કાકા સસરા પર હુમલાનો કેસ:હુમલો કરનાર વધુ 2 આરોપી ઝડપાયા, અત્યાર સુધી 8 આરોપી પકડાયા; કાન્હા બિલ્ડર ગ્રુપનો બિલ્ડર ધવલ ઠક્કર હજુ ફરાર

વડોદરાના કાન્હા બિલ્ડર ગ્રુપના MD ધવલ ઠક્કરે 8થી 9 શખસોને લઈને તેના કાકા સસરાના ઘરે ગયો હતો અને કાકા સસરાને લાકડી વડે ઢોર માર માર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો હતો અને તેમની ઉપર સાયકલ પણ ફેંકી દીધી હતી. આ ઘટનામાં છાણી પોલીસે આજે વધુ બે આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે કાન્હા બિલ્ડર ગ્રુપના બિલ્ડર ધવલ ઠક્કરની શોધખોળ શરૂ કરી છે. બિલ્ડરે પત્નીના કાકા પર હુમલો કરવા ગુંડા તત્વોને સોપારી આપી વડોદરા શહેરના ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતા કાન્હા ગ્રૂપના નશેડી બિલ્ડર ધવલ ઠક્કર દ્વારા રોજ દારૂની પાર્ટીઓ કરતો હતો અને ઘરમાં આવીને તેમની પત્ની સાથે ઝઘડા કરીને મારપીટ કરતો હતી. જેથી, પત્ની પણ બિલ્ડર પતિના ત્રાસથી કંટાળી પિયરમાં આવી જતી રહી હતી ત્યારે બિલ્ડરે પત્નીના કાકા જે છાણી વિસ્તારમાં રહે છે. તેમને ગુંડા તત્વોને સોપારી આપી હતી અને ત્યારબાદ કારમાં ગુંડાઓને લઇને તેમના ઘરે જઇને તેમના પર હિંસક હુમલો કર્યો હતો. જેથી કાકા સસરા જગદીશભાઇની ફરિયાદના આધારે બિલ્ડર સાથે હુમલો કરવા આવેલા અગાઉ ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. હજુ સુધી બિલ્ડરનો કોઇ પતો લાગ્યો નથી ત્યારબાદ ગઇકાલે 31 મેના રોજ બે ભાઇ આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ દરમિયાન આજે 1 જૂનના રોજ કાકા સસરા પર હુમલો કરનાર બિલ્ડરના અન્ય બે સાગરીતો છાણી ગામમાં રહેતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે છાણી ગામમાં જઇને મિહીર દિપીકભાઇ રાણા અને કાર્તિક અરવિંદ દરબારને ઝડપી પાડ્યા છે. આમ બિલ્ડર પાસેથી સોપારી લઇને હુમલો કરનાર આરોપીઓનો આંક 8 પર પહોંચ્યો છે. પરંતુ મુખ્ય આરોપી કાન્હા ગ્રૂપનો બિલ્ડર ધવલ ઠક્કરનો પોલીસને પતો લાગ્યો નથી. બિલ્ડરના ઘરે સહિત સંબંધીઓ અને મિત્રો ત્યાં તેમજ વડોદરા શહેરમાં જ્યાં કાન્હા ગ્રૂપની સાઇટોનું કામ ચાલી રહ્યું છે ત્યાં પણ પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ સુધી બિલ્ડરનો કોઇ પતો લાગ્યો નથી.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow