મોદી મતની ચોરી કરીને વડાપ્રધાન બન્યા:25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા; EC ઇલેક્ટ્રોનિક ડેટા આપે તો સાબિત કરીશુંઃ રાહુલ

કોંગ્રેસ શુક્રવારે બેંગલુરુમાં 'વોટ ઓફિસર રેલી'નું આયોજન કરી રહી છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ એમાં ભાગ લેવા માટે બેંગલુરુ પહોંચ્યા છે. બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું, છેલ્લી ચૂંટણીમાં ભાજપ, મોદી અને તેમના નેતાઓએ બંધારણ પર હુમલો કર્યો હતો. તેમણે ભારતની સંસ્થાઓનો નાશ કરીને બંધારણ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, આપણે બંધારણનું રક્ષણ કર્યું છે, મહાત્મા ગાંધી, આંબેડકર, નહેરુ અને સરદાર પટેલના અવાજો એમાં ગુંજી ઊઠે છે. એનો પાયો 'વન મેન વન વોટ' છે, બંધારણ દરેક ભારતીય નાગરિકને મતદાનનો અધિકાર આપે છે. બેંગલુરુ પહોંચતાં પહેલાં રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું. 'મતચોરી' એ માત્ર ચૂંટણીકૌભાંડ નથી, પણ બંધારણ અને લોકશાહી સાથે મોટો વિશ્વાસઘાત છે. દેશના ગુનેગારોએ સાંભળવું જોઈએ, સમય બદલાશે, તેમને ચોક્કસ સજા મળશે. ગુરુવારે રાહુલે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં 1,00,250 નકલી મત બનાવાયા હતા, જેનો ફાયદો ભાજપને થયો હતો. આ ગોટાળા ભાજપ-ઇસીની મિલીભગતને કારણે થયા હતા, જેના કારણે પીએમ મોદી ત્રીજી વખત સત્તામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ ચૂંટણી પંચે કહ્યું-રાહુલના દાવા સાચા હોય તો સહી કરે:નહીંતર દેશની માફી માંગે; પ્રિયંકાએ કહ્યું- ચૂંટણી પંચ તપાસને બદલે સોગંદનામું માંગી રહ્યું છે રાહુલના ભાષણના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ... મહાદેવપુરા બેઠક પર 1 લાખ 250 મતોની ચોરી કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 6.50 લાખ મત છે. એમાંથી 1 લાખ 250 મત ચોરાઈ ગયા, એટલે કે તેમણે 6માંથી 1 મત ચોરી લીધો. ચોરી 5 રીતે કરવામાં આવી હતી. ડુપ્લિકેટ મતદાર એટલે કે એક મતદારે ઘણી વખત મતદાન કર્યું. એક મતદારે 5-6 મતદાન મથકોમાં મતદાન કર્યું. આ લોકો પાસે કોઈ સરનામું પણ નથી. આવા લગભગ 40 હજાર મત છે. એક સરનામા પર ઘણા મતદારો છે. એક બેડરૂમવાળા ઘરમાં 40-50 મતદારો બતાવવામાં આવ્યા. જ્યારે અમે તેમને શોધવા ગયા ત્યારે ત્યાં કોઈ નહોતું. તે ઘરનો માલિક ભાજપનેતા હોવાનું બહાર આવ્યું. 7 ઓગસ્ટ: રાહુલે કહ્યું - મતદારયાદીમાં ભૂલ છે 7 ઓગસ્ટના રોજ રાહુલે દિલ્હીના ઇન્દિરા ભવનમાં 1 કલાક 11 મિનિટનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મતદારયાદીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણીપંચ કર્ણાટક, તામિલનાડુ અને હરિયાણામાં ભાજપને ટેકો આપી રહ્યું છે. હવે આ અંગે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પહેલાં ECI જવાબો આપતું હતું, આજે જ્યારે કોઈ ECIને પ્રશ્નો પૂછે છે ત્યારે જવાબ આપવાને બદલે તે શાસક પક્ષના પ્રતિનિધિની જેમ ખોટા આરોપો લગાવે છે, અને વિપક્ષી પક્ષોની માગણીઓ પર ધ્યાન આપ્યા વિના પાયાવિહોણા નિવેદનો આપે છે. સંપૂર્ણ સમાચાર વાંચો... 2 ઓગસ્ટ: રાહુલે કહ્યું- ભારતની ચૂંટણી પ્રણાલી મરી ગઈ છે, મોદી ગોટાળા દ્વારા પીએમ બન્યા રાહુલ ગાંધીએ 2 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી મરી પરવારી છે. અમે આગામી દિવસોમાં સાબિત કરીશું કે લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ શકે છે અને એ થયા પણ છે. ભારતના વડાપ્રધાન પાસે બહુ ઓછી બહુમતી છે. જો 10-15 બેઠક પર પણ ગોટાળા ન થયા હોત તો તેઓ ભારતના વડાપ્રધાન ન બન્યા હોત. રાહુલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત વાર્ષિક કાનૂની સંમેલન-2025માં આ વાતો કહી. સંપૂર્ણ સમાચાર વાંચો.. રાહુલનું ભાષણ, 4 આરોપ લગાવ્યા ચૂંટણીપંચે એક દિવસ પહેલાં જ જવાબ આપી દીધો હતો... ચૂંટણીપંચે શુક્રવારે રાહુલ ગાંધીને જવાબ આપ્યો, જેઓ સતત ચૂંટણીપંચને નિશાન બનાવી રહ્યા છે. ચૂંટણીપંચે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે આવા પાયાવિહોણા આરોપોને અવગણે છે. સતત ધમકીઓ છતાં અમે બધા ચૂંટણી અધિકારીઓને કહેવા માગીએ છીએ કે તેઓ પહેલાંની જેમ ન્યાયી અને પારદર્શક રીતે કામ કરે. બેજવાબદાર નિવેદનોને અવગણો. રાહુલે ચૂંટણી અધિકારીઓ પર નિશાન સાધ્યું, 2 કેસ... 1 ઓગસ્ટ, 2025: રાહુલે કહ્યું- મારી પાસે ચોરીના 100% પુરાવા છે રાહુલે વધુમાં કહ્યું હતું કે હું આ વાત હળવાશથી નથી લીધી, પરંતુ સો ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. અમે એને રિલીઝ કરતાંની સાથે જ આખા દેશને ખબર પડી જશે કે ચૂંટણીપંચ ભાજપ માટે મતચોરી કરવાનું કામ કરી રહ્યું છે. મધ્યપ્રદેશની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં અમને શંકા હતી, મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન અમારી શંકાઓ વધુ વધી ગઈ. 24 જુલાઈ, 2025: તમને લાગે છે કે તમે બચી જશો, આ તમારી ગેરસમજ છે તેમણે છેલ્લે કહ્યું, કર્ણાટકની એક બેઠક પર ચૂંટણીપંચે છેતરપિંડી કરી છે. અમારી પાસે આના 100% પુરાવા છે. એ જ મતવિસ્તારમાં 50, 60 અને 65 વર્ષની વયના હજારો નવા મતદારોને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. એક સીટની તપાસ કરતી વખતે અમને આ અનિયમિતતા મળી. મને ખાતરી છે કે દરેક સીટ પર આ જ નાટક ચાલી રહ્યું છે. હું ચૂંટણીપંચને સંદેશ આપવા માગું છું. જો તમને લાગે છે કે તમે આનાથી છટકી જશો, તો એ તમારી ગેરસમજ છે.' રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ બિહાર મતદાર ચકાસણી પર હુમલો કરે છે રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ બિહાર મતદાર ચકાસણી અંગે ચૂંટણીપંચની ટીકા કરી રહ્યો છે. વિપક્ષ સંસદની અંદર અને બહાર વિરોધ કરી રહ્યો છે. દરમિયાન બિહારમાં ચૂંટણીપંચે આજે એટલે કે શુક્રવારે રાજકીય પક્ષોને મતદારયાદીનો નવો ડ્રાફ્ટ જારી કર્યો છે. બિહારમાં મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કાના આંકડા બિહારમાં ચૂંટણીપંચના મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કા મુજબ, કુલ મતદારોની સંખ્યા ઘટીને 7.24 કરોડ થઈ ગઈ છે, જ્યારે અગાઉ આ આંકડો 7.89 કરોડ હતો, એટલે કે લગભગ 65 લાખ મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. નામો દૂર કરવા પાછળનું કારણ મતદારયાદીમાંથી દૂર કરાયેલાં નામોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ હવે આ દુનિયામાં નથી. આ ઉપરાંત જેઓ કાયમી રીતે બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા છે અથવા જેમનાં નામ બે વાર નોંધાયેલાં છે. માહિતી અનુસાર, 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા

Aug 9, 2025 - 07:30
 0
મોદી મતની ચોરી કરીને વડાપ્રધાન બન્યા:25 સીટ 35 હજાર કે પછી ઓછા મતથી જીત્યા; EC ઇલેક્ટ્રોનિક ડેટા આપે તો સાબિત કરીશુંઃ રાહુલ
કોંગ્રેસ શુક્રવારે બેંગલુરુમાં 'વોટ ઓફિસર રેલી'નું આયોજન કરી રહી છે. કોંગ્રેસનેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ એમાં ભાગ લેવા માટે બેંગલુરુ પહોંચ્યા છે. બેંગલુરુના ફ્રીડમ પાર્કમાં આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું, છેલ્લી ચૂંટણીમાં ભાજપ, મોદી અને તેમના નેતાઓએ બંધારણ પર હુમલો કર્યો હતો. તેમણે ભારતની સંસ્થાઓનો નાશ કરીને બંધારણ પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, આપણે બંધારણનું રક્ષણ કર્યું છે, મહાત્મા ગાંધી, આંબેડકર, નહેરુ અને સરદાર પટેલના અવાજો એમાં ગુંજી ઊઠે છે. એનો પાયો 'વન મેન વન વોટ' છે, બંધારણ દરેક ભારતીય નાગરિકને મતદાનનો અધિકાર આપે છે. બેંગલુરુ પહોંચતાં પહેલાં રાહુલે પોતાની પોસ્ટમાં લખ્યું. 'મતચોરી' એ માત્ર ચૂંટણીકૌભાંડ નથી, પણ બંધારણ અને લોકશાહી સાથે મોટો વિશ્વાસઘાત છે. દેશના ગુનેગારોએ સાંભળવું જોઈએ, સમય બદલાશે, તેમને ચોક્કસ સજા મળશે. ગુરુવારે રાહુલે આરોપ લગાવ્યો હતો કે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મતવિસ્તારમાં 1,00,250 નકલી મત બનાવાયા હતા, જેનો ફાયદો ભાજપને થયો હતો. આ ગોટાળા ભાજપ-ઇસીની મિલીભગતને કારણે થયા હતા, જેના કારણે પીએમ મોદી ત્રીજી વખત સત્તામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ ચૂંટણી પંચે કહ્યું-રાહુલના દાવા સાચા હોય તો સહી કરે:નહીંતર દેશની માફી માંગે; પ્રિયંકાએ કહ્યું- ચૂંટણી પંચ તપાસને બદલે સોગંદનામું માંગી રહ્યું છે રાહુલના ભાષણના મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ... મહાદેવપુરા બેઠક પર 1 લાખ 250 મતોની ચોરી કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 6.50 લાખ મત છે. એમાંથી 1 લાખ 250 મત ચોરાઈ ગયા, એટલે કે તેમણે 6માંથી 1 મત ચોરી લીધો. ચોરી 5 રીતે કરવામાં આવી હતી. ડુપ્લિકેટ મતદાર એટલે કે એક મતદારે ઘણી વખત મતદાન કર્યું. એક મતદારે 5-6 મતદાન મથકોમાં મતદાન કર્યું. આ લોકો પાસે કોઈ સરનામું પણ નથી. આવા લગભગ 40 હજાર મત છે. એક સરનામા પર ઘણા મતદારો છે. એક બેડરૂમવાળા ઘરમાં 40-50 મતદારો બતાવવામાં આવ્યા. જ્યારે અમે તેમને શોધવા ગયા ત્યારે ત્યાં કોઈ નહોતું. તે ઘરનો માલિક ભાજપનેતા હોવાનું બહાર આવ્યું. 7 ઓગસ્ટ: રાહુલે કહ્યું - મતદારયાદીમાં ભૂલ છે 7 ઓગસ્ટના રોજ રાહુલે દિલ્હીના ઇન્દિરા ભવનમાં 1 કલાક 11 મિનિટનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ મતદારયાદીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણીપંચ કર્ણાટક, તામિલનાડુ અને હરિયાણામાં ભાજપને ટેકો આપી રહ્યું છે. હવે આ અંગે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે પહેલાં ECI જવાબો આપતું હતું, આજે જ્યારે કોઈ ECIને પ્રશ્નો પૂછે છે ત્યારે જવાબ આપવાને બદલે તે શાસક પક્ષના પ્રતિનિધિની જેમ ખોટા આરોપો લગાવે છે, અને વિપક્ષી પક્ષોની માગણીઓ પર ધ્યાન આપ્યા વિના પાયાવિહોણા નિવેદનો આપે છે. સંપૂર્ણ સમાચાર વાંચો... 2 ઓગસ્ટ: રાહુલે કહ્યું- ભારતની ચૂંટણી પ્રણાલી મરી ગઈ છે, મોદી ગોટાળા દ્વારા પીએમ બન્યા રાહુલ ગાંધીએ 2 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી મરી પરવારી છે. અમે આગામી દિવસોમાં સાબિત કરીશું કે લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ શકે છે અને એ થયા પણ છે. ભારતના વડાપ્રધાન પાસે બહુ ઓછી બહુમતી છે. જો 10-15 બેઠક પર પણ ગોટાળા ન થયા હોત તો તેઓ ભારતના વડાપ્રધાન ન બન્યા હોત. રાહુલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત વાર્ષિક કાનૂની સંમેલન-2025માં આ વાતો કહી. સંપૂર્ણ સમાચાર વાંચો.. રાહુલનું ભાષણ, 4 આરોપ લગાવ્યા ચૂંટણીપંચે એક દિવસ પહેલાં જ જવાબ આપી દીધો હતો... ચૂંટણીપંચે શુક્રવારે રાહુલ ગાંધીને જવાબ આપ્યો, જેઓ સતત ચૂંટણીપંચને નિશાન બનાવી રહ્યા છે. ચૂંટણીપંચે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે તે આવા પાયાવિહોણા આરોપોને અવગણે છે. સતત ધમકીઓ છતાં અમે બધા ચૂંટણી અધિકારીઓને કહેવા માગીએ છીએ કે તેઓ પહેલાંની જેમ ન્યાયી અને પારદર્શક રીતે કામ કરે. બેજવાબદાર નિવેદનોને અવગણો. રાહુલે ચૂંટણી અધિકારીઓ પર નિશાન સાધ્યું, 2 કેસ... 1 ઓગસ્ટ, 2025: રાહુલે કહ્યું- મારી પાસે ચોરીના 100% પુરાવા છે રાહુલે વધુમાં કહ્યું હતું કે હું આ વાત હળવાશથી નથી લીધી, પરંતુ સો ટકા પુરાવા સાથે કહી રહ્યો છું. અમે એને રિલીઝ કરતાંની સાથે જ આખા દેશને ખબર પડી જશે કે ચૂંટણીપંચ ભાજપ માટે મતચોરી કરવાનું કામ કરી રહ્યું છે. મધ્યપ્રદેશની ચૂંટણી, લોકસભાની ચૂંટણીમાં અમને શંકા હતી, મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન અમારી શંકાઓ વધુ વધી ગઈ. 24 જુલાઈ, 2025: તમને લાગે છે કે તમે બચી જશો, આ તમારી ગેરસમજ છે તેમણે છેલ્લે કહ્યું, કર્ણાટકની એક બેઠક પર ચૂંટણીપંચે છેતરપિંડી કરી છે. અમારી પાસે આના 100% પુરાવા છે. એ જ મતવિસ્તારમાં 50, 60 અને 65 વર્ષની વયના હજારો નવા મતદારોને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે અને 18 વર્ષથી વધુ ઉંમરના મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. એક સીટની તપાસ કરતી વખતે અમને આ અનિયમિતતા મળી. મને ખાતરી છે કે દરેક સીટ પર આ જ નાટક ચાલી રહ્યું છે. હું ચૂંટણીપંચને સંદેશ આપવા માગું છું. જો તમને લાગે છે કે તમે આનાથી છટકી જશો, તો એ તમારી ગેરસમજ છે.' રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ બિહાર મતદાર ચકાસણી પર હુમલો કરે છે રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષ બિહાર મતદાર ચકાસણી અંગે ચૂંટણીપંચની ટીકા કરી રહ્યો છે. વિપક્ષ સંસદની અંદર અને બહાર વિરોધ કરી રહ્યો છે. દરમિયાન બિહારમાં ચૂંટણીપંચે આજે એટલે કે શુક્રવારે રાજકીય પક્ષોને મતદારયાદીનો નવો ડ્રાફ્ટ જારી કર્યો છે. બિહારમાં મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કાના આંકડા બિહારમાં ચૂંટણીપંચના મતદારયાદી સુધારણાના પ્રથમ તબક્કા મુજબ, કુલ મતદારોની સંખ્યા ઘટીને 7.24 કરોડ થઈ ગઈ છે, જ્યારે અગાઉ આ આંકડો 7.89 કરોડ હતો, એટલે કે લગભગ 65 લાખ મતદારોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. નામો દૂર કરવા પાછળનું કારણ મતદારયાદીમાંથી દૂર કરાયેલાં નામોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ હવે આ દુનિયામાં નથી. આ ઉપરાંત જેઓ કાયમી રીતે બીજી જગ્યાએ સ્થળાંતરિત થયા છે અથવા જેમનાં નામ બે વાર નોંધાયેલાં છે. માહિતી અનુસાર, 22 લાખ મતદારો મૃત્યુ પામ્યા છે, 36 લાખ મતદારો અન્ય જગ્યાએ સ્થળાંતરિત થયા હોવાનું જાણવા મળ્યું છે અને 7 લાખ લોકો નવી જગ્યાના કાયમી રહેવાસી બન્યા છે. આ ખાસ ઝુંબેશ 24 જૂન, 2025થી શરૂ થઈ હતી SIR 24 જૂન, 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ નકલી, ડુપ્લિકેટ અને ટ્રાન્સફર થયેલા મતદારોને યાદીમાંથી દૂર કરવાનો અને નવા પાત્ર મતદારો ઉમેરવાનો હતો. આ કાર્ય હેઠળ 7.24 કરોડ મતદારો પાસેથી ફોર્મ લેવામાં આવ્યાં હતાં. પ્રથમ તબક્કો 25 જુલાઈ, 2025 સુધીમાં પૂર્ણ થયો હતો, જેમાં 99.8% કવરેજ પ્રાપ્ત થયું હતું. આ પણ વાંચો બિહાર મતદારયાદીમાંથી 65 લાખ નામો દૂર કરાયાં: 22 લાખ લોકોનાં મોત; SIR ડેટા જાહેર, રાજ્યમાં 7.24 કરોડ મતદારો ચૂંટણીપંચે મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના પ્રથમ તબક્કાનો ડેટા જાહેર કર્યો છે. આ મુજબ બિહારમાં હવે 7.24 કરોડ મતદારો છે. અગાઉ આ આંકડો 7.89 કરોડ હતો. મતદારયાદી સુધારણા પછી 65 લાખ નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. દૂર કરાયેલાં નામોમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેઓ હવે આ દુનિયામાં નથી અથવા બીજે ક્યાંક કાયમી રીતે રહી રહ્યા છે અથવા જેમનું નામ બે મતદારયાદીમાં નોંધાયેલાં હતાં. સંપૂર્ણ સમાચાર વાંચો

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile