રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો:મહેસાણા સિવિલમાં ડિજિટલ એક્સરે સહિતના મશીનો વસાવાશે

ચાર મહિના પછી મહેસાણા સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક બુધવારે કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં દર્દીઓના હિતમાં ડિજિટલ મશીન વસાવવા સહિતના નિર્ણયો લેવાયા હતા કલેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દર્દીઓ માટે નાના મોટા મશીન ખરીદ કરવાની સંમતિ આપવામાં આવી હતી. જે અંતર્ગત સીએસઆર ફંડ અંતર્ગત યુએસજી મશીન, ડિજિટલ એક્સરે મશીન, માઈક્રોસ્કોપ સહિતના મેડિકલ સાધનો આગામી દિવસોમાં વસાવામાં આવશે. સાથે સિવિલ હોસ્પિટલ માં વારંવાર ઉભરાતી ગટર લાઈનને કારણે કલેક્ટરે પીઆઇયુને જેટિંગ મશીનથી આ ગટરોને બરાબર સાફ કરી તેનો યોગ્ય નિકાલ કરવા માટેની તાકીદ કરાઇ હતી. સાથે સિવિલ હોસ્પિટલની સગર્ભા બહેનોને ફાઈલ અને બેગ પૂરી પાડવાનો નવીન નિર્ણય પણ કરાયો હતો. લાંબા સમય પછી યોજાયેલી રોગી કલ્યાણ સમિતિની આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના અન્ય સભ્યો અને સર્જન ગોપીબેન પટેલ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow