નિખિલ દોંગાની મુશ્કેલીમાં વધારો:ગુજસીટોક કેસમાં જામીન રદ કરવા રાજકોટ પોલીસની કોર્ટમાં અરજી, બન્ની અને પીયૂષ સામે 6 કેસમાં પણ નિખિલની સંડોવણી ખૂલી
ગુજસીટોક કેસમાં જમીન પર રહેલા નિખિલ દોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યૂબર બન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે નોંધાયેલા છ કેસમાં તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ ખોલવામાં આવ્યું છે. નિખિલ દોંગા પીયૂષ રાદડિયા મારફત બન્ની ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થઇ રૂપિયા પહોંચાડતો હોવાનું ખૂલતાં જિલ્લા પોલીસવડા દ્વારા તમામ છ કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે અને હાલ તમામ 6 કેસમાં નિખિલ દોંગા નાસતો ફરી રહ્યો છે, જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. એટલું જ નહિ, આ સાથે પોલીસ દ્વારા રાજકોટ ગુજસીટોક કોર્ટમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. નિખિલ દોંગા, પીયૂષ રાદડિયા મારફત બન્ની ગજેરાને રૂપિયા પહોંચાડતો હતો રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં બન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે નોંધાયેલા 6 કેસમાં પોલીસ તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ ખૂલવા પામ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિખિલ દોંગા છે, પીયૂષ રાદડિયા મારફત બન્ની ગજેરાને રૂપિયા પહોંચાડતો હતો અને આર્થિક રીતે મદદરૂપ થતો હતો, માટે પોલીસ દ્વારા હવે આ તમામ 6 કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં નિખિલ દોંગા ફરાર છે અને તેને ગુજસીટોક કેસમાં જામીન મળ્યા બાદ સુરત હોવાનું જણાવતાં ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે મળ્યો નથી અને હાલ તે ફરાર છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે નિખિલ દોંગા ગુજસીટોક કેસનો આરોપી છે અને હાલમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. નિખિલ દોંગા જામીન પર મુક્ત થયા પછી રિપોર્ટ ગુજસીટોક કેસમાં કોર્ટમાં રિપોર્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ તપાસનીશ અધિકારીને રિપોર્ટ કરવામાં આવ્યો નથી, માટે પોલીસ દ્વારા ચાર દિવસ પહેલાં ગુજસીટોક કેસમાં આરોપી નિખિલ દોંગાના જામીન રદ કરવા રિપોર્ટ કરવામાં આવ્યો છે અને હવે આગામી દિવસમાં ફરી કોર્ટમાં જામીન રદ કરવા બીજો રિપોર્ટ જાહેર કરવામાં આવશે. આ પણ વાંચોઃ નિખિલ દોંગાએ ભાસ્કરને કહ્યું હતું- '...તો જરુર ચૂંટણી લડીશ' બન્ની ગજેરા જેલમુક્ત થયા બાદ અન્ય કેસમાં ધરપકડ કરાશે ઉલ્લેખનીય છે કે બન્ની ગજેરાને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે, પરંતુ પોતે હજુ હાલ જેલમાં બંધ છે. હજુ પોતે જેલમાંથી બહાર આવ્યો નથી, બહાર આવ્યા પછી ગોંડલ બી ડિવિઝન પોલીસના ગુનામાં પકડવાનો બાકી હોવાથી એમાં પણ ધરપકડ કરવામાં આવશે અને અમરવાડી પોલીસ સ્ટેશનમાં થયેલ 2021 કેસમાં બિનજામીન લાયક ગુનામાં વોરંટ ઇસ્યુ થવા છતાં પોલીસ સમક્ષ હાજર થયો નથી, માટે એ કેસમાં પણ ધરપકડ કરવામાં આવશે. ગુજસીટોકના કેસમાં જામીન પર બહાર છે નિખિલ ગુજસીટોક કેસમાં જમીન પર રહેલા નિખિલ દોંગાની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા યુટ્યૂબર બન્ની ગજેરા અને પીયૂષ રાદડિયા સામે નોંધાયેલા છ કેસમાં તપાસ દરમિયાન નિખિલ દોંગાનું નામ ખોલવામાં આવ્યું છે. નિખિલ દોંગા, પીયૂષ રાદડિયા મારફત બન્ની ગજેરાને આર્થિક રીતે મદદરૂપ થઈ રૂપિયા પહોંચાડતો હોવાનું ખૂલતાં જિલ્લા પોલીસવડા દ્વારા તમામ છ કેસમાં નિખિલ દોંગાની ધરપકડ કરવા પોલીસને આદેશ આપવામાં આવ્યા છે અને હાલ તમામ 6 કેસમાં નિખિલ દોંગા નાસતો ફરી રહ્યો છે, જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે. એટલું જ નહિ, આ સાથે પોલીસ દ્વારા રાજકોટ ગુજસીટોક કોર્ટમાં નિખિલ દોંગાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. નિખિલ દોંગા ગેંગ સામે 100થી વધુ ગુના નિખિલ દોંગા ગેંગ સામે કુલ 100થી વધુ ગુના નોંધાયેલા છે, જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે.

What's Your Reaction?