વિસાવદરમાં કોંગ્રેસનું સ્વાભિમાન સંમેલન:શક્તિસિંહે કહ્યું- આ ચૂંટણી અહંકાર તોડવાની અને લોકશાહી બચાવવાની છે;અમિત ચાવડાએ કહ્યું- કમોસમી નથી, પાપથી પેદા થયેલી છે
ગુજરાતમાં ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી તારીખ 19 જૂન, 2025ના રોજ યોજાવાની છે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે. ત્યારે આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. જોકે, ભાજપ અને કોંગ્રેસ પક્ષે હજુ સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. પરંતુ કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારનું નામ આવતીકાલે જાહેર કરશે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ આજે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કોંગ્રેસ પોતાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત અનેક નેતાઓ હાજરી આપી છે. કાર્યાલય ઉદ્ઘાટન બાદ વિસાવદર-જૂનાગઢ રોડ પર પેટ્રોલ પંપ પાસે જાહેર સભા યોજી છે. કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારની જાહેરાત થવાની શક્યતા છે. તેમાં નિતીન રાણપરિયા, કરસન વાડોદરિયા અથવા ભાવેશ ત્રાપોસિયામાંથી કોઈ એકને ટિકિટ મળી શકે છે.

What's Your Reaction?






