વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી:કાલે આદિવાસી દિવસે રેલી નીકળશે
9 ઓગસ્ટને શનિવાર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.ભાવનગર સમસ્ત આદિવાસી સમાજ તરફથી તા. 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સર ટી. હોસ્પિટલ ખાતે ફ્રૂટનું વિતરણ કરવામાં આવશે. શહીદ સ્મારક હલુરિયા ખાતે સવારે 10 કલાકે ભગવાન બિરસા મુંડાને ફુલહારનો કાર્યક્રમ, ભાવનગર ભીલ જ્ઞાતિ આદિવાસીની વાડી ખાતેથી સ્કૂટર રેલી નીકળશે તેમજ હલુરીયા ચોક ખાતે પહોંચશે. રેફરલ હોસ્પિટલ, રૂવાપરી રોડ ખાતે બપોરે 12 કલાકે મીઠાઈ વિતરણ કરાશે. ભાવનગર મહાનગરપાલિકાના ટેમ્પલ બેલ વાળા તમામ આદિવાસી હોવાથી તેઓને ચેવડો પેંડાનું વિતરણ કરાશે. ભાવનગરમાં છુટાછવાયા મજૂરી કામ કરતા આદિવાસી ભાઈઓને સરદારનગર, 150 ફૂટ રીંગ રોડ તથા રૂવા ખાતે ચેવડો તથા પેંડા વિતરણ કરવામાં આવશે.

What's Your Reaction?






