મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, આજે અંતિમ સંસ્કાર; સોનું ફરી 1 લાખને પાર, ઓવલ ટેસ્ટમાં સિરાઝે 5 વિકેટ લઈને બાજી પલટી
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઝારખંડના ભૂતપૂર્વ સીએમ શિબુ સોરેનના અવસાનના હતા. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. બીજા સમાચાર રાહુલ ગાંધી વિશે રહ્યા, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સાંસદને ચીને જમીન પર કબજો કર્યો હોવાના તેમના જૂના નિવેદન પર ઠપકો આપ્યો. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સુપ્રીમ કોર્ટ બાંકે બિહારી કોરિડોર અને ન્યાસના કેસની સુનાવણી કરશે. 2. સંસદના ચોમાસુ સત્રનો 12મો દિવસ. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ, 2025 અને નેશનલ એન્ટી-ડોપિંગ એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ રજૂ કરવામાં આવશે. ???? કાલના મોટા સમાચારો 1. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન:રામગઢમાં આજે અંતિમ સંસ્કાર ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ શિબુ સોરેનનો પાર્થિવ દેહ દિલ્હીથી રાંચી લવાશે. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે મંગળવારે કરવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધી તેમાં હાજરી આપશે. આજે સાંજે શિબુ સોરેનનો પાર્થિવ દેહ એરપોર્ટથી સીધા મોરાબાદી નિવાસસ્થાને લાવવામાં આવશે. શિબુ સોરેનના અંતિમ સંસ્કાર મંગળવારે બપોરે 12 વાગ્યે રામગઢના નેમરા ગામમાં કરવામાં આવશે. નાના પુત્ર બસંત સોરેન ચિતાને અગ્નિદાહ આપશે. રાષ્ટ્રપતિ અને પીએમ મોદી ગંગારામ હોસ્પિટલ પહોંચ્યા અને શિબુ સોરેનને શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસ પ્રમુખ ખડગે, મીસા ભારતી, મનોજ ઝા અને ઘણા આરજેડી નેતાઓએ પણ હોસ્પિટલમાં પરિવારને મળ્યા. દિશામ ગુરુજી તરીકે જાણીતા સોરેને આજે સવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 81 વર્ષના હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા:કહ્યું- જો તમે સાચા ભારતીય હોત તો આવું ના કર્યું હોત, તમને કેવી રીતે ખબર કે ચીને ભારતની જમીન પર કબજો કર્યો છે? સુપ્રીમ કોર્ટે સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. પૂછ્યું હતું કે તમને કેવી રીતે ખબર પડી કે ચીને 2000 ચોરસ કિલોમીટર ભારતીય જમીન પર કબજો કરી લીધો છે? વિશ્વસનીય માહિતી શું છે? જો તમે સાચા ભારતીય હોત તો તમે આ કહ્યું ન હોત. કોર્ટે કહ્યું, જ્યારે સરહદ પાર સંઘર્ષ ચાલી રહ્યો હોય ત્યારે શું તમે આ બધું કહી શકો છો? તમે સંસદમાં પ્રશ્નો કેમ પૂછી શકતા નથી? તમે (રાહુલ ગાંધી) વિપક્ષના નેતા છો, સંસદમાં બોલો છો, સોશિયલ મીડિયા પર નહીં. જોકે કોર્ટે રાહુલ ગાંધીને સેના પરની ટિપ્પણીના મામલે રાહત આપી છે. રાહુલ ગાંધીના સમન્સ સામેની અરજી પર ઉત્તરપ્રદેશ સરકાર અને ફરિયાદીને નોટિસ જાહેર કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પહેલગામ હુમલાના આતંકી પાકિસ્તાની હતા, લોકલ નહીં:6 પુરાવા PAKના રાષ્ટ્રીય ડેટાબેઝ સાથે મેચ થયા; આમાં ડોક્યુમેન્ટ-બાયોમેટ્રિક રેકોર્ડનો સમાવેશ 28 જુલાઈના રોજ ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓ સ્થાનિક નહીં પણ પાકિસ્તાની હતા. સુરક્ષા એજન્સીના એક અધિકારીએ પુરાવાના આધારે સમાચાર એજન્સી PTIને આ માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને એન્કાઉન્ટર સ્થળ પાસેથી મળેલા પુરાવાઓથી સ્પષ્ટ થાય છે કે તેઓ પાકિસ્તાનના હતા. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પર આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાની મતદાર ઓળખપત્ર સહિત પુરાવા મેળવ્યા હતા. સુરક્ષા એજન્સીએ આ પુરાવાઓને પાકિસ્તાનના રાષ્ટ્રીય ડેટાબેઝ અને નોંધણી સત્તામંડળ (NADRA) સાથે મેચ કર્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ભારતની રોમાંચક જીત, સિરીઝ 2-2 થી ડ્રો:ઇંગ્લેન્ડે એક કલાકમાં 4 વિકેટ ગુમાવી; સિરાજે ચોથી ઇનિંગમાં 5 વિકેટ લઈને પાસું ફેરવી નાખ્યું ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે ભારતે 4 વિકેટ લઈને 6 રનથી મેચ જીતી લીધી. આ સાથે, ટીમે 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પણ 2-2 થી બરાબર કરી. ભારતીય પેસર મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું અને ટીમને રોમાંચક જીત અપાવી. ગુરુવારે ઓવલ ખાતે ઇંગ્લેન્ડે બોલિંગ પસંદ કરી. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 અને ઇંગ્લેન્ડે 247 રન બનાવ્યા. 23 રનથી પાછળ રહ્યા બાદ, ભારતે બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા. ઇંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 3 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા હતા. ત્યારબાદ હેરી બ્રુક સદી ફટકારીને આઉટ થયો. અહીંથી, ભારતે 354 સુધી ઇંગ્લેન્ડની 8 વિકેટ લીધી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટેસ્લાનું દેશમાં પહેલું સુપર ચાર્જિંગ સ્ટેશન શરૂ:14 મિનિટના ચાર્જિંગમાં કાર 300 કિમી ચાલશે ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં પોતાનું પહેલું સુપર ચાર્જિંગ સ્ટેશન શરૂ કર્યું છે. આ સ્ટેશન મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં ખુલ્યું છે. આ સ્ટેશનમાં 4 V4 સુપરચાર્જર (DC ફાસ્ટ ચાર્જર) અને 4 ડેસ્ટિનેશન ચાર્જર (AC ચાર્જર) છે. સુપર ચાર્જર 250 kWની ઝડપે ચાર્જ થાય છે, તે ફક્ત 14 મિનિટના ચાર્જિંગમાં લગભગ 300 કિમીની રેન્જ આપશે. સુપર ચાર્જરની કિંમત 24 રૂપિયા પ્રતિ kWh છે અને ડેસ્ટિનેશન ચાર્જરની કિંમત 14 રૂપિયા પ્રતિ kWh છે. ટેસ્લા કાર માલિકો ટેસ્લાની એપ દ્વારા ચાર્જર ખાલી છે કે નહીં તે ચકાસી શકે છે. આ ઉપરાંત, તેઓ ચાર્જિંગ પ્રોગ્રેસ પણ જોઈ શકે છે અને ચુકવણી પણ કરી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સૌરાષ્ટ્ર યુનિ.માં બે વર્ષ બાદ PhDની પ્રવેશ પરીક્ષા લેવાશે:NSUIએ ચાલુ કાર્યક્રમમાં હલ્લાબોલ કરતાં VC ઝૂક્યા સૌરાષ્ટ્ર યનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ન લેવાતી PhDની પ્રવેશ પરીક્ષા લેવાનો આજે કુલપતિએ નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સહયોગથી આજે (4 ઓગસ્ટ) રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો NSUIના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેનું કારણ એ હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા બે વર્ષથી પીએચ.ડી.ની પ્રવેશ માટેની પરીક્ષા લેવામાં આવતી નથી. જેમાં SNUIના ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં NET અને GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા લેવા માટેનો નિર્ણય કરાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંધીનગરમાં આંગણવાડીની 2500

What's Your Reaction?






