હિંમતનગરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ:બી ડિવિઝન પોલીસે ₹2 લાખથી વધુના 11 ગુમ મોબાઈલ શોધી માલિકોને સોંપ્યા
હિંમતનગર બી ડિવિઝન પોલીસે તાજેતરમાં 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 11 મોબાઈલ ફોન શોધીને તેમના માલિકોને પરત સોંપ્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત ₹2,03,169 જેટલી થવા જાય છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા આ મોબાઈલ ફોન શોધવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. મોબાઈલ શોધાયા બાદ પોલીસે તમામ 11 મોબાઈલના માલિકોને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ટી. ઉદાવતે સ્વયં તમામ મોબાઈલ ફોન તેમના માલિકોને હસ્તે પરત સોંપ્યા હતા. આ અંગે પીઆઈ આર.ટી. ઉદાવતે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટે તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પ્રકારની કામગીરી દ્વારા નાગરિકોને તેમની કિંમતી વસ્તુઓ પરત મળે તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે.

What's Your Reaction?






