દિલ્હીથી ગુમ થયેલો કિશોર વડોદરાથી મળ્યો:પોલીસે બાળકના પરિવારનો સંપર્ક કરી મિલન કરાવ્યું, પરિવાર ખુશખુશાલ
દેશની રાજધાની દિલ્હીમાંથી અપહરણ થયેલા બાળક તાલુકા પોલીસ મથકની હદમાંથી તાલુકા પોલીસને મળી આવ્યું હતું. પોલીસે પરિવારનો સંપર્ક સાધી બાળકને સોંપતા પરિવાર ખૂશખૂશાલ થઇ ગયું હતો. મળેલી માહિતી પ્રમાણે રેન્જ આઇજીપી સંદિપસિંધ, જિલ્લા પોલીસ વડા રોહન આનંદ અને ડીવાયએસપી બી.એચ.ચાવડાએ ગુમ થયેલ બાળકોને શોધવા માટે અવાર નવાર સુચના આપી હતી. જે અંગે તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એમ.ટાંકે ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન તાલુકા પોલીસનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે સમયે બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, ભાયલી ગામે નાયરા પેટ્રોલ પંપ પાસે એક અજાણ્યુ બાળક ઉભુ છે. જેથી સ્થળ ઉપર પહોંચી આ બાળકને નામ સરનામું પુછતા જણાવેલ નહી. દરમિયાન પોલીસ ગભરાયેલા બાળકને પોલીસ સ્ટેશનમા લઇ આવી ચાઇલ્ડ વેલ્ફર ઓફિસર પાસે પુછપરછ કરાવતા તેનું નામ ઓમ અરવિંદ ત્યાગી અને તે દિલ્લીનો રહેવાસી હોવાનું જણાવેલ. જેથી તેના માતા- પિતાનો સંપર્ક કરતા જણાવેલ કે આ બાળક ગુમ થયેલ તે અંગે બુરારી પોલીસ સ્ટેશન, દિલ્લી ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેથી બુરારી પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરતા બુરારી પોલીસ સ્ટેશન, દિલ્લી ખાતે ગુનો નોંધાયો હતો. જેથી આ બાળ કિશોરના વાલી-વારસનો સંપર્ક કરી સોંપી તે અંગે બુરારી પોલીસ સ્ટેશન,દિલ્લી ખાતે જાણ કરી હતી.

What's Your Reaction?






