ટ્રમ્પના ટેરિફના લીધે ઝીંગા ઉદ્યોગને ફટકો પડવાની ભીતિ:નવસારીને વાર્ષિક અઢી હજાર ટન એક્સપોર્ટમાં આફતના એંધાણ, ફાર્મર-વેપારીઓમાં ચિંતાનો માહોલ

અમેરિકાના પ્રમુખે એક ઓગસ્ટથી ભારત ઉપર 25 ટકા ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી, હાલમાં અમલ પાછળ ઠેલાયો છે. જોકે, ટેરિફનો અમલ થાય તો દેશના ઝીંગા ઉધોગને પણ મોટું નુકસાન થશે. સી- ફૂડ તરીકે અમેરિકા ઝીંગા મોટી માત્રામાં ખરીદે છે જેથી ઝીંગા ફાર્મરોમાં ચિંતા ફેલાઇ છે. સમગ્ર ભારતમાંથી વર્ષે 23 હજાર કરોડથી વધુના ઝીંગા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે તેમાં ગુજરાતનો હિસ્સો 700 કરોડ છે અને એમાં પણ નવસારી જિલ્લામાંથી દર વર્ષે બેથી અઢી હજાર ટન ઝીંગા એક્સપોર્ટ થાય છે એમાં આફત આવી શકે છે. 'ગુજરાતમાંથી 700 કરોડના ઝીંગા એક્સપોર્ટ થાય છે' ઝીંગા એક્સપોર્ટ સાથે સંકળાયેલા સુરેશભાઈ પટેલ જણાવે છે કે, ભારતમાંથી દર વર્ષે ઉત્પાદિત થતાં ઝીંગા પૈકી 70 ટકા અમેરિકા 20 ટકા ચીન અને 10 ટકા અન્ય દેશોમાં એક્સપોર્ટ થાય છે. આંકડા મુજબ ભારતમાંથી 23,000માં કરોડના ઝીંગા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે તેમાં ગુજરાતમાંથી 700 કરોડના ઝીંગા જાય છે. હાલમાં ઝીંગાની સરેરાશ કિંમત પ્રતિ કિલો 500 છે, ટેરિફ લાગે તો ઝીંગા ફાર્મરોએ ઝીંગા 375માં વેચવા પડશે. ધંધો ટકાવવા આમ કરવું પડશે પણ પ્રતિ કિલોએ 125નું નુકસાન પરવડે તેમ નથી. 'સરકારે આ બાબતે વિચારવું જોઇએ' સુરેશભાઈ પટેલ વધુમાં જણાવે છે કે, એક તરફ અન્ય રાજ્યમાં વીજળી પ્રતિ યુનિટ બે રૂપિયામાં મળે છે, જ્યારે ગુજરાતમાં ભાવ સાત રૂપિયા પ્રતિ યુનિટ છે. આ ઉપરાંત ઝીંગા ઉત્પાદનનો ખર્ચ પણ વધારે છે, સાથે ઝીંગામાં બ્લેક સ્પોટ રોગનું સૌથી મોટું જોખમ છે તે રોગ આવે તો આખો પાક નિષ્ફળ જાય છે. ઝીંગા ઉધોગ માટે ગુજરાત સરકાર દ્વારા વિચારવામા નહીં આવે તો આંધ્રપ્રદેશની જેમ ઝીંગા ફાર્મર માછલી કે અન્ય ફાર્મિંગ તરફ વળી જવાની શક્યતા છે. 'ઉદ્યોગમાં કામ કરતા લોકો પાસે કોઇ વિકલ્પ નથી' પ્રમોદ શુક્લા જણાવે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 25 ટકા ટેરિફ ની વાત કરી છે તે ખૂબ જ ગંભીર છે. એમાં જોવા જઈએ તો ભારતને ખૂબ જ નુકસાન છે. ઝીંગા ઉધોગને પણ મોટું નુકસાન છે. 23 હજાર કરોડ તેમજ ગુજરાતમાંથી 700 કરોડનું એક્સપોર્ટ થાય છે. જો 25 ટકા ટેરિફ લાગશે તો અમારે ઝીંગા ઉદ્યોગમાં ખૂબ ખરાબ સ્થિતિ આવશે. આ ઉદ્યોગમાં કામ કરતા લોકો પાસે બીજો અન્ય કોઈ વ્યવસાય નથી તો તેઓ શું કરશે? સરકારને અમારી વિનંતી છે કે આ મામલે કોઈ નિર્ણય લો. ફાર્મરો, ડીલરોને કોઈ લાભ થાય તેવા પ્રયત્નો સરકારએ કરવા જોઈએ. સ્થાનિક બજારની વાત કરીએ તો બજાર ખૂબ ડિમ છે જે ટાઈગર ઝીંગા છે એ સ્થાનિક બજારમાં એના ભાવ કોઈને પોસાય એવા નથી એટલે અમે એક્સપોર્ટ કરવું પડે એવું છે. 'અમારે લોન લઈને ધંધો કરવો પડે છે' ઝીંગા ઉધોગમાં ડીલર વિપુલ પટેલ જણાવે છે કે, ટ્રમ્પનો નિર્ણય ઝીંગા ઉદ્યોગનો ખૂબ નુકસાન કરશે. કારણ કે આ ભાર ફાર્મરના માથે પડશે. ફાર્મરના માથે ભાર પડે એટલે એ ડીલર પર ભાર પડે, ફાર્મર મેડિસિનથી લઈને ફીડિંગ કરાવે છે, જેમાં મોટો ખર્ચો આવે છે. આ ઝીંગા ઉધોગ માટે અમારે લોન લઈને ધંધો કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઝીંગા ઉદ્યોગમાં રોગનો પણ મોટું દુષણ છે જો રોગ આવે તો તમામ જે પાક છે એ નુકસાન પામે છે જો ટેરિફ લાગશે તો આ ધંધો કરો મુશ્કેલ પડશે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow