ટ્રેક્ટરને નદીના પાણીમાંથી બહાર કાઢવા માટે લગભગ એક કલાકની જહેમત ઉઠાવવી પડી હતી. અંતે બીજું ટ્રેક્ટર લાવીને દોરડા વડે ખેંચીને ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢવામાં સફળતા મળી હતી. નોંધનીય છે કે છોટા ઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી અને ખાસ કરીને ભારજ નદીમાંથી દરરોજ રેતીના ટ્રેક્ટર ભરાઇને જિલ્લાની સરહદે આવેલા સ્ટોકમાં ઠલવાઈ રહ્યા છે. આ પ્રકારના રેતી ખનન અંગે વહીવટી તંત્ર સજાગ બનીને તપાસ કરે તે જરૂરી બન્યું છે.

What's Your Reaction?






