આણંદમાં 150થી વધુ લારી-પથારાવાળાએ મનપા કચેરી બહાર ધરણાં કર્યા:સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ કરવા અને હાલની જગ્યાએ જ વેપાર કરવા દેવાની માંગ સાથે કમિશનરને આવેદનપત્ર આપ્યું

આણંદ શહેરમાં વર્ષોથી હજારો પરિવારો લારી-પથારાના વ્યવસાય પર નિર્ભર છે. મહાનગરપાલિકા રચાયા બાદ શહેરમાં આવેલ ટૂંકી ગલી, આણંદ-વિદ્યાનગર રોડ પરના ખાણીપીણી વાળા, ગણેશ ચોકડી વિસ્તાર, વિદ્યાનગરની ખાણીપીણીની લારીઓવાળા, મોટી શાકમાર્કેટની બહાર ફ્રુટની લારીવાળા, બાકરોલ ગેટની બહાર શાકભાજીની લારીવાળાને દબાણ તરીકે દૂર કરવામાં આવ્યા છે. પરંતુ, તેઓને કોઈ વૈકલ્પિક જગ્યા આપવામાં આવી નથી. જેને પગલે અનેક લારી-પથારાવાળાની રોજીરોટી છિનવાઈ ગઈ છે. ત્યારે, આણંદમાં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ કરવા તેમજ ગરીબ અને નાના વેપારીઓને જે તે જગ્યાએ ઉભા રહેવા દેવામાં આવે તેવી માંગ સાથે કરમસદ-આણંદ મહાનગરપાલિકાની હદમાં ઉભા રહી વેપાર કરતાં 150 કરતાં વધુ લારી-પથારાવાળા આજરોજ સામાજીક કાર્યકર હર્ષિલ દવે ની આગેવાની હેઠળ કમિશ્નરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતાં. જોકે, પોલીસે મુખ્ય ગેટ બંધ કરી, આ લારી-પથારાવાળાને મનપા કચેરીમાં પ્રવેશવા દીધાં ન હતાં. બીજી બાજુ કચેરીમાં કમિશ્નર પણ હાજર ન હતાં. જેથી લારી-પથારાવાળા મનપા કચેરીના મુખ્ય દરવાજાની બહાર કોઈને નડતરરૂપ ન થાય તે રીતે ધરણાં પર બેસી ગયાં હતાં. દોઢેક કલાક બાદ કમિશનર મિલીંદ બાપના મનપા કચેરીમાં આવ્યાં હતાં. પરંતુ, તેઓ આ લારી-પથારાવાળાની રજૂઆત સાંભળ્યાં વિના ગાડીમાંથી ઉતરી સીધાં ઓફિસમાં જતાં રહ્યાં હતાં. જેથી રોષે ભરાયેલા લારી-પથારાવાળાની "હાય રે કમિશ્નર હાય....હાય" તેમજ "જબ જબ કમિશ્નર ડરતાં હે....પોલીસ કો આગે કરતાં હે" ના નારા લગાવ્યાં હતાં. બીજી બાજુ પોલીસે પાંચ વ્યક્તિઓ કમિશ્નરની ઓફિસમાં જઈને આવેદનપત્ર આપવાની મંજૂરી આપી હતી. જોકે લારી-પથારાવાળાઓએ પોલીસની આ વાત સ્વીકારી ન હતી અને જો અમને અંદર જવા ન દેવા હોય તો કમિશ્નર નીચે આવીને આવેદનપત્ર સ્વીકારે તેવી માંગ ઉચ્ચારી હતી. પરંતુ, તેમ થયું નહીં. આખરે સામાજીક આગેવાન હર્ષિલ દવે સાથે પાંચ લારી-પથારાવાળાઓએ અંદર જઈ કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કમિશ્નરે પણ આવનાર સમયમાં વેન્ડિંગ ઝોન ફાળવી આપવાની તૈયારી દર્શાવી છે. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ ન થાય ત્યાં સુધી એક પણ લારી હટાવવી નહીં આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, લારી-ગલ્લાવાળા, પથારાવાળા, ખુમચાવાળા તમામ નાગરિકોને રોજગારનો અધિકાર સરકારે 2014માં સ્ટ્રીટ વેન્ડર પોલિસી મુજબ કાયદો બનાવવામાં આવ્યો છે. એટલે કે કોઈપણ રોડ-રસ્તા ઉપર ધંધો કરતા લારી ગલ્લાવાળાઓને હટાવી શકાય નહીં. જો તેમને હટાવવા હોય તો તેમની મંડળી બનાવી તેનાથી નજીકના અંતરે વ્યવસ્થા ઊભી કરવી. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ 2014 લાગુ કરવી અને જ્યાં સુધી તે લાગુ ન થાય ત્યાં સુધી એક પણ લારી દૂર ન કરવી જોઈએ, જો તે ટ્રાફિકને અવરોધતી હોય તો, સુપ્રીમ કોર્ટના નીતિ માર્ગદર્શિકા મુજબ તેને 200 મીટરના અંતરે ખસેડવામાં આવે. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ (આજીવિકા સંરક્ષણ અને સ્ટ્રીટ વેન્ડિંગનું નિયમન) ૫ માર્ચ, ૨૦૧૪ ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. માટે, કાયદેસર રીતે આ લારી ગલ્લાવાળાઓને હટાવી શકાય નહીં. કારણ કે કોર્પોરેશન દ્વારા આ એક્ટ અમલ કરવામાં આવ્યો નથી. માટે આ લોકોને વિનામૂલ્ય લારીઓ પરત આપી એમના ધંધા રોજગારને ચાલુ કરવા દેવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી છે. કોર્ટમાં જવાની ચીમકી જો શેરી વિક્રેતા અધિનિયમ-2014 ના અમલીકરણ વિના કોઈપણ શેરી વિક્રેતા લારી ગલ્લા, પથારાવાળાઓને હેરાન કરવામાં આવે તો અમને કોર્ટના તિરસ્કાર અને નાગરિકોના હેરાનગતિ અને લૂંટ માટે કોર્ટમાં જવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આણંદમાં વેન્ડિંગ ઝોનની ફાળવણીની માંગ પ્રધાનમંત્રી સુધી પહોંચી છે આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ લારી-પાથરણા વાળાને વેન્ડિંગગ ઝોન ફાળવવામાં આવ્યું નથી. બીજી બાજુ આણંદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના ટૂંકી ગલીમાં વ્યવસાય કરતાં લારી-પાથરણાવાળાઓને હટાવ્યાં છે. આ અંગે સ્થાનિક તંત્રને અનેકોવારની રજુઆતો પણ કરવામાં આવી છે. પણ, આ રજૂઆતો ધ્યાને લેવાતી ન હોવાથી આણંદના યુવા સામાજીક કાર્યક્રર હર્ષિલ દવે એ થોડા દિવસો અગાઉ જ દિલ્હી ખાતે પ્રધાનમંત્રી કાર્યાલયમાં રૂબરૂ જઈને લેખિત રજૂઆત કરી હતી. કમિશનર પોતાને ચમરબંધી સમજીને ગરીબોને હેરાન કરે છે - હર્ષિલ દવે આજથી પંદર દિવસ અગાઉ અમે લારી-પાથાણાવાળા માટે આંદોલન કર્યું હતું. પ્રધાનમંત્રી સુધી પણ રજૂઆત કરી હતી. પણ આ જાડી ચામડીના કમિશનરે કોઈપણ લારી-પાથરણાવાળા માટે વૈકલ્પિક જગ્યા ફાળવી નથી, કે વેન્ડિંગ ઝોનની પણ ફાળવણી કરી નથી. કમિશનર પોતાની જાતને ચમરબંધી સમજીને ગરીબોને હેરાન કરી રહ્યા છે. રૂપિયાવાળા લોકો દબાણ કરે ત્યાં, કમિશનરની ચમરબંધી નથી ચાલતી. અમને ન્યાય મળવો જોઈએ - માહિર વ્હોરા માહિરભાઈ વ્હોરા જણાવે છે કે, અમને ન્યાય મળવો જોઈએ. ઘણા લોકોનો રોજગાર આ લારી-પાથરણાં પર ચાલી રહ્યો છે. હાલ ઘણાં ગરીબો હેરાન છે. માટે તંત્ર બનતી કોશિશ કરે તો સારું. અરજદારોની અવરજવર માટે મનપા કચેરીનો દ્વાર અડધો ખુલ્લો રખાયો પોલીસ અને મનપા તંત્ર દ્વારા આજરોજ આવેદનપત્ર આપવા માટે આવેલા લારી-ગલ્લાં અને પાથરણાવાળાઓ માટે મનપા કચેરીના દ્વાર બંધ કરી દીધાં હતાં. જોકે, કચેરીમાં અન્ય કામ અર્થે આવતાં અરજદારો માટે મુખ્ય દ્વાર અડધો ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જેથી અરજદારોને કચેરીમાં અવરજવર કરવામાં તકલીફ પડી ન હતી.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow