પદયાત્રા:પાલિતાણામાં 36 ગામમાં સુપોષણ જયોત પદયાત્રા

પાલિતાણા શહેર સહિત તાલુકાના 36 ગામોમાં અને 99 કિ.મી.ની સુપોષણ જયોત પદયાત્રા યોજવામાં આવશે.જે યાત્રા દરમિયાન કુલ અંદાજે 14000 લોકો જોડાશે.તે પદયાત્રાને આગામી તા.22-9-25 પ્રથમ નવરાત્રીએ કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવિયા લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. પાલીતાણા શહેર સહિત ગામડામાં કુલ 201 આંગણવાડી આવેલ છે.જેમાં અંદાજે 10208 બાળકો છે.તેમાં અતિકુપોષિત બાળકોની સંખ્યા એપ્રિલ માસમાં કુલ 278 હતી.જે બાબતે પાલીતાણા તાલુકા ભાજપના પૂર્વ અધ્યક્ષ નૂતનસિંહ ગોહિલ દ્વારા ત્રણ મહિના સુધી આંગણવાડીઓનો પ્રવાસ કરી.બાળકોના વાલીઓને સુપોષણ સંદર્ભે સંવાદ કરી માહિતી અને સમજણ આપવાનું અભિયાન ચલાવ્યું અને તેની ફળશ્રુતિ સ્વરૂપે અતિકુપોષિત બાળકોની સંખ્યામાં આશરે 190 આસપાસનો ઘટાડો નોંધાયેલ.અને હજુ પણ એક મહિનો આંગણવાડીનો સંપર્ક અને વાલીઓ સાથે સંવાદનું અભિયાન ચલાવવામાં આવશે. તેમ આ પદયાત્રાનાં પ્રયોજક નૂતનસિંહ ગોહિલે જણાવ્યું હતું.આંગણવાડી અને બાળકોના વાલીઓ વચ્ચે સંવાદ જારી રહે તો તાલુકામાં અતિકુપોષિત બાળકોનું પ્રમાણ ઘટી શકે છે. જે અતિકુપોષિતની સંખ્યા હતી તેમાં વાલીઓ સાથે સંવાદથી ઘટાડો જણાયો છે પરંતુ નવા અતિકુપોષિત બાળકો આવે છે તો તેના માટે જનજાગૃતિ લાવવામાં આવે તે જરૂરી જણાતાં નૂતનસિંહ ગોહિલ દ્વારા સુપોષણ જયોત પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં પાલીતાણાની શૈક્ષણિક,સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ દરેક સમાજનાં લોકો જોડાશે. યાત્રા ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને પુરી થશે યાત્રા પાલીતાણા શહેરની મુખ્ય બજારમાંથી પસાર થઈ ગામડામાં માનવડ,વડિયા, રાણપરડા,માળિયા,પાંચપીપળા,લીલીવાવ,દુધાળા, ઘેટી, આદપુર,કંજરડા, જાળિયા (માનાજી),જાળિયા હસ્તગીરી (અમરાજી), ગણધોળ,રોહિશાળા,ડુંગરપુર,જીવાપુર,ગરાજીયા,સોનપરી, નાનીપાણીયાળી, ભૂતિયા, મોટીપાણીયાળી,ભાદાવાવ,જામવાળી-૨,પીપરડી-1, જામવાળી-1, લુવારવાવ,વીરપુર,મોટી રાજસ્થળી,માલપરા,મોખડકા, ખીજડીયા (મો), સેંજળિયા,લોંઈચડા (નવા),આંકોલાળી અને હણોલ ખાતે આ પદયાત્રાનું સમાપન થશે. યાત્રા દરમિયાન નિવૃત્ત સૈનિકનું સન્માન કરાશે.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow