પોલીસની નવતર પહેલ:મેન્ટર પ્રોજેકટ અંતર્ગત ગુના અટકાવવાની પોલીસ દ્વારા નવતર પહેલ કરાઈ
પશ્ચિમ કચ્છ જિલ્લામાં બનતા મિલકત વિરુદ્ધના ગુનાઓને અંકુશમાં લાવવા માટે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓને એલસીબી કચેરીએ બોલાવી સમજ આપવામાં આવી હતી.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત દ્વારા મેન્ટર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં વિવિધ પ્રકારના ગુના આચારતા વ્યક્તિઓની પ્રવૃત્તિ પર મેન્ટર પોલીસ કર્મચારીઓ દ્વારા નજર રાખવામાં આવે છે. ગુનાહિત પ્રવૃતિ છોડી સામાન્ય જીવન વિતાવે તે માટે સમજ આપવામાં આવે છે જિલ્લામાં આ પ્રોજેક્ટ અંતર્ગત જેમની સામે ગુના દાખલ થયા છે તે અને પોલીસ મેન્ટરોને પોલીસ સ્ટેશન વાઇઝ એલસીબી કચેરીએ બોલાવી પૂછપરછ કરી હાલની પ્રવૃત્તિ વિશે જાણી જરૂરી સૂચના આપવામાં આવી હતી.

What's Your Reaction?






