દિલ્હીમાં મહિલાએ પતિની હત્યા કરાવી:પ્રેમી સાથે મળીને કાવતરું રચ્યું; પોલીસે કહ્યું- મૃતકનું ગુનાહિત બેકગ્રાઉન્ડ, પત્ની સાથે મારપીટ કરતો

દિલ્હીના અલીપુર વિસ્તારના રહેવાસી પ્રીતમ પ્રકાશ (ઉં.વ.42)ની 5 જુલાઈના રોજ હત્યા કરવામાં આવી હતી. સોમવારે પોલીસે ખુલાસો કર્યો કે પ્રીતમની હત્યા તેની પત્ની સોનિયા (ઉં.વ.34)એ તેના પ્રેમી સાથે મળીને કરી હતી. પ્રીતમના ગુમ થવાની જાણ અલીપુર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે હરિયાણાના સોનીપતમાં એક નાળામાંથી પ્રીતમનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ત્યાર બાદ પોલીસે કેસની તપાસ કરી અને હત્યાના આરોપી સુધી પહોંચી. પોલીસે જણાવ્યું હતું કે પ્રીતમ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતો હતો અને તે રોજ સોનિયાને મારતો હતો. આ કારણે સોનિયા તેનાથી અલગ થવા માગતી હતી. તે તેના પ્રેમી રોહિત સાથે નવું જીવન શરૂ કરવાની યોજના બનાવી રહી હતી. સોનિયાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને વિજય, જે પહેલાંથી જ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હતો તેને તેની હત્યા માટે સોપારી આપી હતી. પોલીસે આ કેસમાં સોનિયા અને રોહિતની ધરપકડ કરી છે, જ્યારે વિજય પહેલાંથી જ જેલમાં છે. આખો મામલો સમજો... સોનિયાનું છેલ્લાં 2 વર્ષથી અફેર હતું સોનિયાના લગ્ન 16 વર્ષની ઉંમરે પ્રીતમ સાથે થયા હતા. તેમને ત્રણ બાળક છે. પ્રીતમ ડ્રગ્સનો વ્યસની હતો અને લૂંટ, હથિયાર રાખવાં અને અપહરણ જેવા ઘણા કેસોમાં સંડોવાયેલો હતો. વારંવાર કાઉન્સેલિંગ છતાં તેની તબિયતમાં કોઈ સુધારો થતો ન હતો. 2023માં સોનિયાએ સોશિયલ મીડિયા પર કેબ ડ્રાઇવર રોહિત સાથે મિત્રતા કરી, જે પોતે ગુનાહિત કેસોમાં સંડોવાયેલો હતો. બંને વચ્ચેના સંબંધો વિકસ્યા અને તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ તેનો પતિ પ્રીતમ આ માટે સહમત નહોતો. 50 હજારનો કોન્ટ્રેક્ટ આપીને હત્યા કરાવવામાં આવી 2 જુલાઈના રોજ થયેલા ઝઘડા પછી સોનિયા હરિયાણાના સોનીપતમાં તેની બહેનના ઘરે ગઈ. રસ્તામાં તેણે રોહિતને પ્રીતમને મારી નાખવા કહ્યું. રોહિતે કહ્યું કે તે એવું નહીં કરી શકે, પરંતુ 6 લાખ રૂપિયામાં પ્રીતમને મારવા માટે કોઈને રાખી શકે છે. સોનિયા પાસે એટલા પૈસા નહોતા અને યોજના અધૂરી રહી ગઈ. 5 જુલાઈના રોજ પ્રીતમ સોનિયાને પાછી લાવવા સોનીપત આવ્યો. ત્યાં પણ ઝઘડો થયો. આ દરમિયાન સોનિયાએ તેની બહેનના સાળા વિજયનો સંપર્ક કર્યો, જેણે 1 લાખ રૂપિયામાં હત્યા કરવા સહમતી આપી, પરંતુ સોદો 50,000 રૂપિયામાં નક્કી થયો. એ જ રાત્રે વિજયે પ્રીતમની હત્યા કરી અને લાશને કપડામાં લપેટીને ગટરમાં ફેંકી દીધી. સોનિયાએ અલીપુર પોલીસ સ્ટેશનમાં તેના પતિના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો અને પુરાવાનો નાશ કરવા માટે તેનો ફોન રોહિતને આપ્યો. મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો? જ્યારે પોલીસે પ્રીતમને શોધવાનું શરૂ કર્યું ત્યારે તેનો મોબાઇલ ફોન સોનીપતમાં સક્રિય મળી આવ્યો. પૂછપરછ દરમિયાન રોહિત પકડાઈ ગયો અને સમગ્ર હત્યા યોજનાનો પર્દાફાશ થયો. રોહિતની ધરપકડ પછી સોનિયા પણ પકડાઈ ગઈ. તેણે જણાવ્યું કે વિજયે હત્યા પછી મૃતદેહનો ફોટો પણ મોકલ્યો હતો. હત્યા પછી સોનિયાએ પ્રીતમની કાર વેચીને 2.80 લાખ રૂપિયા કમાયા, જેમાંથી તેણે રોહિતને કેટલાક પૈસા આપ્યા.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow