જિલ્લામાં ખાલી જગ્યાનું થશે પૂરાણ ​​​​​​​:કચ્છ જિલ્લા નાયબ પશુપાલન નિયામકની પંદરેક દિવસમાં નિમણૂક થવાની શક્યતા

કચ્છમાં લાંબા સમયથી પૂર્ણકાલિન જિલ્લા નાયબ પશુપાલન નિયામકની નિમણૂક નથી થઈ. વેટરનરી ઓફિસરને વધારાનો હવાલો સોંપી દેવાય છે. પરંતુ, તાજેતરમાં રાજ્યમાં 70થી વધુ વેટરનરી ઓફિસર્સની બઢતી થઈ છે, જેથી પંદરેક દિવસની અંદર કાયમી ડેપ્યુટી ડાયરેકટર મળી જાય એવી શક્યતા ઊભી થઈ છે. એક સમયે એવું કહેવાતું હતું કે, કચ્છ જિલ્લામાં માનવ કરતા પશુઓની સંખ્યા વધુ છે. અરે એશિયાના સાૈથી મોટા ઘાસિયા મેદાન તરીકે બન્નીનું નામ પ્રખ્યાત હતું અને ભણવામાં પણ આવતું હતું. છેલ્લા પંદરેક વર્ષથી તો બન્ની નસલની ભેંસને પણ અલગ અને આગવી ઓળખ મળી ગઈ છે. જેના ભાવ ઊંચા હોય છે, જેથી લાખેણી કહેવાતી હોય છે. 20માં લાઈવસ્ટોક સેન્સરમાં 5 લાખ 74 હજાર 837 ગાય સામે 4 લાખ 66 હજાર 341 ભેંસ પણ નોંધાઈ છે. આમ, ખેતી પછી દુધાળા પશુપાલનનો ધંધો આવે છે. પરંતુ, છેલ્લા પાંચેક વર્ષથી પૂર્ણકાલિન જિલ્લા નાયબ પશુપાલન નિયામકની જગ્યા ખાલી પડી છે. સમયાંતરે પશુઓની સંખ્યા દિઠ પશુ દવાખાના ઉપરાંત પશુ ચિકિત્સક, પશુ નિરીક્ષકની સંખ્યામાં વધારો થતો રહ્યો છે, જેમાં ડેપ્યુટી ડાયરેકટર એટલે કે જિલ્લા નાયબ પશુપાલન નિયામકની 1 જગ્યા ખાલી પડી છે. વેટરનરી ઓફિસર એટલે કે પશુ ચિકિત્સકના મંજૂર મહેકમ 47 જગ્યા સામે 27 જગ્યા ભરાયેલી છે. 20 જગ્યા ખાલી છે. લાઈવસ્ટોક ઈન્સ્પેકટર એટલે કે પશુ નિરીક્ષકના મંજૂર મહેકમ 29 સામે 27 જગ્યા ભરાયેલી છે. માત્ર 2 ખાલી છે. એવી જ રીતે ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળ પશુ નિરીક્ષકના 50 મંજૂર મહેકમ સામે 15 ભરાયેલી છે. બાકીના હંગામી ધોરણે નિમાયા છે. ડેપ્યુટી ડાયરેકટરનો વધારાનો હવાલો સંભાળતા પશુચિકિત્સક નરૂદિનભાઈ નાથાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યમાં 70 જેટલા પશુ ચિકિત્સકની બઢતી થઈ છે એટલે એકાદ અઠવાડિયા કે વધીને પંદરેક દિવસમાં કચ્છને પણ પૂર્ણકાલિન જિલ્લા નાયબ પશુપાલન નિયામક મળી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. પશુ દવાખાનાની સંખ્યા 32થી વધી 47 થઈ જિલ્લા નાયબ પશુપાલન નિયામકની કચેરીના ડો. મિતુલભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છમાં પશુઓની વસ્તી પ્રમાણે પશુ દવાખાના રાખવાની સંખ્યામાં સમયાંતરે ફેરફાર થતા રહે છે, જેમાં અત્યારે કુલ 47 પશુ દવાખાના છે. એ પહેલા 32 હતા. વધુ 19ની દરખાસ્ત થઈ ગઈ છે અને હજુ ક્રમશ: વધુને વધુ દરખાસ્તો ઉમેરાતી જાય છે.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow