'ધ વોકિંગ ડેડ' ફેમ એક્ટ્રેસ કેલી મેકનું અવસાન:33 વર્ષની નાની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા; દુર્લભ મગજના કેન્સરથી પીડાતી હતી

હોલિવૂડ એક્ટ્રેસ કેલી મેકનું 2 ઓગસ્ટના રોજ અવસાન થયું. તેની ઉંમર માત્ર 33 વર્ષની હતી. તેમનું અમેરિકાના સિનસિનાટીમાં નાની વયે અવસાન થયું. રિપોર્ટ અનુસાર, તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના ગ્લિઓમા નામના રોગથી પીડાતી હતી. ગ્લિઓમા મગજના કેન્સરનું એક દુર્લભ અને ખતરનાક સ્વરૂપ છે. આ રોગ મગજ અને નર્વસ સિસ્ટમને સીધી અસર કરે છે. પરિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેલીએ તેના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 5 ઓગસ્ટના રોજ, તેની બહેને સોશિયલ મીડિયા પોસ્ટમાં એક્ટ્રેસના મૃત્યુની માહિતી આપી હતી. કેલી મેકે 2010માં હિન્સડેલ સેન્ટ્રલ હાઇ સ્કૂલમાંથી સ્નાતક કર્યું. 2014માં, તેણે ચેપમેન યુનિવર્સિટીની ડોજ કોલેજ ઓફ ફિલ્મમાંથી સિનેમેટોગ્રાફીમાં સ્નાતકની ડિગ્રી મેળવી. કેલીને તેના જન્મદિવસ પર એક નાનો વીડિયો કેમેરા મળ્યો ત્યારે તેને એક્ટિંગમાં રસ પડ્યો. આ પછી, તે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ઘણી જાહેરાતોમાં જોવા મળી. કેલીને ફિલ્મ 'ધ એલિફન્ટ ગાર્ડન' માં એક્ટિંગ માટે ટિશ સ્કૂલ ઓફ ધ આર્ટ્સ તરફથી એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મે 2008માં ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટુડન્ટ વિઝનરી એવોર્ડ પણ જીત્યો હતો. એક્ટ્રેસ હોવા ઉપરાંત, તે એક સ્ક્રિનરાઈટર પણ હતી. તે તેની માતા ક્રિસ્ટન ક્લેબાનો સાથે અનેક સ્ક્રિપ્ટો પર કામ કરી રહી હતી. સાથે મળીને, તેણે 'ઓન ધ બ્લેક' નામની ફિલ્મની સ્ક્રિપ્ટ લખી. તે 1950 ના દાયકામાં કોલેજ બેઝબોલ પર આધારિત સ્ટોરી હતી, જે તેના નાના-નાની સાથે સંબંધિત હતી. કેલીની બીજી ફિલ્મ 'અ નોક એટ ધ ડોર' ને પણ લોકોએ ખૂબ પસંદ કરી. આ ફિલ્મને ફિલ્મક્વેસ્ટમાં નોમિનેશન અને એટલાન્ટા હોરર ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો. 'ધ વોકિંગ ડેડ'ની સીઝન 9 માં તેણીની સૌથી ફેમસ ભૂમિકા "એડી" હતી. તેણી શોના પાંચ એપિસોડમાં દેખાઈ હતી.

Aug 6, 2025 - 14:39
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow