ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટ્યું, 4નાં મોત, 50 ગુમ:34 સેકન્ડમાં જ ગામ ધોવાયું, હોટલ-ઘર તણખલાંની જેમ તણાયાં; રેસ્ક્યૂ માટે આર્મી પહોંચી
ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીર ગંગા ગામ ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે બપોરે 1.45 વાગ્યે બની હતી. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે. ઉત્તરકાશીના ડીએમ પ્રશાંત આર્યએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 4 લોકોનાં મોત થયા છે. 50થી વધુ લોકો ગુમ છે. ઘણા લોકો દટાયા હોવાના અહેવાલ છે. ધરાલી ગામ દેહરાદૂનથી 218 કિમી દૂર છે. ઘટનાના ઘણા વીડિયો અને ફોટા સામે આવ્યા છે. સેના સાથે SDRF, NDRFની બચાવ ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે. તસવીરોમાં જુઓ વાદળ ફાટવાનું દૃશ્ય હવામાન સંબંધિત અપડેટ્સ માટે, નીચે બ્લોગ વાંચો...

What's Your Reaction?






