મુસાફરોને રાહત:ખાનગી બસ માલિકોએ બાનમાં લીધેલો આરટીઓ રીંગરોડ ટ્રાફિક પોલીસ શાખાએ ખુલ્લો કર્યો
ભુજથી લાંબા અંતર સુધીની જતી ખાનગી લકઝરી બસ આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ સુધી જતા રીંગરોડ પર સવારથી મોડી રાત્રી સુધી પાર્કિંગ થયેલી જોવા મળતી હતી. જે આ રસ્તા પરથી આવન જાવન કરતા વાહનોને બાધારૂપ હતી અને અનેક વખત પોલીસની ટ્રાફિક શાખાને ફરિયાદ થઈ હતી. જેને ધ્યાનમાં લઈને જિલ્લા ટ્રાફિક શાખા, આરટીઓ અને એસડીએમની સૂચનાથી ખાનગી દરેક લક્ઝરી બસને ખસેડવામાં આવી છે. જેને કારણે રીંગરોડ ખુલ્લો થઈ ગયો છે. અંદાજે 20 થી 25 લક્ઝરી બસ દિવસભર ઉભી રહેતી અને સાફ-સફાઈ વોશિંગ થતા પસાર થનારને નડતર હતી. પરંતુ હવે આ બધી બસ ત્યાંથી અન્ય જગ્યાએ ખસેડાઈ જતા પસાર થનારાઓને રાહત થઈ છે. જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ જયદીપસિંહ સરવૈયાએ જણાવ્યું કે, ખાનગી બસ માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે પેસેન્જર પીકઅપ કરતી વખતે જ માત્ર 15 મિનિટ તેમની ટ્રાવેલ્સ ઓફીસ પાસે બસ ઉભી રાખી શકાશે. તે સિવાય આ વિસ્તારમાં ક્યાંય પણ પાર્કિંગ થઈ શકશે નહીં

What's Your Reaction?






